android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ભાભર માર્કેટ યાર્ડ લીંબોળી ખરીદીનું હબ : રોજ 200 ટનથી વધુની આવક
calendar_today June 17, 2026

ભાભર માર્કેટ યાર્ડ લીંબોળી ખરીદીનું હબ : રોજ 200 ટનથી વધુની આવક

ભાભર માર્કેટ યાર્ડ આજે ઉત્તર ગુજરાતમાં લીંબોળીની સૌથી મોટી ખરીદી અને વેચાણની બજાર તરીકે ઓળખાય છે. હાલમાં માર્કેટ યાર્ડમાં રોજ અંદાજે 200 ટન જેટલી લીંબોળીની આવક થઈ રહી છે. અહીંથી ખરીદવામાં આવતી લીંબોળી વિવિધ સાઉથના રાજ્યોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે.એક સમય હતો જ્યારે ભાભર માર્કેટ યાર્ડની દેશભરમાં એરંડા વાયદા બજાર સહિત વાયદા બજાર તરીકે આગવી ઓળખ હતી. વાયદા બજાર બંધ થયા બાદ તેની ખ્યાતિમાં ઘટાડો થયો હતો, પરંતુ આજે પણ લીંબોળીની ખરીદી માટે ભાભર માર્કેટ યાર્ડ મહત્વનું કેન્દ્ર ગણાય છે. લીંબોળી કોઈ ખેતી કરીને ઉત્પન્ન થતી નથી અને તેના ઉત્પાદન પાછળ કોઈ ખાસ ખર્ચ પણ થતો નથી. લીમડાના વૃક્ષ પર આવતું ફ્ળ એટલે લીંબોળી. દર વર્ષે જૂન મહિનાના મધ્યભાગથી જુલાઈ મહિના સુધી મોટી માત્રામાં લીંબોળીની આવક શરૂ થાય છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ તેમજ વાવ-થરાદ વિસ્તારના લોકો અહીં લીંબોળી વેચવા પહોંચે છે.માર્કેટ યાર્ડમાં હાલ જ્યાં નજર કરો ત્યાં લીંબોળીના મોટા ઢગલા જોવા મળે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
અંધકારના રણમાં મીઠી વીરડીઃ માવતરની આંખો સમી દીકરી
calendar_today June 17, 2026

અંધકારના રણમાં મીઠી વીરડીઃ માવતરની આંખો સમી દીકરી

જીવન દરેક માટે સરળ હોતું નથી. જ્યાં સુધી આપણને બીજાના સંઘર્ષ, તેમની પીડા કે તેમની લાચારીનો અહેસાસ થતો નથી, ત્યાં સુધી માણસ મોટાભાગે પોતાને મળેલા અમૂલ્ય જીવન વિશે ફરીયાદો જ કરતો રહે છે. પરંતુ રસ્તા પરનું આ દૃશ્ય જિંદગીની નાની-મોટી ફરીયાદોને એક જ પળમાં શાંત કરી દેવા માટે પૂરતું છે. સામાન્ય રીતે આઠ-નવ વર્ષની ઉંમરે બાળકો પોતાના માતા-પિતાની આંગળી પકડીને ચાલતા હોય છે, પરંતુ અહીં વાસ્તવિકતા અલગ છે. શહેરના ધગધગતા ડામરના રસ્તા પરથી પૂરપાટ દોડતી ગાડીઓ વચ્ચે એક નાનકડી દીકરી માત્ર ટ્રાફ્કિવાળો રસ્તો જ પાર કરાવી રહી નથી, પરંતુ પોતાના પ્રજ્ઞાચક્ષુ માવતરની જિંદગીની નૈયાને પોતાના નાનકડા ખભા પર ઊંચકીને પાર કરાવી રહી છે. પિતા કોલેજ ડ્રોપઆઉટ છે, જ્યારે માતાએ સંગીતમાં વિશારદની પદવી મેળવી છે. સંગીતના કાર્યક્રમો મળે તો ઘરમાં પૈસા આવે છે; નહીં તો રસ્તા પર ભીખ માંગીને ઘરનું ગુજરાન ચાલે છે. આ આજના આપણા કહેવાતા વિકસિત સમાજની વ્યવસ્થા પર એક મસમોટો તમાચો છે. છતાં આ મજબૂરીના અંધકાર વચ્ચે પણ તેમની આશા મરી નથી અને એ જીવંત આશા એટલે તેમની આગળ ચાલતી આ દીકરી નાયરા. ધોરણ ચારમાં ભણતી આ બાળકીનો એક હાથ રસ્તા પર આવતી મુસીબતોને એટલે કે ગાડીઓને જાણે સમય બનીને પડકાર ફેકી રહ્યો છે અને બીજો હાથ માવતરનો મજબૂત સહારો બન્યો છે. માતા-પિતા ભલે આંખે જોઈ ન શકતા હોય, પરંતુ દીકરીના અકબંધ સપનામાં તેઓ પોતાનું ઉજ્જવળ ભવિષ્ય અને આવતીકાલનું અજવાળું સ્પષ્ટ જોઈ રહ્યા છે. 'સંદેશ'ના ફોટોજર્નાલિસ્ટે દીકરી સાથે વાત કરી ત્યારે તેના શબ્દો કોઈ પણ પથ્થરદિલ માણસને પીગળાવી દે તેવા હતા. તેણે પૂરી નિખાલસતા અને આત્મવિશ્વાસથી કહ્યું, 'હું ભણીશ, ખૂબ આગળ વધીશ અને મારા મમ્મી-પપ્પાને એક સારી જિંદગી આપીશ.'આ માત્ર એક બાળકીના બોલ નથી, આ ગરીબી, અંધકાર અને લાચારી સામે બળવો પોકારતો એક નાનકડો પણ અડગ દીવો છે. આજે ભલે આ દીકરી આકરા તાપમાં રસ્તો પાર કરાવતી હોય, પરંતુ એ વાત નક્કી છે કે આવતીકાલે આ જ દીકરી પોતાના માવતરને અંધકારમાંથી બહાર કાઢીને ઉજાસના શિખર સુધી ચોક્કસ પહોંચાડશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
સ્કેચર્સના એથ્લિટ કાર્તિક જોશીનો 2,000 કિમી.નો નવો માઇલસ્ટોન
calendar_today June 17, 2026

સ્કેચર્સના એથ્લિટ કાર્તિક જોશીનો 2,000 કિમી.નો નવો માઇલસ્ટોન

સ્કેચર્સ જે એક કમ્ફર્ટ ટેક્નોલોજી કંપની છે, તેના પ્રોજેક્ટ K2Kના નોંધપાત્ર માઈલસ્ટોન પૂર્ણ કરતા એથ્લિટ કાર્તિક જોશી 2000 કિલોમીટરનું સીમાચિહન પાર કરીને મહારાષ્ટ્ર પહોંચી ગયા છે. તેમણે 2જી મેના રોજ કારગિલથી આ દોડની શરૂઆત કરી હતી. મુંબઈ અને થાણેમાં તેમને રનિંગ કોમ્યુનિટીના સભ્યો તેમની સાથે જોડાયા હતા. અહીં કાર્તિક સાથે રાહુલ વીરા, સ્કેચર્સ સાઉથ એશિયા પ્રા. લિ.ના સીઈઓએ વાત કરી તેમની સાથે ઉજવણી કરી હતી. તેમણે આ દોડમાં સ્કેચર્સના એરો બર્સ્ટ અને એરો સ્પાર્કનો ઉપયોગ કર્યો છે. આ પ્રસંગે રાહુલ વીરા, સ્કેચર્સ સાઉથ એશિયા પ્રા. લિ.ના સીઈઓએ જણાવ્યું હતું કે, રનિંગ અને પર્ફોમન્સમાં નાવિન્ય એ સ્કેચર્સનો વૈશ્વિક સિદ્ધાંત છે. કાર્તિક જોશીએ કહ્યું હતું કે આ યાત્રામાં મારી કલ્પના બહારની કસોટી થઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward