android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : AMTS ઈલેક્ટ્રિક બસ દુર્દશા મામલે કાર્યવાહી, JBM કંપનીને 25 હજાર રૂપિયાનો દંડ
calendar_today June 16, 2026

Ahmedabad News : AMTS ઈલેક્ટ્રિક બસ દુર્દશા મામલે કાર્યવાહી, JBM કંપનીને 25 હજાર રૂપિયાનો દંડ

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે AMTS તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે. લાલ દરવાજા ખાતે આવેલો રૂપાલી કન્સેસન પાસ ડેપો જ્યાં એક સમય બસોની અવરજવર રહેતી હતી ત્યાં હવે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. ઈલેક્ટ્રીક બસો પાર્કિંગમા પડી હોવાના કારણે ત્યાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોવાના દ્રશ્યો સામે આવ્યા હતાં. AMTS પાર્કિંગ વિસ્તારમાં દારૂની બોટલો, નશા માટે વપરાતી સિરપ અને દવાઓની બાટલીઓ મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું છે.AMTS ઈલેક્ટ્રિક બસ દુર્દશા મામલે કાર્યવાહી કરવામાં આવી છે. JBM કંપનીને 25 હજાર રૂપિયાનો દંડઅમદાવાદ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ઈલેક્ટ્રીક બસોની દુર્દશા અને દારૂનો અડ્ડો બની ગયેલી કોર્પોરેશનની જગ્યાની મુલાકાત લીધી હતી. તેમણે અધિકારીઓને રોજ ત્યાં રાઉન્ડ લેવાની સૂચના આપી છે. શહેરમાં લોકોની સુવિધા માટે 325 જેટલી નવી AC બસનો ઓર્ડર અપાયો હતો. ACની ખામીના કારણે 5 મહિનાથી બસો ધૂળ ખાઈ રહી છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ઈલેક્ટ્રીક બસ આપનાર JBM કંપનીને 25000 રૂપિયાનો દંડ કરાયો છે. જ્યારે ડોક્શન સિક્યુરિટી કંપનીને 10000 રૂપિયાનો દંડ ફટાકારાયો છે.  નવી ઇલેક્ટ્રિક બસના કાચ પણ તોડી નાખવામાં આવ્યાઅમદાવાદમાં AMTS પાર્કિંગ વિસ્તારમાં દારૂની બોટલો, નશા માટે વપરાતી સિરપ અને દવાઓની બાટલીઓ મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું છે.જનતાના ટેક્સના કરોડો રૂપિયાના ખર્ચે ખરીદાયેલી નવી ઇલેક્ટ્રિક બસો હાલ ડેપોના મેદાનમાં ઉભી રહી ધૂળ ખાઈ રહી છે.બીજી તરફ સુરક્ષાના અભાવે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાના પણ બનાવો સામે આવ્યા છે.ડેપોના મેદાનમાં ચારે તરફ દારૂની ખાલી બોટલો અને અન્ય કચરો જોવા મળ્યો હતો.એટલું જ નહીં, અહીં પાર્ક કરાયેલી નવી ઇલેક્ટ્રિક બસના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.આ પણ વાંચોઃ Ahmedabad : ઓલા, ઉબર અને રેપિડોના ગેરકાયદે કોમર્શિયલ ઉપયોગ મુદ્દે હાઇકોર્ટનું કડક વલણ, એક સપ્તાહમાં જવાબ માંગ્યો!

Read Full Story arrow_forward
Vadodaraના સાવલીમાં ખાણ-ખનીજ વિભાગની મોટી કાર્યવાહી: કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત
calendar_today June 16, 2026

Vadodaraના સાવલીમાં ખાણ-ખનીજ વિભાગની મોટી કાર્યવાહી: કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાંથી ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ સામે સરકારે લાલ આંખ કરી છે. સાવલીના કનોડા મહી નદીના પટમાં ચાલી રહેલા મોટા પાયે ગેરકાયદેસર ખનન પર ખાણ-ખનીજ વિભાગ દ્વારા અચાનક ત્રાટકીને અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગાંધીનગરની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવેલા આ દરોડાથી સમગ્ર પંથકના ભૂમાફિયાઓમાં ભારે દોડધામ મચી ગઈ છે.કરોડો રૂપિયાની કિંમતના વાહનો અને સાધનો કરાયા સીઝમહી નદીના પટમાં કાયદાના લીરેલીરા ઉડાડીને કુદરતી સંપત્તિની ચોરી કરવામાં આવી રહી હોવાની ચોક્કસ બાતમી ગાંધીનગર ફ્લાઈંગ સ્ક્વોડને મળી હતી. જેના આધારે ટીમે સવારે ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ સફળ ઓપરેશન દરમિયાન સ્થળ પરથી ગેરકાયદેસર ખનન માટે ઉપયોગમાં લેવાતા બ્રેકર મશીન, હિટાચી મશીન અને અનેક ટ્રકો સહિતનો કરોડો રૂપિયાનો મુદ્દામાલ ખાણ-ખનીજ વિભાગે જપ્ત કર્યો છે. હાલમાં તમામ સાધનો અને વાહનોને કબજે લઈને આગળની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.ડેમના કોન્ટ્રાક્ટર દ્વારા જ ગેરકાયદે ખનન થતું હોવાની આશંકાઆ દરોડા પાછળ એક ચોંકાવનારી વિગત પણ સામે આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહી નદીમાં મહી વીઅર ડેમનું નિર્માણ કાર્ય કરી રહેલા સરકારી કોન્ટ્રાક્ટર દ્વારા જ ડેમની આડમાં આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી હતી. જો કે, આ મામલે તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં હોવાથી અને મામલો હાઈપ્રોફાઈલ હોવાના કારણે ઉચ્ચ અધિકારીઓએ હાલ કેમેરા સામે કંઈ પણ બોલવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. આગામી સમયમાં એફઆઈઆર (FIR) નોંધાયા બાદ આ કૌભાંડની વધુ વિગતો બહાર આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
West Bengal : પરિણામના 42 દિવસ બાદ મમતા બેનર્જીએ ભવાનીપુરના પરાજયને કોર્ટમાં પડકાર્યો
calendar_today June 16, 2026

West Bengal : પરિણામના 42 દિવસ બાદ મમતા બેનર્જીએ ભવાનીપુરના પરાજયને કોર્ટમાં પડકાર્યો

પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી એકવાર ભવાનીપુર વિધાનસભા બેઠક ચર્ચાના કેન્દ્રમાં આવી છે. પશ્ચિમ બંગાળની પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભવાનીપુર વિધાનસભા ચૂંટણીના પરિણામને કોલકાતા હાઈકોર્ટમાં પડકાર્યો છે. મંગળવારે બપોરે મમતા બેનર્જી અચાનક કોલકાતા હાઈકોર્ટ પહોંચી. તેમની સાથે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ'બ્રાયન, ડોલા સેના અને કલ્યાણ બેનર્જી પણ હાજર રહ્યા હતા.આ બેઠક પરથી શુભેન્દુ અધિકારીએ જીત મેળવી હતીઅહેવાલો મુજબ મમતા બેનર્જી ચૂંટણી પરિણામ સામે દાખલ કરવામાં આવેલી અરજીના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવા માટે કોર્ટ પહોંચી હતી. ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી. આ ચૂંટણીમાં શુભેન્દુ અધિકારીએ જીત મેળવી હતી, જ્યારે મમતા બેનર્જીને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.મમતા બેનર્જીને માત્ર 58,812 મત મળ્યાચૂંટણીના અંતિમ પરિણામ મુજબ શુભેન્દુ અધિકારીને 73,917 મત મળ્યા હતા, જ્યારે મમતા બેનર્જીને 58,812 મત મળ્યા હતા. આ રીતે શુભેન્દુ અધિકારીએ 15,104 મતના અંતરથી જીત નોંધાવી હતી. ત્રીજા સ્થાને રહેલા સીપીઆઈ(એમ)ના ઉમેદવાર શ્રીજીબ વિશ્વાસને 3,556 મત મળ્યા હતા. મતગણતરી દરમિયાન શરૂઆતના 16થી 17 રાઉન્ડ સુધી મમતા બેનર્જી આગળ ચાલી રહી હતી. જોકે, ત્યારબાદ બંને ઉમેદવારો વચ્ચેનો મતફેર ધીમે ધીમે ઘટતો ગયો. મતગણતરીના અંતિમ તબક્કામાં શુભેન્દુ અધિકારીએ નોંધપાત્ર લીડ મેળવી અને આખરે વિજય હાંસલ કર્યો.ભવાનીપુર બેઠકની મતગણતરી દરમિયાન રાજકીય તણાવ અને હંગામાની ઘટનાઓ પણ સામે આવી હતી. હવે મમતા બેનર્જી દ્વારા ચૂંટણી પરિણામને કોર્ટમાં પડકારવામાં આવતા આ મામલો ફરી રાજકીય અને કાનૂની ચર્ચાનો વિષય બન્યો છે. હાઈકોર્ટમાં આ કેસની આગામી સુનાવણી પર સૌની નજર રહેશે.આ પણ વાંચો : Bomb Hoax:ટ્રેનમાં કન્ફર્મ સીટ ન મળી તો યુવકે ઉડાવી બોમ્બની અફવા, રેલવે સ્ટેશન પર મચી અફરાતફરી

Read Full Story arrow_forward