android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: ગુજરાત ATSએ પકડેલા 13 આતંકીઓની તપાસ NIAને સોંપાઈ
calendar_today September 10, 2026

Gujarat Latest News Live: ગુજરાત ATSએ પકડેલા 13 આતંકીઓની તપાસ NIAને સોંપાઈ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 10 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Gandhinagar News: બિલ્ડરનો કોઈ વાંક નથી પણ વ્યવસ્થાની ખામીને કારણે દુર્ઘટના સર્જાઈ: મંત્રી કાંતિ અમૃતિયા
calendar_today September 10, 2026

Gandhinagar News: બિલ્ડરનો કોઈ વાંક નથી પણ વ્યવસ્થાની ખામીને કારણે દુર્ઘટના સર્જાઈ: મંત્રી કાંતિ અમૃતિયા

ગાંધીનગરના કુડાસણ ખાતે આવેલી બાંધકામ સાઇટ પર સર્જાયેલી મોટી દુર્ઘટનાના પગલે રાત્રે 10 વાગ્યાથી ઇજાગ્રસ્ત દર્દીઓને હોસ્પિટલ લાવવાની શરૂઆત થઈ હતી.જ્યાં કુલ 12 દર્દીઓ એડમિટ કરાયા છે.સદનસીબે એક પણ દર્દીને ગંભીર ઇજાઓ થઈ નથી જે પૈકી 4 દર્દીઓ આઈસીયુ માં અને 8 દર્દીઓ સામાન્ય ઇજાઓ સાથે જનરલ વોર્ડમાં સારવાર હેઠળ છે.જેમાંથી 3 દર્દીઓને રાત્રે જ ડિસ્ચાર્જ આપી દેવાયા છે અને બાકીના સામાન્ય ઇજા પામેલા દર્દીઓને પણ આજ સાંજ સુધીમાં રજા આપી દેવામાં આવશે. જ્યારે હાલ તમામ દર્દીઓની તબિયત સંપૂર્ણ સ્ટેબલ છે.ભાજપ સરકારના મંત્રી કાંતિ અમૃતિયાનું નિવેદનગાંધીનગરના કુડાસણ ખાતે બનેલી દુર્ઘટના મામલે ભાજપના ધારાસભ્ય અને મંત્રી કાંતિ અમૃતિયાએ ઘટના સ્થળની મુલાકાત બાદ નિવેદન આપ્યું હતું કે, આ ઘટનામાં પ્રાથમિક દ્રષ્ટિએ બિલ્ડરનો કોઈ વાંક હોય તેમ લાગતું નથી.કારણ કે આ દુર્ઘટના કોઈ આધુનિક મશીનરીની ખામીને કારણે નહીં પરંતુ સાઈટ પરની વ્યવસ્થાની ખામી હોવાના કારણે સર્જાઈ છે.જોકે તેમણે આ દુર્ઘટના અંગે સ્પષ્ટ કર્યું છે કે બિલ્ડર દ્વારા પીડિત પરિવારજનોને તમામ પ્રકારની મદદ પૂરી પાડવાની સંપૂર્ણ ખાતરી આપવામાં આવી છે.જુઓ મંત્રી કાંતિ અમૃતિયા શું બોલ્યા? ઘટના સ્થળે એન્જિનિયરોની વિશેષ ટીમો પહોંચી ગાંધીનગરના કુડાસણ ખાતે સ્લેબ ધરાશાયી થવાની ગંભીર ઘટના બાદ સ્થળ પર એન્જિનિયરોની વિશેષ ટીમો પહોંચી ગઈ છે, જેણે દુર્ઘટના સર્જાઈ તે સમગ્ર વિસ્તારની ઝીણવટભરી ચકાસણી હાથ ધરી છે. આ ટેકનિકલ ટીમો દ્વારા બાંધકામમાં વપરાયેલી સામગ્રી અને માળખાકીય સ્થિતિનું નિરીક્ષણ કરીને આ આખી દુર્ઘટના ચોક્કસ કયા કારણોસર અને કઈ ક્ષતિના લીધે ઘટી છે તેની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં ચાર સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને રજા આપી દેવાઈ, પોલીસે ચેકિંગ શરૂ કર્યું

Read Full Story arrow_forward
Vadodaraનું ઐતિહાસિક સુરસાગર તળાવ બન્યું 'ડેથ ટ્રેપ', અસંખ્ય માછલીઓના મોતથી ખળભળાટ
calendar_today September 10, 2026

Vadodaraનું ઐતિહાસિક સુરસાગર તળાવ બન્યું 'ડેથ ટ્રેપ', અસંખ્ય માછલીઓના મોતથી ખળભળાટ

વડોદરા શહેરની મધ્યમાં આવેલું ઐતિહાસિક સુરસાગર તળાવ હાલ જળચર જીવો માટે અત્યંત જોખમી બની ગયું છે. છેલ્લા ઘણા સમયથી આ તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓ મરી રહી હોવાના બનાવો સામે આવી રહ્યા છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને સ્થાનિક નગરસેવક તીર્થ બ્રહ્મભટ્ટે વડોદરા મહાનગરપાલિકા (VMC) ને પત્ર લખીને માછલીઓના મોતના કારણોની તાત્કાલિક અને તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે.કરોડોના ખર્ચ છતાં તળાવની દુર્દશા, કૃત્રિમતાનો આક્ષેપનોંધનીય છે કે આશરે 9 વર્ષ અગાઉ રૂ. 38 કરોડના ભારેખમ ખર્ચે સુરસાગર તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, તળાવમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે તે માટે માત્ર 1 વર્ષ અગાઉ જ રૂ. 1૦ લાખના ખર્ચે એર સર્ક્યુલેશન મશીન પણ નાખવામાં આવ્યું હતું. આમ છતાં, માછલીઓના મોત અટકવાનું નામ નથી લઈ રહ્યા. સ્થાનિકો અને પ્રતિનિધિઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે કુદરતી તળાવને કૃત્રિમ બનાવી દેવાના કારણે જળચર જીવો માટે આ વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે.ઉકેલ નહીં આવે તો CM ને કરાશે રજૂઆતતળાવના પર્યાવરણ અને જળચર જીવોના રક્ષણ માટે જો પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય અને કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ મુદ્દે સીધા મુખ્યમંત્રી (CM) ને રજૂઆત કરવાની ચીમકી નગરસેવક તીર્થ બ્રહ્મભટ્ટે આપી છે. સુરસાગરની ઐતિહાસિકતા અને તેના જળચર જીવોને બચાવવા માટે હવે યોગ્ય પાયાની કામગીરી થાય તે અત્યંત જરૂરી બન્યું છે.આ પણ વાંચો : Ahmedabadની SRK JEWELS સાથે 1.56 કરોડની ઠગાઈ, ચેન્નાઈના 4 વેપારીઓ સામે નોંધાઈ ફરિયાદ

Read Full Story arrow_forward