android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ram Mandir Donation Row : ચલણી નોટોની ગણતરી કરનારા 43 કર્મચારી SITની રડાર પર
calendar_today June 16, 2026

Ram Mandir Donation Row : ચલણી નોટોની ગણતરી કરનારા 43 કર્મચારી SITની રડાર પર

અયોધ્યાના રામ મંદિર ખાતે દાનના મેનેજમેન્ટને લઈને ચાલી રહેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસ વચ્ચે ચંપત રાયના નજીકના સહયોગી માનવામાં આવતા રામ શંકર યાદવ ઉર્ફે ટીનૂ યાદવે પોતાના ઉપર લાગેલા તમામ આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું કે તેમના વિરુદ્ધ ફેલાવવામાં આવતા આરોપો સંપૂર્ણપણે મનઘડંત છે અને કેટલાક લોકો ઈર્ષ્યા તથા દુર્ભાવનાના કારણે આ પ્રકારની અફવાઓ ફેલાવી રહ્યા છે.મારી આર્થિક સ્થિતિ અંગે શંકા કરવાની કોઈ જરૂર નથી: ટીનૂ યાદવટીનૂ યાદવે વાતચીતમાં કહ્યું કે તેઓ 1983થી સંગઠન સાથે જોડાયેલા છે અને તેમની સંપત્તિ અંગે લગાવવામાં આવતા આરોપો ખોટા છે. તેમના જણાવ્યા મુજબ તેમનું ઘર અને અન્ય સંપત્તિઓ મંદિર નિર્માણ પહેલા જ ખરીદવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યું કે તેઓ હોસ્ટેલ પણ ચલાવે છે અને તેમની આર્થિક સ્થિતિ અંગે કોઈ શંકા કરવાની જરૂર નથી.તપાસ એજન્સી બોલાવશે તો સંપૂર્ણ સહકાર આપીશરામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અંગે લાગેલા આરોપોને પણ તેમણે પાયાવિહોણા ગણાવ્યા છે. ટીનૂ યાદવે કહ્યું કે મંદિર સંચાલનમાં કોઈ પ્રકારની ચોરી થઈ નથી અને સમગ્ર મામલો માત્ર પ્રચાર માટે ઉઠાવવામાં આવી રહ્યો છે. તેમણે પડકાર આપ્યો કે જો કોઈ પાસે પુરાવા હોય તો તે જાહેર કરવામાં આવે. તેમણે વધુમાં જણાવ્યું કે SIT દ્વારા હજુ સુધી તેમની કોઈ પૂછપરછ કરવામાં આવી નથી, પરંતુ જો તપાસ એજન્સી તેમને બોલાવશે તો તેઓ સંપૂર્ણ સહકાર આપશે. તેમના કહેવા મુજબ ટ્રસ્ટમાં તેમની ભૂમિકા માત્ર સેવા કાર્યો સુધી મર્યાદિત રહી છે, જેમાં સફાઈ અને વ્યવસ્થાપન સંબંધિત જવાબદારીઓનો સમાવેશ થાય છે.શું 43 કર્મચારીઓની થશે તપાસ?આ વચ્ચે SIT દ્વારા દાન મેનેજમેન્ટ પ્રક્રિયાની વિગતવાર તપાસ ચાલુ છે. મળતી માહિતી મુજબ દાનપેટીઓમાંથી નીકળેલી નોટોની ગણતરી અને તેની ગોઠવણી પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં લગભગ 43 કર્મચારીઓ સાથે જોડાયેલા મુદ્દાઓની તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. તપાસ એજન્સી સમગ્ર મામલાની તમામ કડીઓ ખોલવા પ્રયત્ન કરી રહી છે.આ પણ વાંચો : National News : શું ઘુસણખોરો નાગરિકતા માટે આધારકાર્ડનો કરી રહ્યા છે ઉપયોગ? SCએ કેન્દ્ર અને રાજ્યોને મોકલી નોટિસ

Read Full Story arrow_forward
G7 સમિટમાં વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની થઈ મુલાકાત, 50 સેકન્ડ સુધી કરી વાતચીત
calendar_today June 16, 2026

G7 સમિટમાં વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની થઈ મુલાકાત, 50 સેકન્ડ સુધી કરી વાતચીત

ફ્રાન્સના એવિયન શહેરમાં યોજાયેલી G7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટૂંકી મુલાકાત થઈ છે. બંને નેતાઓ 16 મહિનાના સમય બાદ એકબીજાને મળ્યા. સમિટના સત્ર શરૂ થાય તે પહેલાં આ અનૌપચારિક મુલાકાત દરમિયાન બંને વચ્ચે હેન્ડશેક થયો અને અંદાજે 50 સેકન્ડ સુધી વાતચીત થઈ. મુલાકાત મિત્રતાપૂર્ણ માહોલમાં થઈ મળતી માહિતી મુજબ, જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ મીટિંગ હોલમાં બેઠા હતા ત્યારે વડાપ્રધાન મોદી ત્યાં પહોંચ્યા હતા. તે સમયે બંને નેતાઓએ સ્મિત સાથે એકબીજાનું સ્વાગત કર્યું અને હળવા સ્વરૂપમાં ચર્ચા કરી. આ મુલાકાત ખૂબ જ મિત્રતાપૂર્ણ માહોલમાં થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. આ સમિટ ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રો દ્વારા આયોજિત કરવામાં આવી હતી, જેમાં વિશ્વના અનેક દેશોના નેતાઓ એકત્ર થયા હતા. મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા પહેલાં મેક્રોએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું.બંને નેતાઓ વચ્ચે ઔપચારિક બેઠક બુધવારે સાંજે યોજાશેઉલ્લેખનીય છે કે તાજેતરમાં હોર્મુઝ વિસ્તારમાં અમેરિકી નૌસેનાની કાર્યવાહી દરમિયાન ત્રણ ભારતીય નાગરિકોના મૃત્યુ બાદ ભારતે આ મામલે કડક વલણ અપનાવ્યું હતું. આ ઘટનાને કારણે ભારત અને અમેરિકા વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થઈ હતી. આ પરિસ્થિતિ વચ્ચે બંને નેતાઓની આ ટૂંકી મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જોકે, બંને વચ્ચે સંપૂર્ણ ઔપચારિક બેઠક બુધવારે સાંજે યોજાવાની છે, જેમાં દ્વિપક્ષીય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થવાની શક્યતા છે.

Read Full Story arrow_forward
Ahmedabad News: AMCએ અદ્યતન રેઈન ફોરકાસ્ટિંગ સિસ્ટમ શરૂ કરી, દરેક વોર્ડ માટે અલગ વરસાદી આગાહી મળશે
calendar_today June 16, 2026

Ahmedabad News: AMCએ અદ્યતન રેઈન ફોરકાસ્ટિંગ સિસ્ટમ શરૂ કરી, દરેક વોર્ડ માટે અલગ વરસાદી આગાહી મળશે

અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુમાં અતિભારે વરસાદના કારણે ઊભી થતી પાણી ભરાવાની સમસ્યા અને ટ્રાફિક જામની સ્થિતિને પહોંચી વળવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે.AMC દ્વારા શહેરમાં ટેકનોલોજીના માધ્યમથી પૂર્વ તૈયારીઓ કરવા માટે એક અત્યંત અદ્યતન રેઇન ફોરકાસ્ટિંગ સિસ્ટમનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે.આ સિસ્ટમની મદદથી ચોમાસા દરમિયાન ઇમરજન્સી મેનેજમેન્ટ વધુ સુદ્રઢ બનશે.HPC ડેટાથી વરસાદનું અનુમાનઆ અદ્યતન સિસ્ટમ હેઠળ C-DAC એટલે કે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ પુણેના હાઈ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ ડેટાનો ઉપયોગ કરવામાં આવશે. આ ડેટાના આધારે પ્રિસિઝન વેધર ફોરકાસ્ટિંગ માટે જાણીતા વેધર રિસર્ચ એન્ડ ફોરકાસ્ટિંગ મોડલ આધારિત વરસાદની ચોક્કસ સ્થિતિ દર્શાવવામાં આવશે.આ સુવિધાના કારણે અમદાવાદ શહેરના દરેક વોર્ડ માટે અલગ-અલગ અને સચોટ વરસાદી આગાહી મેળવી શકાશે જે અત્યાર સુધી સમગ્ર શહેર માટે કોમન મળતી હતી.ગયા વર્ષે પણ AMC આ પ્રયોગ કર્યો હતોસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે કહ્યું હતું કે, આ ટેકનોલોજીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનાથી કયા વોર્ડ કે વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાનો છે તેની અગાઉથી ઓળખ કરી શકાશે. જે વિસ્તારોમાં પાણી ભરાવાની વધુ શક્યતા હશે ત્યાં AMCનું તંત્ર અગાઉથી જ વોટર પંપ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો તૈનાત કરી શકશે.આ આધુનિક પ્રયોગ પાછળનો મુખ્ય હેતુ નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર કરાવવા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થવાનો છે.ગયા વર્ષે પણ AMC દ્વારા આ પ્રકારનો પ્રયોગ પ્રાયોગિક ધોરણે કરવામાં આવ્યો હતો. જેની સફળતા અને સકારાત્મક પરિણામો જોયા બાદ ચાલુ વર્ષે આ સિસ્ટમને વધુ સચોટ અને વ્યાપક સ્તરે અમલી બનાવવામાં આવી છે. આ પણ વાંચોઃ Ahmedabad : ઓલા, ઉબર અને રેપિડોના ગેરકાયદે કોમર્શિયલ ઉપયોગ મુદ્દે હાઇકોર્ટનું કડક વલણ, એક સપ્તાહમાં જવાબ માંગ્યો!

Read Full Story arrow_forward