android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Panchmahal: પંચમહાલ જિલ્લા મુખ્ય શિક્ષકHTATસંઘની ચિંતન શિબિર યોજાઈ
calendar_today June 17, 2026

Panchmahal: પંચમહાલ જિલ્લા મુખ્ય શિક્ષકHTATસંઘની ચિંતન શિબિર યોજાઈ

પંચમહાલ જિલ્લા મુખ્યશિક્ષક HTAT સંઘ (સૂચિત)ની ચિંતન શિબિર અને સંમેલન ગોધરા ખાતે યોજાયું હતું. જેમાં જિલ્લાના તમામ તાલુકામાંથી મોટી સંખ્યામાં મુખ્ય શિક્ષકો હાજર રહ્યા હતાં.ગોધરા સ્થિત મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે પંચમહાલ જિલ્લા HTAT સંઘનું સંમેલન યોજાયું હતું. રાજ્ય મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ અપૂર્વભાઈ શ્રીમાળીના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ હતી. પંચમહાલ જિલ્લામાંથી નિવૃત થતાં HTAT મુખ્ય શિક્ષકોનું સન્માનપત્રક દ્વારા સન્માન કર્યું હતું. જિલ્લા મહામંત્રી ચેતનભાઈ પટેલે રાજ્ય કક્ષાએ ચાલતી HTAT સંગઠન્ા વિશેની માહિતી આપી હતી. રાજ્ય મુખ્યશિક્ષકHTATસંઘના સલાહકાર પટેલ જગતસિંહે મુખ્ય શિક્ષકની 2012ની ભરતીથી આજ સુધી થયેલ ફેરફર તેમજ કેડરના લાભ અને ગેરલાભ વિષે માહિતી આપી, સૌને સંગઠિત રહેવાની હાકલ કરી હતી. જિલ્લા પ્રમુખ વિજયસિંહ રાઠોડે પંચમહાલ જિલ્લા સંગઠનની કામગીરી અને વર્તમાન પરિસ્થિતિમાં ચાર્જ સોંપવા બાબતે સેવા સળંગના હુકમો તેમજ વહીવટી બાબતોની ચર્ચા કરી હતી. પ્રમુખ અપૂર્વભાઈએ સંગઠનના અગાઉ કરેલા કામ અને વર્તમાન કામ તેમજ ભવિષ્યના કરવાના કામની ઝાંખી આપી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ અભિનંદન આપ્યા હતાં. કોષાધ્યક્ષ કનુભાઈ પગી, જિલ્લાના હોદ્દેદાર અને તાલુકાના પ્રમુખ મંત્રીઓએ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: નસવાડીમાં વીજ સમસ્યાથી ખેડૂતો મુશ્કેલીમાં
calendar_today June 17, 2026

Vadodara: નસવાડીમાં વીજ સમસ્યાથી ખેડૂતો મુશ્કેલીમાં

હાલ ચોમાસાની સીઝન શરૂ થતાં જ નસવાડી તાલુકામાં ખેડૂતો દ્વારા મોટા પાયે વાવેતર કરાઇ રહ્યું છે. જ્યારે કેટલાય ખેડૂતો પોતાનું વાવેતર પૂર્ણ કરી ચૂક્યા છે. પરંતુ, વર્તમાન સમયમાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જે ખેડૂતો પાસે પિયતની વ્યવસ્થા ઉપલબ્ધ છે. તેઓ કૂવા કે ટયુબવેલ મારફ્તે પિયત આપીને પોતાના મોંઘા બિયારણને બચાવવા માટે રાત-દિવસ મથામણ કરી રહ્યાં છે.આ કપરી પરિસ્થિતિમાં વીજ કંપનીની બેદરકારી ખેડૂતો માટે પડતા પર પાટા સમાન છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, કોઈપણ જાતની પૂર્વ સૂચના આપ્યા વિના દિવસમાં અસંખ્ય વાર વીજ પુરવઠો ખોટકાય છે. આ આડેધડ પાવર કટને કારણે જે પિયતનું કામ માત્ર બે દિવસમાં પૂર્ણ થવાનું હોય તેમાં અઠવાડિયા કરતાં પણ વધુ સમય નીકળી રહ્યો છે. જેને લીધે પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. દર વર્ષે આવી જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અને અંતે ખેડૂતોને જ આર્થિક નુકસાન વેઠવું પડે છે.આ ગંભીર બાબતે સ્થાનિક સામાજિક કાર્યકર અને ખેડૂત અગ્રણી વનરાજસિંહનો સંપર્ક સાધતા તેમણે ઉગ્ર રોષ સાથે જણાવ્યું હતું કે, ચોમાસા પહેલા વીજ લાઇનનું યોગ્ય મેન્ટેનન્સ થાય અને પૂરતો સ્ટાફ્ કાર્યરત કરવામાં આવે તે માટે તેમણે બે મહિના અગાઉ જ સંબંધિત અધિકારીને લેખિત રજૂઆત કરી હતી. છતાં, તંત્રની ઘોર બેદરકારીને કારણે આજે ફરી એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને ખેડૂતો પરેશાન થયા છે.અધિકારીઓ સમક્ષ અગાઉ રજૂઆત કરવા છતાં કોઈ સકારાત્મક પરિણામ ન આવતા, આખરે વનરાજસિંહ દ્વારા આ સમગ્ર મામલે સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરાઇ છે. વરસાદ ખેંચાવાની ગંભીર સ્થિતિને જોતા, હાલમાં ખેતીવાડી માટે મળતા 8 કલાકના વીજ પુરવઠાને વધારીને 10 કલાક કરવા માંગ કરાઇ છે. ધારાસભ્યે પણ આ પ્રશ્નની ગંભીરતા સમજીને તેઓને ખાતરી આપી છે કે, તેઓ ખેડૂતોના હિતમાં સરકાર અને ઉચ્ચ કક્ષાએ આ બાબતની મજબૂત રજૂઆત કરશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: પાદરા બાર ઍસોસિએશન દ્વારા કોર્ટ સ્થળાંતરિત કરવાનો વિરોધ
calendar_today June 17, 2026

Vadodara: પાદરા બાર ઍસોસિએશન દ્વારા કોર્ટ સ્થળાંતરિત કરવાનો વિરોધ

પાદરા સિવિલ કોર્ટનું સ્થળાંતર સ્થાનિક બાર એસોસિએશનને વિશ્વાસમાં લીધા વિના કરવાના નિર્ણય સામે વકીલ આલમમાં ભારે રોષ ફટી નીકળ્યો છે. પાદરા બાર એસો.ને વડોદરાના ડિસ્ટ્રિક્ટ જજને લેખિત રજૂઆત કરીને નિર્ણય પર તાત્કાલિક રોક લગાવવા માંગ કરી છે.પાદરા બાર એસો. પ્રમુખ દીપક પ્રજાપતિએ જણાવ્યું હતું કે, પાદરા કોર્ટ માત્ર એક સરકારી ઇમારત નથી. પરંતુ આઝાદી બાદથી ન્યાયિક પરંપરા અને વકીલાતની ગૌરવશાળી ઓળખનું કેન્દ્ર છે. છતાં બારના હોદ્દેદારો અને સભ્યોને અંધારામાં રાખીને કોર્ટ ખસેડવાનો નિર્ણય લેવાયો છે. જે માત્ર આર એન્ડ બી વિભાગના સ્ટેબિલિટી રિપોર્ટના આધારે લેવાયો છે. જ્યારે તે રિપોર્ટ પણ સરકારના દબાણ હેઠળ તૈયાર કરાયો હોવાનો દાવો કરાયો છે. વધુમાં, એક વર્ષથી વધુ સમયથી કોર્ટ કાર્યરત હોવા છતાં અચાનક સ્થળાંતરની ઉતાવળ શા માટે તે અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.કોર્ટ માટે વૈકલ્પિક સ્થળ તરીકે પસંદ કરાયેલી ઝંડા શાળાને લઈને પણ બાર એસોસિએશન દ્વારા જણાવાયું છે કે, શાળાના બિલ્ડિંગના સ્ટેબિલિટી રિપોર્ટમાં છતને 74 ટકા અને માળખાને 37 ટકા નુકસાન દર્શાવાયું છે. ઉપરાંત ત્યાં ધો.1થી 7 સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેના કારણે શિક્ષણ અને ન્યાયિક કામગીરીને એક જ પરિસરમાં ચલાવવી યોગ્ય નથી. શાળા સુધી પહોંચવાનો માર્ગ પૂરતો વિકસિત નથી, પાર્િંકગની કોઈ વ્યવસ્થા નથી. રહેણાંક વિસ્તારમાં કોર્ટ કાર્યરત થવાથી ટ્રાફ્કિ, સુરક્ષા અને જાહેર વ્યવસ્થાના પ્રશ્નો ઊભા થઈ શકે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward