android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadhના કેશોદમાં વ્યાજખોરોનો આતંક: પાણી પુરવઠાના કર્મચારીએ સુસાઈડ નોટ લખી ઝેરી દવા પીધી
calendar_today June 16, 2026

Junagadhના કેશોદમાં વ્યાજખોરોનો આતંક: પાણી પુરવઠાના કર્મચારીએ સુસાઈડ નોટ લખી ઝેરી દવા પીધી

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાંથી વ્યાજખોરોના બેફામ આતંકની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં વ્યાજખોરો દ્વારા આપવામાં આવતી સતત ધમકીઓ અને માનસિક ત્રાસથી કંટાળીને એક સરકારી કર્મચારીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. પાણી પુરવઠા બોર્ડમાં ફરજ બજાવતા આ કર્મચારીએ વ્યાજખોરોના અસહ્ય દબાણના કારણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. હાલ તેમને ગંભીર હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ સારવાર હેઠળ છે.પૈસા ચૂકવ્યા છતાં વધુ નાણાંની પઠાણી ઉઘરાણીપીડિત કર્મચારીએ ભૂતકાળમાં વ્યાજે રૂપિયા લીધા હતા, જેની વ્યાજ સહિતની તમામ રકમ તેમણે સમયસર ચૂકવી દીધી હતી. આમ છતાં, લાલચુ વ્યાજખોરોની ભૂખ સંતોષાઈ નહોતી અને તેઓ અવારનવાર વધુ પૈસા પડાવવા માટે પઠાણી ઉઘરાણી કરતા હતા. વ્યાજખોરો દ્વારા અવારનવાર ઘરે આવીને કે ફોન પર જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી. આ રોજ-રોજના માનસિક ત્રાસ અને સામાજિક બદનામીના ડરથી કંટાળીને કર્મચારીએ આ આત્યંતિક પગલું ભર્યું હતું.સુસાઈડ નોટ લખી જીવન ટૂંકાવવાનો પ્રયાસઆપઘાતનો પ્રયાસ કરતા પહેલાં કર્મચારીએ એક સુસાઈડ નોટ પણ લખી છે, જેમાં વ્યાજખોરોના ત્રાસ અને ધમકીઓનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા અને તેમણે તાત્કાલિક સમગ્ર મામલે સ્થાનિક પોલીસને વાકેફ કર્યા હતા. પોલીસે સુસાઈડ નોટના આધારે અને પરિવારના નિવેદનના પગલે વ્યાજખોરો વિરૂદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodaraના લામડાપુરા ગામે તોડફોડનો મામલો: સરપંચ પુત્ર સહિત 8 આરોપીઓ સામે પોલીસની કડક કાર્યવાહી
calendar_today June 16, 2026

Vadodaraના લામડાપુરા ગામે તોડફોડનો મામલો: સરપંચ પુત્ર સહિત 8 આરોપીઓ સામે પોલીસની કડક કાર્યવાહી

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરા ગામે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસાવતી એક ગંભીર ઘટના સામે આવી છે. અહીં ગામના સરપંચના પુત્રએ સામાન્ય વિવાદમાં કાયદો હાથમાં લઈને ભાડૂતી ગુંડાઓ બોલાવી ભારે તોડફોડ મચાવી હતી. આ ગુંડાગીરીના પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જો કે, ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને મંજુસર પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવીને મુખ્ય સૂત્રધાર સહિતના તત્વો સામે કડક કાયદાકીય સિકંજો કસ્યો છે.આર્મ્સ એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલસરપંચ પુત્ર દ્વારા હથિયારો સાથે આવેલા ભાડૂતી ગુંડાઓનો સહારો લઈને આતંક મચાવવામાં આવ્યો હોવાની ફરિયાદ મળતા જ મંજુસર પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે આ મામલે આર્મ્સ એક્ટ (હથિયાર ધારો) તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ગંભીર કલમો હેઠળ આઠ ઈસમો સામે ગુનો નોંધી દીધો હતો. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં જ તમામ 8 આરોપીઓને દબોચી લીધા હતા અને લોકઅપ ભેગા કરી દીધા હતા.ગુના વાળા સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું, રિમાન્ડ મેળવવા તજવીજઆરોપીઓની ધરપકડ કર્યા બાદ મંજુસર પોલીસની ટીમ તમામ 8 આરોપીઓને કડક પોલીસ બંદોબસ્ત સાથે લામડાપુરા ગામે ઘટનાસ્થળે લઈ ગઈ હતી. પોલીસે ત્યાં સમગ્ર ગુનાનું રિકન્સ્ટ્રક્શન (પુનઃનિર્માણ) કરાવ્યું હતું, જેથી અસામાજિક તત્વોમાં કાયદાનો ડર પેદા થાય. પોલીસે આ હિંસક ઘટનામાં કયા હથિયારોનો ઉપયોગ થયો હતો અને અન્ય કોણ સામેલ છે તેની ઊંડી તપાસ માટે તમામ આરોપીઓને અદાલતમાં રજૂ કરી તેમના પોલીસ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar News: આવતીકાલે 17 જૂને સાંજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાશે
calendar_today June 16, 2026

Gandhinagar News: આવતીકાલે 17 જૂને સાંજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાશે

ગાંધીનગરમાં દર બુધવારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજવામાં આવે છે. બુધવારે સવારે યોજાતી આ બેઠકમાં રાજ્યના વિકાસ સહિતના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવે છે. ત્યારે આવતીકાલે સાંજે કેબિનેટની બેઠક મળશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાતી આ બેઠકમાં રાજ્યના હિતને સ્પર્શતા અનેક મુદ્દાઓ પર ગહન ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ બેઠકનો મુખ્ય એજન્ડા રાજ્યની નવી ઔદ્યોગિક નીતિ અંગેનો રહેશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.  પાણીની ઉપલબ્ધતા અંગે સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવશેગુજરાતમાં ઉદ્યોગો અને રોકાણોને વધુ આકર્ષક બનાવવા માટે નવી ઓદ્યોગિક નીતિમાં કયા નવા પાસાઓ જોડવા તેના પર વિસ્તૃત ચર્ચા થશે.આ ઉપરાંત પંચમહાલ ખાતે યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત રીઝનલ સમિટની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરીને તેને આખરી ઓપ આપવામાં આવશે.બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચોમાસાની સ્થિતિ, વાવણી અને કૃષિ ક્ષેત્રની પ્રગતિ તેમજ પીવાના અને સિંચાઈના પાણીની ઉપલબ્ધતા અંગે સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવશે.રાજ્યમાં ચાલી રહેલા વિવિધ મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની પ્રગતિની પણ ચર્ચાઓ કરવામાં આવશે જેથી વિકાસલક્ષી કાર્યો સમયસર પૂરા થઈ શકે.રાજ્યની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચાઓ કરશેરાજ્યમાં આગામી ચોમાસાની સ્થિતિ અને ખેતીમાં સિંચાઈના પાણીની સ્થિતિ અંગે પણ ચર્ચાઓ કરવામાં આવશે. રાજ્યમાં ચોમાસા પહેલા થયેલી પ્રિ મોન્સૂન કામગીરી અંગે પણ ચર્ચાઓ કરવામાં આવશે. ઘણા સમયથી રાજ્ય સરકારની આ કેબિનેટની બેઠક સવારના સમયે યોજાતી હતી. પરંતુ આવતીકાલે સાંજે પાંચ વાગ્યે આ બેઠક મળશે. જેમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીઓ હાજર રહેશે. મુખ્યમંત્રી તમામ પાસાઓ પર રાજ્યની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચાઓ કરશે.  આ પણ વાંચોઃ Ahmedabad : ઓલા, ઉબર અને રેપિડોના ગેરકાયદે કોમર્શિયલ ઉપયોગ મુદ્દે હાઇકોર્ટનું કડક વલણ, એક સપ્તાહમાં જવાબ માંગ્યો!

Read Full Story arrow_forward