android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: કુડાસણમાં નિર્માણાધીન સાઈટ પર સ્લેબ તૂટયો, 10થી વધુ મજૂરો કાટમાળમાં દટાયા
calendar_today September 9, 2026

Gandhinagar: કુડાસણમાં નિર્માણાધીન સાઈટ પર સ્લેબ તૂટયો, 10થી વધુ મજૂરો કાટમાળમાં દટાયા

ગાંધીનગર મહાપાલિકાના કુડાસણ ખાતે નવી બની રહેલી કોમર્શિયલ 'બોસકી ધ એમ્પાયર' નામની બાંધકામ સાઇટમાં આજે રાત્રે સવા નવ વાગ્યાની આસપાસ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનામાં લોખંડનો સ્લેબ તૂટી પડતાં તેની નીચે મજૂરો દટાતાં તેમની ચીસોથી સમગ્ર વાતાવરણ હચમચી ઊઠયું હતું.પ્રાપ્ત વિગતો મુજબ, કન્સ્ટ્રક્શન સાઇટ પર બે યુનિટ વચ્ચે લોખંડનો સ્લેબ ઊભો કરવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન આ સ્લેબ અચાનક ધડાકાભેર નીચે તૂટી પડયો હતો. જેના પ્રચંડ અવાજથી આજુબાજુમાં રહેતા લોકો પણ બહાર દોડી આવ્યા હતા. આ સ્લેબ નીચે ત્યાં કામ કરી રહેલા 10થી 15 જેટલા મજૂરો દટાયા હોવાની પ્રાથમિક વિગતો સાંપડી છે.આ ઘટનાની જાણ ગાંધીનગર ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ફાયરની પાંચથી વધુ ગાડીઓ તાબડતોબ સ્થળ પર દોડી આવી હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી. 108 એમ્બ્યુલન્સની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કાટમાળ હટાવીને દટાયેલા શ્રમિકોને બહાર કાઢવાનું શરૂ કરાયું છે. અત્યાર સુધીમાં કાટમાળમાંથી ઈજાગ્રસ્ત 8 મજૂરોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હોવાના અહેવાલ છે. આ ગંભીર દુર્ઘટનાને પગલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્વરિત ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vyara : વ્યારાના બાલપુરમાં સિંચાઇ વિભાગની રૂ.25.66 લાખની યોજનામાં પોલંપોલ
calendar_today September 9, 2026

Vyara : વ્યારાના બાલપુરમાં સિંચાઇ વિભાગની રૂ.25.66 લાખની યોજનામાં પોલંપોલ

વ્યારા : વ્યારાના બાલપુર ગામમાં પંચાયત સિંચાઇ વિભાગ હસ્તક વર્ષ 2025-26 માં મંજૂર થયેલી સેફ સ્ટેજ વર્ક ફોર વિલેજ ટેન્કની કામગીરીમાં હલકી ગુણવત્તાના મટીરીયલ્સનો ઉપયોગ થતા હાલમાં સંરક્ષણ દીવાલમાં તિરાડો પડતા પાણીના લીકેજ થઇ રહ્યું હોય, જળસંચયના હેતુ માટેની અંદાજીત રૂ.25.66 લાખની યોજનાની કામગીરીમાં ગેરરીતિથયાના ગંભીર આક્ષેપ સાથે તપાસની માંગણી કરવામાં આવી છે.વ્યારા તાલુકાના બાલપુર ગામમાં સરકારી તળાવના સુરક્ષા કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના મટીરીયલ્સના ઉપયોગ અંગેના આક્ષેપ સાથે જિલ્લા પંચાયત સભ્ય દ્ધારા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરવામાં આવી છે. પંચાયત સિંચાઇ વિભાગ હસ્તક વર્ષ 2025-26 માં મંજુર થયેલા રૂપિયા 25,66,000 ના ખર્ચે બનેલા સેફ સ્ટેજ વર્ક ફોર વિલેજ ટેન્કનું કામ પુર્ણ થયાને હજુ ગણતરીના માસ થયા છે, ત્યાં તો સુરક્ષા દીવાલમાં મોટી તિરાડો પડી ગઇ છે અને પાણીનું લીકેજ શરૂ થઇ ચુક્યું છે. રજુઆતમાં આક્ષેપ કરાયો છે કે કોન્ટ્રાકટર વિરકુમાર ચૌધરી અને જવાબદાર ઇજનેરોની મિલીભગતથી સ્ટ્રકચરલ નિયમોનું ઉલ્લંઘન કરી ઉતાવળીયું કામ પાસ કરી દેવાયું છે. જળસ્ટોરેજનો હેતુ જળવાયો નથી, સરકારી નાણાંનો દુરપયોગ થયો છે. સમગ્ર યોજનાની તપાસ વિજિલન્સ ટીમ દ્ધારા કરાવવામાં આવે તેમજ તકલાદી કામગીરી કરનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરી ડિપોઝિટ જપ્ત કરવા સહિતના કડક પગલાં લેવાની માંગણી સાથે જો પગલાં ન લેવાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kim : કીમમાં રેલવે દ્વારા અંડરપાસ સબ-વે બનાવવાની કામગીરીનો પ્રારંભ થયો
calendar_today September 9, 2026

Kim : કીમમાં રેલવે દ્વારા અંડરપાસ સબ-વે બનાવવાની કામગીરીનો પ્રારંભ થયો

કીમ : કીમ રેલવે સ્ટેશન નજીક બંને દિશામાં રેલવે વિભાગ દ્વારા લોકોની અવર જવર માટે 70 મીટર લંબી અન્ડરગ્રાઉન્ડ સબવે બનાવવાની કામગીરી શરૂ કરવમાં આવી છે.કીમ રેલવેની 158 ફાટક ઉપર વર્ષો પર્યાપ્ત માંગણી બાદ આશરે ચાર વર્ષ પૂર્વે જંગી ખર્ચ કરી રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. પરંતુ બ્રીજની બંને દિશામાં અવર જવર માટે તંત્ર દ્વારા કોઇ આયોજન કરાયું ન હતું. તેમજ યોગ્ય પ્લાનીંગ વગર ઊંચો ફુટ ઓવરબ્રિજ બનાવી તેના બંને દિશામાં 60 - 60 લોખંડનાં પગથીયા બનાવ્યા હતા. આ પગથિયા ચઢવા સિનિયર સિટીઝન, દર્દીઓ સહિત લોકો માટે અત્યંત કપરૂ બન્યુ છે. તેમજ આ ફુટ ઓવરબ્રિજ ઉપર પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી ઘણા ઉપર દિવસો સુધી વરસાદી પાણી ભરાઇ રહેતા લોકોને ગંકદીમાંથી પસાર થવુ પડે છે. જેનાંથી ત્રસ્ત લોકો બંને દિશામાં અવર જવર માટે શોર્ટકટ માર્ગ રૂપી કુલ પાંચ લાઇન પાટાની ઓળંગવા લાગ્યા અને ટૂંકા સમયગાળામાં અનેક લોકો ટ્રેનની અડફેટે આવીને મૃત્યુ પામ્યા. જેથી કીમનાં સરપંચ પ્રવિણ પટેલ સહિત આગેવાનોએ આ મામલે વડોદરા સ્થિત ડીઆરએમ અને રેલ મંત્રી સુધી ધારદાર રજૂઆત કરી હતી. આખરે રેલવે વિભાગે આ રજૂઆતને ધ્યાને લઈ કીમ પૂર્વ અને પશ્ચિમ દિશામાં લોકોની અવર જવર માટે અંદાજીત ત્રણથી ચાર મીટર પહોળી અને 70 મીટર લંબી અંડરપાસ ટનલ (સબવે) બનાવવાની કામગીરી શરૂ કરી છે. જેનાથી વેપારીઓ, વિદ્યાર્થીઓ અને લોકોમાં હર્ષની લાગણી જોવા મળી હી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward