android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara-હાલોલ રોડ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત: અજાણ્યા વાહને ટક્કર મારતા બાઇક સવારનું કમકમાટીભર્યું મોત
calendar_today June 15, 2026

Vadodara-હાલોલ રોડ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત: અજાણ્યા વાહને ટક્કર મારતા બાઇક સવારનું કમકમાટીભર્યું મોત

વડોદરા-હાલોલ હાઇવે પર આજે અકસ્માતની ઘટના સામે આવી છે. વાઘોડિયા તાલુકાના કોટંબી ગામના બસ સ્ટેન્ડ નજીક એક પુરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહને બાઇક ચાલકને જોરદાર અડફેટે લીધો હતો. આ ભયાનક અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાના કારણે બાઇક સવાર યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.અકસ્માત સર્જી વાહનચાલક ફરારકોટંબી ગામના બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને કાયદાના ડરથી સ્થળ પરથી રફુચક્કર થઈ ગયો હતો. હાઇવે પર ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વ્યસ્ત ગણાતા વડોદરા-હાલોલ રોડની મધ્યમાં અકસ્માત સર્જાયો હોવાના કારણે જોતજોતામાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને રોડ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.જરોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચીઆ દુર્ઘટના અંગે સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા જરોદ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સોંપણી કરીને માર્ગ પરથી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. બાઇકના નંબરના આધારે મૃતક યુવકની ઓળખ વિધિ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, આ સાથે જ અકસ્માત સર્જીને ભાગી છૂટેલા અજાણ્યા વાહનચાલકને ઝડપી પાડવા માટે હાઇવેની આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mehsana News:  વડનગરના હાટકેશ્વર મંદિર મામલે 2 ટ્રસ્ટી હાજર થયા, ટ્રસ્ટ મુદ્દે સ્પષ્ટતાની શક્યતા
calendar_today June 15, 2026

Mehsana News: વડનગરના હાટકેશ્વર મંદિર મામલે 2 ટ્રસ્ટી હાજર થયા, ટ્રસ્ટ મુદ્દે સ્પષ્ટતાની શક્યતા

વડનગરના અતિ પ્રાચીન હાટકેશ્વર મંદિરના ટ્રસ્ટીઓને બરખાસ્ત કરી ચેરિટી કમિશનરે વહિવટદારની નિમણૂંક કરતાં વડનગરમાં ખળભળાટ મચી ગયો છે. મહેસાણા જિલ્લાના ઐતિહાસિક અને પૌરાણિક વડનગરમાં આવેલા નાગર જ્ઞાતિના આરાધ્ય દેવ એવા અતિ પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરના વહીવટને લઈને છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા આંતરિક વિવાદ અંત આવ્યો છે. જોઈન્ટ ચેરિટી કમિશનરે ઐતિહાસિક ચૂકાદો આપતા વર્તમાન તમામ ટ્રસ્ટીઓની સત્તાવાર માન્યતા રદ કરી દીધી છે. તેમને તાત્કાલિક અસરથી પદભ્રષ્ટ કરવાનો આદેશ જારી કર્યો છે.મહેસાણા વડનગર હાટકેશ્વર મંદિર મામલોમહેસાણા ચેરિટી કમિશનર દ્વારા કલમ 41એ હેઠળ લેવાયેલા તાજેતરના આદેશ બાદ મંદિરનું સંચાલન બદલાયું છે, જેને પગલે પક્ષકારો વચ્ચે કાનૂની લડાઈ તેજ બની છે. જોકે, આ સમગ્ર સરકારી પ્રક્રિયા સામે મંદિરના વર્ષો જૂના પૂજારી પરિવારે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. છેલ્લા 120 વર્ષ અને 3 પેઢીથી અહીં પરંપરાગત સેવા-પૂજા કરતા પરિવારે સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી કોઈ કાયદેસરની લેખિત નોટિસ નહીં મળે ત્યાં સુધી તેઓ મંદિર છોડવાના નથી. પૂજારી પક્ષના એડવોકેટ જે. જે. પંડ્યાએ જણાવ્યું કે, પેઢીઓથી ચાલતા પૂજાના અધિકારો છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ઘટનામાં બે ટ્રસ્ટીઓ હાજર થયાં છે. હરેશ મોદી અને હરેશ દાળિયા થયા હાજર થયાં છે. ટ્રસ્ટ મુદ્દે સ્પષ્ટતાની શક્યતા છે. તંત્ર સાથે વાતચીત ચાલુ થઈ છે. સરકારી આદેશનો અનાદર કરવાનો પ્રયાસ કર્યોતા.12મી જૂન 2026ની મોડી સાંજે ચેરિટી કમિશનર દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. આદેશની ગંભીરતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, મહેસાણા ચેરિટી કમિશનર કચેરીના ઉચ્ચ અધિકારીઓની એક વિશેષ ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને હથિયારધારી કાફલા સાથે મોડી રાત્રે 2 વાગ્યે વડનગર મંદિર પરિસરમાં પહોંચી હતી. ચેરિટી તંત્રની આ અણધારી કાર્યવાહીથી સ્થાનિક સ્તરે દોડધામ મચી ગઈ હતી. સરકારી ટીમ જ્યારે વહીવટ સંભાળવા પહોંચી ત્યારે હાજર રહેલા ટ્રસ્ટીઓએ સરકારી આદેશનો અનાદર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ મંદિરની મુખ્ય ઓફિસ, વહીવટી રૂમો અને તિજોરીઓને તાળાં મારી દીધાં હતાં.આ પણ વાંચોઃ Gujarat Farmer Protest Explainer : કેમ ખેડૂતો ટ્રેક્ટરો લઈને ગાંધીનગર સુધી પહોંચ્યા, જાણો શું છે આખા આંદોલનનો મુખ્ય મુદ્દો

Read Full Story arrow_forward
Ahmedabad News: લાલ દરવાજા નજીક AMTS પાર્કિંગમાં દારૂની બોટલો મળી
calendar_today June 15, 2026

Ahmedabad News: લાલ દરવાજા નજીક AMTS પાર્કિંગમાં દારૂની બોટલો મળી

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે AMTS તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે. લાલ દરવાજા ખાતે આવેલો રૂપાલી કન્સેસન પાસ ડેપો જ્યાં એક સમય બસોની અવરજવર રહેતી હતી, ત્યાં હવે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. ઇલેક્ટ્રિક બસોના આગમન બાદ આ જગ્યા પાર્કિંગ તરીકે ઉપયોગમાં લેવાય છે. ઈ બસો પાર્કિંગ મા પડી હોવાના કારણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. દારૂની ખાલી બોટલો અને અન્ય કચરો જોવા મળ્યોઅમદાવાદમાં AMTS પાર્કિંગ વિસ્તારમાં દારૂની બોટલો, નશા માટે વપરાતી સિરપ અને દવાઓની બાટલીઓ મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. જનતાના ટેક્સના કરોડો રૂપિયાના ખર્ચે ખરીદાયેલી નવી ઇલેક્ટ્રિક બસો હાલ ડેપોના મેદાનમાં ઉભી રહી ધૂળ ખાઈ રહી છે. બીજી તરફ સુરક્ષાના અભાવે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાના પણ બનાવો સામે આવ્યા છે..ડેપોના મેદાનમાં ચારે તરફ દારૂની ખાલી બોટલો અને અન્ય કચરો જોવા મળ્યો હતો. બસના કાચ પણ તોડી નાખવામાં આવ્યાએટલું જ નહીં, અહીં પાર્ક કરાયેલી નવી ઇલેક્ટ્રિક બસના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.આ સમગ્ર મામલો સામે આવતા AMC તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જેના પગલે આજે બપોરે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે સ્થળ પર પહોંચીને રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું. તેમણે બસોની સ્થિતિ અને ગ્રાઉન્ડમાં પડેલી ગંદકી જોઈ અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી અને તાત્કાલિક સફાઈ તેમજ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા સૂચના આપી હતી.આ પણ વાંચોઃ Mehsana News: વહીવટદાર નિમાયા બાદ હાટકેશ્વર મંદિરનો કબજો મેળવા તજવીજ, પક્ષકારો વચ્ચે કાનૂની લડાઈ તેજ

Read Full Story arrow_forward