android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Lunavada: લુણાવાડા APMCનાં ચેરમેન પદે ભાનુપ્રસાદ પટેલ અને વા.ચે. પદે ડાહ્યાભાઈ પગી બિનહરીફ
calendar_today June 17, 2026

Lunavada: લુણાવાડા APMCનાં ચેરમેન પદે ભાનુપ્રસાદ પટેલ અને વા.ચે. પદે ડાહ્યાભાઈ પગી બિનહરીફ

લુણાવાડા : લુણાવાડા ખરીદ વેચાણ ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ની ચૂંટણીમાં ચેરમેન્ા પદે ભાનુપ્રસાદ કાળીદાસ પટેલ અને વાઇસ ચેરમેન પદે ડાહ્યાભાઈ રણછોડભાઈ પગી બિનહરીફ્ ચૂંટાઈ આવ્યા હતાં.લુણાવાડાAPMCમાં ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે આજે ચૂંટણી યોજાવાની હતી. જેમાં ચેરમેન પદ માટે ભાનુપ્રસાદ કાળીદાસ પટેલ અને વાઇસ ચેરમેન પદે ડાહ્યાભાઈ રણછોડભાઈ પગી મેદાને હતાં. જ્યારે તેમની સામે કોઈ ઉમેદવારે ઉમેદવારી નહીં નોંધાવતાં બંનેની બિનહરીફ વરણી કરાઈ હતી. આ વિજય બદલ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બંને નવનિયુક્ત પદાધિકારીઓને રૂબરૂ મળીને પુષ્પગુચ્છ આપી મોં મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનના નેતૃત્વમાં લુણાવાડા APMC દ્વારા ખેડૂત મિત્રો તેમજ વેપારી ભાઈઓના હિતમાં કાર્યો કરાશે, તેવો અગ્રણીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે ભાજપના જિલ્લા પ્રમુખ દશરથભાઈ બારીયાની ઉપસ્થિતિમાં સંગઠનના હોદ્દેદારોનું બહુમાન કરાયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Deesa: ખેડૂત યુવકને હનીટ્રેપમાં ફસાવનાર યુવતીને રાજસ્થાનથી ઝડપી લેવાઈ
calendar_today June 17, 2026

Deesa: ખેડૂત યુવકને હનીટ્રેપમાં ફસાવનાર યુવતીને રાજસ્થાનથી ઝડપી લેવાઈ

ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતી કરી અને ગુજરાત ચલાવતા યુવકને ફોન મેસેજ કરી પાલનપુર ખાતે બોલાવી અને અલગ અલગ જગ્યાએ લઈ જઈ અને તેની પાસેથી રૂા.54,000 પડાવી લેનાર હનીટ્રેપની ગેંગના 4 ઝડપાયા બાદ હવે પોલીસે કિરણ નામની યુવતીને પણ રાજસ્થાનથી ઝડપી લીધી છે. ડીસા પંથકના ખેડૂત યુવકને ફોનમાં મેસેજ કરી અને પરિચય કેળવ્યો હતો અને પરિચય કર્યા બાદ તેને મળવા માટે પાલનપુર બોલાવ્યો હતો આથી યુવક ગાડી લઈને પાલનપુર આવતો હતો તે વખતે તેને બાદરપુરા ગામ નજીક ઉભો રાખી અને તેની ગાડીમાં બેસી ગયેલ બંને યુવતીઓએ તેને પાલનપુર મોલમાં લઈ ગયેલ અને ત્યાંથી એક હોટલમાં જમવા ગયેલ અને જમ્યા બાદ તેને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ તેનો વિડીયો ઉતારી રહેલ યુવતી અંગે શંકા જતા યુવકે ત્યાંથી પરત નીકળી ગયેલ અને તે સમયે વડગામ જવું છે તેમ કહી અને ગાડીમાં બેસી ગયેલ આથી વડગામ મુકવા જતી વખતે રસ્તામાં તેની ગાડીને આંતરી અને ગાડીમાં આવેલા ચાર યુવકોએ અપહરણ કરી અને રૂપિયા 4000 પડાવી લીધા હતા અને બાકીના 50,000 રૂપિયા તેના કાકા પાસે મંગાવ્યા હતા. આમ કુલ રૂા.54,000 પડાવી લીધા બાદ બાકીના રૂપિયા આપવા માટે દબાણ કરી રહ્યા હતા જે અંગે ખેડૂત યુવકે તેના કાકાને વાત કરતા આ બાબતે તેના કાકાની મદદથી ગઢ પોલીસ મથકે ફરીયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં પોલીસે અગાઉ ચાર યુવકોની અટકાયત કરી હતી અને આ કેસમાં સંડોવાયેલા એક કિરણ નામની યુવતીને પોલીસે રાજસ્થાનના ગંગાનગરથી ઝડપી લીધી હતી અને આ કેસમાં બાકી રહેલ પુજા નામની યુવતીની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Panchmahal: વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત જન કલ્યાણ શિબિર યોજાઈ
calendar_today June 17, 2026

Panchmahal: વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત જન કલ્યાણ શિબિર યોજાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે, મહીસાગર જિલ્લાના મોટા ખાનપુર પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત જન કલ્યાણ શિબિર યોજાઈ હતી.આ જન કલ્યાણ શિબિરમાં છેલ્લા 12 વર્ષમાં દેશમાં ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, ખેડૂત હિત, માળખાગત સુવિધાઓ અને આરોગ્ય ક્ષેત્રે થયેલા ઐતિહાસિક કાર્યો અને વિકાસગાથાની વિસ્તૃત માહિતી ઉપસ્થિત ગ્રામજનોને અપાઈ હતી. આરોગ્ય, પંચાયત, ખેતીવાડી, અને સમાજ કલ્યાણ સહિતના વિવિધ વિભાગો દ્વારા માર્ગદર્શન સ્ટોલ્સ ઊભા કરાયા હતા. સ્થળ પર જ ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નાગરિકોને આયુષ્માન ભારત પી.એમ.જે.એ.વાય કાર્ડ, પીએમ કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), પીએમ સ્વનિધિ અને ઉજ્જવલા યોજના જેવી વિવિધ ફ્લેગશિપ યોજનાઓ વિશે માર્ગદર્શન આપી, પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સ્થળ પર જ યોજનાકીય લાભો એનાયત કરાયા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના મંજૂરી પત્રો તેમજ પ્રમાણપત્રોનું વિતરણ કરાયું હતું. શિબિરમાં સ્થાનિક પદાધિકારીઓ વહીવટી તંત્રના અધિકારીઓ, સરપંચો, વિવિધ યોજનાઓના લાભાર્થીઓ તેમજ ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward