android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: જે બાંધકામ સાઈટ પર મચ્છર મળે તેને 7 દિવસ સીલ કરોઃ AMC કમિશ્નરનો આદેશ
calendar_today September 10, 2026

Ahmedabad News: જે બાંધકામ સાઈટ પર મચ્છર મળે તેને 7 દિવસ સીલ કરોઃ AMC કમિશ્નરનો આદેશ

વરસાદના વિરામ છતાં અમદાવાદમાં મચ્છરજન્ય રોગના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.ખાસ કરીને થલતેજ, સોલા, ગોતા, સાયન્સ સિટી અને વસંતનગર ટાઉનશીપ સહિતના વિસ્તારોમાં મળીને એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 145થી વધુ કેસ નોંધાતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ બુધવારે મળેલી વીકલી રીવ્યૂ બેઠકમાં સંબંધિત તમામ અધિકારીઓએ કરેલી કામગીરીની વિગત માંગી હતી.બાંધકામ સાઇટને સાત દિવસ માટે સીલ કરોઆ વિસ્તારોમાં ચાલી રહેલી બાંધકામ સાઇટની કામગીરીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતો હોવાનું એક અધિકારીએ કહેતા કમિશનરે કહ્યું,જે બાંધકામ સાઇટ ઉપરથી મચ્છર મળે એ બાંધકામ સાઇટને સાત દિવસ માટે સીલ કરો.કોરોનાના મહામારી સમયમાં પણ તમે આ પ્રકારની કામગીરી કરતા હતા.શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી હોસ્પિટલો પૈકી હજુ પણ અનેક હોસ્પિટલો તેમની હોસ્પિટલમાં નોંધાતા વિવિધ રોગના કેસનું અપડેટ કોર્પોરેશનને આપતી નથી.115 હોસ્પિટલ કોર્પોરેશનને વિગત આપે છેકમિશનરે કહ્યું હતું કે,આવી હોસ્પિટલોને નોટિસ આપી પેપરમાં તેમના નામ જાહેર કરો.જેથી લોકોને ખબર પડે કે આ હોસ્પિટલો રોગના કેસની વિગતો છુપાવે છે. અગાઉ 82 હોસ્પિટલ વિગત આપતી હતી,હવે 115 હોસ્પિટલ કોર્પોરેશનને વિગત આપે છે.વિવિધ વિસ્તારમાં મચ્છરજન્ય રોગના કેસને નિયંત્રિત કરવા હેલ્થ-મલેરિયા વિભાગ સહિત કોર્પોરેશનના વોટર રિસોર્સ મેનેજમેન્ટ વિભાગ, એસ.ટી.પી. વિભાગ સહિતના અધિકારીઓને પણ કામગીરી કરવા કમિશનરે અગાઉની મીટિંગમાં સૂચના આપી હતી.કોર્પોરેશનના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં પણ મચ્છર મળી આવ્યા હતા. મચ્છરનો ઉપદ્રવ થવો જોઈએ નહીંકમિશનરે વોટર ઓપરેશનના ઈજનેર પ્રભાકરને આ અંગે પૂછતા તેમણે કહ્યું,અમે 500-500 રૂપિયા પેનલ્ટી કરીએ છીએ.કમિશનરે પૂછ્યું, કોને પેનલ્ટી કરો છો? પ્રભાકરે જવાબ આપ્યો વર્કરને. તે સમયે કમિશનરે પૂછ્યું, તેને સેલેરી કેટલી આપો છો? પ્રભાકરે કહ્યું, રૂપિયા ૩૨ હજાર. ત્યારે કમિશનરે કહ્યું, પૂરી સેલેરી પેનલ્ટી તરીકે વસૂલ કરો તો ખબર પડશે કે મચ્છરનો ઉપદ્રવ થવો જોઈએ નહીં.STPના એડિશનલ ઈજનેરને કમિશનરે આડે હાથ લીધાકોર્પોરેશનના એસ.ટી.પી. વિભાગના એડિશનલ ઈજનેરે વીકલી રીવ્યૂ બેઠકમાં વચ્ચે ઊભા થઈ મ્યુનિ.કમિશનરને કહ્યું,સર,અમે એસ.ટી.પી.માં મચ્છર મળે તો રૂપિયા એક હજાર પેનલ્ટી વસૂલ કરીએ છીએ. કમિશનરે તેમના ઉત્સાહને ઠંડો પાડતા ટકોર કરતા કહ્યું, એજન્સીને રૂપિયા દસ હજારથી વધુ રકમની પેનલ્ટી કરો તો જ ખબર પડશે કે જો કોઈને ડેન્ગ્યુ થાય તો તેની સારવાર પાછળ કેટલો ખર્ચ પરિવારને કરવો પડે છે.જંગલ મેં મોર નાચા કિસને દેખા? મ્યુનિ. કમિશનરનો વ્યંગપશ્ચિમ ઝોનમાં એક વોર્ડને સ્વચ્છતા માટે શહેરના શ્રેષ્ઠ વોર્ડ તરીકે કોર્પોરેશન તરફથી એવોર્ડ અપાયા હોવાનું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઓરંગાબાદકરે મ્યુનિ. કમિશનરની વીકલી રીવ્યૂ બેઠકમાં કહેતાં કમિશનરે વ્યંગ કરતા કહ્યું હતું કે, જંગલ મેં મોર નાચા કિસને દેખા? અહીં બેઠેલાઓને પૂછો કે તમે સ્વચ્છતા માટે તમારા ઝોનના કોઈ એક વોર્ડને એવોર્ડ આપ્યો તેની તેમને ખબર છે ખરી? કઈ બાબતોને લઈ સ્વચ્છતા માટેનો એવોર્ડ તમે આપ્યો એ ખબર છે ખરી?આ પણ વાંચોઃ Kanpur : ‘ડાન્સ’ પાછળ છુપાયેલું હતું મોતનું કાવતરું? કરોડપતિ વેપારીની હત્યામાં વહુ પર ગંભીર આરોપ

Read Full Story arrow_forward
Patan : પાલિકા દ્વારા ભૂગર્ભ યુટિલિટી લાઈનોનું ડિજિટલ મેપિંગ શરૂ
calendar_today September 9, 2026

Patan : પાલિકા દ્વારા ભૂગર્ભ યુટિલિટી લાઈનોનું ડિજિટલ મેપિંગ શરૂ

પાટણ નગરપાલિકા દ્વારા સરકારના GUDMઅર્બન એટલાસ પ્રોજેક્ટ હેઠળ શહેરના રસ્તાઓ નીચેથી પસાર થતી વિવિધ ભૂગર્ભ લાઈનોની ચોક્કસ માહિતી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ કામગીરી માટે એક ખાસ ટેકનોલોજી યુક્ત મશીન લાવવામાં આવ્યું છે. મશીનની મદદથી જમીન નીચે રહેલી 11 કેવીની વીજ લાઈનો, ગેસ લાઈનો, પીવાના પાણીની લાઈનો અને ટેલિફોન નેટવર્ક લાઈનોની ચોક્કસ ઓળખ કરવામાં આવી રહી છે.પાટણ શહેરમાં કે.કે. ગર્લ્સ સ્કૂલ પાસેના વિસ્તારથી આ સર્વેક્ષણ કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. મશીન વડે કરવામાં આવેલા સર્વેના આધારે તમામ ભૂગર્ભ લાઈનોના ચોક્કસ માપ સાથેના ડિજિટલ નકશા તૈયાર કરવામાં આવશે. જેને નગરપાલિકાના ઓનલાઈન પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. ભવિષ્યમાં શહેરમાં કોઈ પણ વિકાસ કે ખોદકામના કામો હાથ ધરતી વખતે આ એક્યુરેટ મેપિંગ ખૂબ ઉપયોગી સાબિત થશે. તેનાથી ખોદકામ દરમિયાન કે અન્ય કારણોસર લાઈનો ડેમેજ થવાની અથવા તૂટવાની આર્થિક નુકસાનની સંભાવનાઓ સંપૂર્ણપણે નાબુદ થશે તેમ જાણવા મળ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Junagadh : ઉપરકોટ અને જવાહરવાડી વિસ્તાર બાદ હવે દીપડાની જિ. શિક્ષણ તાલીમ ભવનમાં લટાર
calendar_today September 9, 2026

Junagadh : ઉપરકોટ અને જવાહરવાડી વિસ્તાર બાદ હવે દીપડાની જિ. શિક્ષણ તાલીમ ભવનમાં લટાર

ગિરનારના જંગલને અડીને આવેલા જૂનાગઢ શહેરમાંમાનવવસ્તી અને વન્યજીવો વચ્ચેનો સંઘર્ષ ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. જંગલમાં વિસ્તાર ઘટવાથી કે વસ્તી વધારાને કારણે સિંહ અને દીપડાઓ હવે શહેરના વિસ્તારોમાં આવી રહ્યા છે. ઐતિહાસિક ઉપરકોટ અને જવાહરવાડી વિસ્તાર બાદ હવે બિલખા રોડ પર આવેલી રેન્જ આઇ.જી. કચેરીને અડીને આવેલા જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના મુખ્ય દરવાજા અને ગ્રાઉન્ડમાં એક દીપડો ખુલ્લેઆમ લટાર મારી રહ્યો છે.આ તાલીમ ભવન પરિસરમાં આવેલી હોસ્ટેલમાં 100 જેટલી મહિલા તાલીમાર્થીઓ રહે છે.જૂનાગઢમાં દીપડાની અવરજવર યથાવત જોવા મળી રહી છે. તાજેતરમાં મેઘાણીનગર નજીક એક દીપડો દેખાયો હતો. ત્યાં હવે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નજીક દીપડો દીવાલ પર ચઢી જતો જોવા મળ્યો, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે. દરરોજ રાત્રે દીપડાની અવરજવરથી આસપાસના વિસ્તારના લોકોમાં ભય અને ફ્ફ્ડાટનો માહોલ છે. નાગરિકો સુરક્ષા વધારવા અને વનવિભાગની તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. વનવિભાગે સ્થળની તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward