android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Himatnagar: હિંમતનગર તાલુકાના લીખીના ચેકડેમમાં ડુબતાં યુવાનનું મોત
calendar_today June 17, 2026

Himatnagar: હિંમતનગર તાલુકાના લીખીના ચેકડેમમાં ડુબતાં યુવાનનું મોત

હિંમતનગર તાલુકાના લીખી ગામની સીમમાં આવેલ એક ચેકડેમમાં સોમવારે ગામનો એક યુવાન અગમ્ય કારણોસર આ ચેકડેમમાં ડુબી જવાને કારણે તેનું મોત નિપજયું હતું જે અંગે હિંમતનગર ફાયરબ્રિગ્રેડને જાણ કરી બોલાવાઈ હતી ત્યારબાદ લગભગ સાત કલાકની મહેનત બાદ મંગળવારે ચેકડેમમાંથી મૃતક ધુળસિંહ અમરસિંહ ચૌહાણની લાશને બહાર કાઢી જરૂરી કાર્યવાહી કરાયા બાદ મૃતકના પરિવારને લાશ અપાઈ હતી એમ ફાયરબ્રિગ્રેડના મયંકભાઈ પટેલે જણાવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: પાટણમાં પેટ્રોલ પંપ પરથી શ્રામ વિભાગે બાળ શ્રામિકને મુક્ત કરાવ્યા
calendar_today June 17, 2026

Patan: પાટણમાં પેટ્રોલ પંપ પરથી શ્રામ વિભાગે બાળ શ્રામિકને મુક્ત કરાવ્યા

પાટણ શહેરમાં એક પેટ્રોલપંપ પર પેટ્રોલપંપના ડિલર દ્વારા એક બાળકને કામ પર રાખી બાળ મજુરી કરાવાતી હોવાની માહિતી પાટણ શ્રામ વિભાગને થતાં ટીમ દ્વારા પેટ્રોલપંપ પર રેડ કરી બાળ મજૂરને મુક્ત કરાવી પેટ્રોલપંપના ડિલર વિરુદ્ધ પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.પાટણ જિલ્લામાં ચાલતી બાળ મજુરી અટકાવવા માટે શ્રામ વિભાગ દ્વારા અવારનવાર તપાસ હાથ ધરીને બાળકો પાસે કરાવાતી મજુરીને લઈ કામ પર રાખનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પાટણ શહેરમાં રેલવે સ્ટેશન રોડ પર આવેલ એક પેટ્રોલપંપ પર એક બાળ મજુરને ફીલર તરીકે નોકરી પર રાખી બાળ મજુરી કરાવાતી હોવાની માહિતી પાટણ શ્રામ વિભાગને મળતાં ટીમ સાથે પેટ્રોલપંપ પર પહોંચી બાળ મજુરને મુક્ત કરાવીને પેટ્રોલપંપના ડિલર વિરેનભાઈ અશ્વિનભાઈ શાહ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhotaudepur: નસવાડી ખાતે ભીલ ચંદાબેન ચૂનીલાલ સાયન્સ સ્કૂલમાં વૃક્ષારોપણ કરાયું
calendar_today June 17, 2026

Chhotaudepur: નસવાડી ખાતે ભીલ ચંદાબેન ચૂનીલાલ સાયન્સ સ્કૂલમાં વૃક્ષારોપણ કરાયું

નસવાડી : નસવાડીની ભીલ ચંદાબેન ચુનીલાલ સાયન્સ સ્કૂલ ખાતે પર્યાવરણ જાગૃતિ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ સાથે વૃક્ષારોપણ કરાયું હતું. જેમાં શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરાયું હતું. વૃક્ષોના સંવર્ધન, પર્યાવરણના જતન અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું. આચાર્યે વૃક્ષોના મહત્વ વિશે જણાવ્યું હતું કે, વૃક્ષો માનવજીવન માટે અમૂલ્ય સંપત્તિ છે. અને પર્યાવરણનું સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે વિદ્યાર્થીઓને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા અપીલ કરી હતી. ઉપસ્થિત શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ પર્યાવરણ સંરક્ષણ માટે પ્રયાસો કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward