android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: અસારવા - જયપુર એકસપ્રેસને ખાતીપુરા સુધી લંબાવાઈ, તારીખ 19મી જૂનથી અમલ થશે
calendar_today June 17, 2026

Ahmedabad: અસારવા - જયપુર એકસપ્રેસને ખાતીપુરા સુધી લંબાવાઈ, તારીખ 19મી જૂનથી અમલ થશે

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે તાજેતરમાં મુસાફરોની સુવિધા વધારવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. લાંબા સમયથી દોડતી અસારવા-જયપુર એક્સપ્રેસ ટ્રેનને આગામી તા.19મી જૂનથી જયપુરથી લંબાવી ખાતીપુરા સ્ટેશન સુધી દોડશે. આ ફેરફાર આગામી તા.19મી જૂન, 2026થી અમલી બનશે. રેલવે પ્રશાસન દ્વારા બંને દિશાની ટ્રેનો માટે સુધારેલું સમયપત્રક પણ જાહેર કરવામાં આવ્યું છે. ટ્રેન નંબર 12982 અસારવા - ખાતીપુરા એક્સપ્રેસ તા.19મી જૂન 2026થી નવા સમય મુજબ અસારવા સ્ટેશનથી રાત્રે 19:55 વાગ્યે ઉપડશે. તે બીજા દિવસે સવારે 07:30 વાગ્યે જયપુર અને 07:51 વાગ્યે ગાંધીનગર જયપુર પહોંચશે. ત્યાંથી આગળ વધીને સવારે 08:25 વાગ્યે તેના અંતિમ સ્ટેશન ખાતીપુરા ખાતે પહોંચશે. વળતી દિશામાં, ટ્રેન નંબર 12981 ખાતીપુરા - અસારવા એક્સપ્રેસ તા.20મી જૂન 2026થી ખાતીપુરા સ્ટેશનથી રાત્રે 20:05 વાગ્યે ઉપડશે. ત્યારબાદ રાત્રે 20:18 વાગ્યે ગાંધીનગર જયપુર અને 20:35 વાગ્યે જયપુર સ્ટેશને પહોંચશે. ત્યારબાદ બીજા દિવસે સવારે 08:40 વાગ્યે અસારવા ટર્મિનસ પર પરત ફરશે. રેલવેના સત્તાવાર નોટિફિકેશન મુજબ અસારવા અને જયપુર સ્ટેશન વચ્ચેના જૂના સમય અને સ્ટોપેજમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવો સમય માત્ર જયપુરથી આગળ ખાતીપુરા સુધી જ લાગુ પડશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: ભરૂચ ખાતે શાસ્ત્રીય સંગીત કાર્યક્રમમાં રસિકો તરબોળ થયા
calendar_today June 17, 2026

Bharuch: ભરૂચ ખાતે શાસ્ત્રીય સંગીત કાર્યક્રમમાં રસિકો તરબોળ થયા

ભરૂચ : ભરૂચ ખાતે સ્વરાકાર મ્યુઝિક ફાઉન્ડેશન દ્વારા આયોજીત સ્વરાકાર 2026 કાર્યક્રમ સંગીત રસિકોના ઉત્સાહભર્યા પ્રતિસાદ વચ્ચે સફળતાપુર્વક યોજાયો હતો. કાર્યક્રમના પ્રથમ સત્રમા પંડિત અમર ઓકે દ્વારા રાગ પૂરીયા ધનાશ્રી અને રાગ દુર્ગાની સુંદર વાંસળીવાદન રજુઆત કરવામાં આવી હતી. જેમાં તબલાપર અજિંક્ય જોશીએ સંગત આપી હતી. બીજા સત્રમાં વિદુષી ગાયત્રી જોશીએ રાગ જોગ તેમજ ભૈરવી ઠુમરીની ભાવસભર રજુઆત કરી હતી. હાર્મોનિયમ પર આકાર સુરતી અને તબલા પર અજિંક્ય જોશીએ સંગત કરીહતી. આ પ્રસંગે ભારતીય શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ વરિષ્ઠ સંગીતકાર સુકેતુ ઠાકરનું સ્વરાકાર મ્યુઝિક ફાઉન્ડેશનના ડિરેકટર ડો.પલક કાપડિયા અને સ્વરાકાર ટીમ હસ્તે સન્માન કરવામા આંવ્યુ હતુ. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કલાકારોની રજુઆતને હ્ય્દયપુર્વક વધાવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Narmada: વન વિભાગ દ્વારા રાજપીપળા ખાતે બીજ મેળો યોજાયો
calendar_today June 17, 2026

Narmada: વન વિભાગ દ્વારા રાજપીપળા ખાતે બીજ મેળો યોજાયો

રાજપીપળા : nર્મદા વન વિભાગ દ્વારા રાજપીપળા ખાતે બીજ મેળાનું આયોજન કરવામાં આવ્યું. નાયબ વન સંરક્ષક અભયકુમાર સિંઘ ની અઘ્યક્ષતામાં લુપ્ત થતી બીજ જાતો અને સ્થાનિક બીજ જાતો ના સરક્ષણ હેતુ કુલ 75 બીજ જાતોનું પ્રદર્શન બીટગાર્ડ, ફેરેસ્ટર દ્વારા કરવામાં આવ્યું.આ પ્રદશનમાં ટેટુ, પાટલા, ખડસીંગ, ભૂટાકો, રગત રોહીડો જેવી લુપ્ત થતી જાતો હતી. નર્મદાના જંગલોમાં આ વૃક્ષો ફરી પુનઃજીવિત કરવા નાયબ વન સરક્ષક દ્વારા સૂચનો કરવામાં આવ્યા. નાયબ વન સરક્ષક દ્વારા દરેક રેન્જમાંથી 2 ઉમદા રોજમદારો ને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ માં ACF અનિલ પ્રજાપતિ અને તમામ રેન્જના રેન્જ ફેરેસ્ટ ઓફ્સિર પણ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward