android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dabhoi: ડભોઇમાં શિનોર ચોકડી ખાતે પોલીસ દ્વારા સઘન વાહનચેકિંગ
calendar_today June 17, 2026

Dabhoi: ડભોઇમાં શિનોર ચોકડી ખાતે પોલીસ દ્વારા સઘન વાહનચેકિંગ

માર્ગ અકસ્માતોના પ્રમાણને નિયંત્રિત કરવા અને વાહનચાલકોમાં ટ્રાફ્કિ નિયમો પ્રત્યે જાગૃતિ કેળવવાના ઉદ્દેશ્ય સાથે ડભોઈની વ્યસ્ત ગણાતી શિનોર ચોકડી ખાતે પોલીસ વિભાગના ડીવાયએસપી આકાશ પટેલ અને ડભોઇના પી.આઈ. એ.ટી. પટેલના સીધા માર્ગદર્શનમાં સઘન વાહન ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું.આ વિશેષ ઝુંબેશ દરમિયાન શિનોર ચોકડી પરથી પસાર થતાં તમામ નાના-મોટા વાહનોની ઝીણવટભરી તપાસ કરાઇ હતી. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વાહનોના જરૂરી દસ્તાવેજો (જેવા કે લાયસન્સ, આર.સી. બુક, પી.યુ.સી. અને વીમો), ટ્રાફ્કિ નિયમોનું પાલન તેમજ વાહનોની કાયદેસરની સ્થિતિ ચકાસણી કરાઇ હતી. પોલીસે ખાસ કરીને કાળા કાચ (ટીન્ટેડ ગ્લાસ) ધરાવતી ફેર-વ્હીલર ગાડીઓ સામે કડક ઝુંબેશ ચલાવી હતી. અને સ્થળ પર જ કાળા કાચની ફ્લ્મિ દૂર કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જરૂરી દસ્તાવેજો ન હોવાને કારણે 3 મોટરસાઇકલ સ્થળ પર જ ડિટેઈન કરાઇ હતી. ટ્રાફ્કિ નિયમોનો ભંગ કરનારા 5થી વધુ બાઈક ચાલકો સામે દંડ વસૂલવાની કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી. જેને પગલે ફફડાટ ફેલાયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: વડુની શાળામાં વીજ સલામતી, ઊર્જા બચત અંગે જાગૃતિ કાર્યક્રમ
calendar_today June 17, 2026

Vadodara: વડુની શાળામાં વીજ સલામતી, ઊર્જા બચત અંગે જાગૃતિ કાર્યક્રમ

માસર રોડ : સોમવારે MGVCLજાંબુવા વિભાગીય કચેરી અંતર્ગત મોભા પેટા વિભાગીય કચેરી દ્વારા વડુ સ્થતિ મહાલક્ષ્મી નગીનદાસ વિદ્યાલય ખાતે વીજ સલામતી, વીજ ઊર્જા બચત, વીજચોરી નિવારણ અને સ્માર્ટ મીટર અંગે વિદ્યાર્થી માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમા વિજળીનો સલામત ઉપયોગ, વીજ અકસ્માતથી બચવાના ઉપાય, વીજ ઊર્જાની બચતનું મહત્વ અને વીજચોરીના દુષ્પરિણામો અંગે માર્ગદર્શન અપાયું હતું. સ્માર્ટ મીટરના વપરાશની માહિતિ અને બિલિંગમાં પારદર્શિતા અંગે સમજાવાયું હતું. કાર્યક્રમમાં MGVCLના કા.પા.ઇ સી વી ભટ્ટ, ના. ઇજનેર એન આર પટેલ, જુ. ઇજનેર જે પી રાઠવા ઉપસ્થિત રહ્યાંહતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Updated : ફ્રાંસમાં G7 સંમેલનમાં PM મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી, બંને વચ્ચે દ્વિપક્ષિય વાતચીત
calendar_today June 16, 2026

Gujarat Latest News Updated : ફ્રાંસમાં G7 સંમેલનમાં PM મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી, બંને વચ્ચે દ્વિપક્ષિય વાતચીત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 16JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward