android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Himatnagar: દૂધ પીતો લાલો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો
calendar_today June 14, 2026

Himatnagar: દૂધ પીતો લાલો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો

શ્રાધ્ધાને પુરાવાની જરૂર નથી તે ઉક્તિ મુજબ શુક્રવારે તલોદ તાલુકાના રામપુરા કંપા અને હિંમતનગરમાં આવેલ એક ઘરમાં લાલો (ભગવાન શ્રીકૃષ્ણ) દૂધ પીતા હોવાની ઘટના સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં સોશિયલ મીડીયામાં વાયરલ થયા બાદ કૌતુક ફેલાયું હતું. જોકે વિજ્ઞાન જાથા આ ઘટનાને વિજ્ઞાન સાથે સરખાવે છે.વાત જાણે એમ છે કે શુક્રવારે અને શનિવારે સોશિયલ મીડીયામાં વાયરલ થયેલા વિડિયો મુજબ હિંમતનગરની અત્રિષ્રીન ફલેટ તથા તલોદ તાલુકાના રામપુર કંપામાં એક મહિલા લાલાને ચમચી વડે દૂધ પીવડાવતા હતા ત્યારે દૂધ ભરેલુ પાત્ર ખાલી થઈ જતાં શ્રાધ્ધાના સથવારે આ વાત સોશિયલ મીડીયામાં વાયુવેગે વાયરલ થઈ ગઈ હતી. ત્યારબાદ આ બંને સ્થળે ધાર્મિક વૃત્તિવાળા મહિલાઓ અને પુરુષોમાં ફેલાયેલા કૌતુક બાદ અનેક લોકો જોવા માટે દોડી ગયા હતા. તો બીજી તરફ ભુતકાળમાં પણ આવા અનેક બનાવો નોંધાયા છે ત્યારે શુક્રવારે તલોદના રામપુરા કંપા અને હિંમતનગરમાં દૂધ પીતા લાલાના વિડિયો વાયરલ થયા બાદ વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડયાએ આ ઘટનાને વિજ્ઞાન સાથે સરખાવી હતી. તેમનું માનવું છે કે મૂર્તિ બનાવવા માટે વાપરવામાં આવેલ પદાર્થ અથવા ધાતુ દૂધ રૂપી પ્રવાહીને શોષી લે છે તેમ છતાં ધાર્મિક વૃત્તિવાળા અનેક લોકો તેને શ્રાધ્ધાની નજરે જોઈને નતમસ્તક દર્શન કરતા હોય છે. હાલ તો સોશિયલ મીડીયામાં વાયરલ થયેલ આ વિગતોને અનેક લોકો પોતાની રીતે મુલવી રહયા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Himatnagar: તલોદ ડીઝલ ચોરી કેસના બે આરોપીને અંતે અમદાવાદથી પકડી લેવામા આવ્યા
calendar_today June 14, 2026

Himatnagar: તલોદ ડીઝલ ચોરી કેસના બે આરોપીને અંતે અમદાવાદથી પકડી લેવામા આવ્યા

હિંમતનગર : સાબરકાંઠા જિલ્લાના તલોદ પોલીસે શુક્રવારે ડીઝલ ચોરીના બે જણાને અમદાવાદથી ઝડપી લીધા હતા. આ બંને જણાએ તાજેતરમાં તલોદના ટીમ્બા પાસે આવેલા પેટ્રોલ પંપ પરથી ટેન્કરમાંથી ડીઝલની ચોરી કરી હતી. ત્યારબાદ તલોદ પોલીસે તેમની પાસેથી ચોરીનું ડીઝલ અને ષુનામાં વપરાયેલી કાર કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે તલોદ પોલીસ સ્ટેશનના પીઆઈ સી.જી.રાઠોડે જણાવ્યું હતું કે તલોદ તાલુકાના ટીમ્બા ચોકડી પાસેના પેટ્રોલ પંપ પર પાર્ક કરેલા ટ્રકની ડીઝલ ટાંકીનું લોક તોડી 225 લિટર ડીઝલ (કિંમત રૂ.22,826)ની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પીએસઆઈ બી.એલ.રાયજાદા અને તેમની ટીમે આ ષુનાની તપાસ હાથ ધરી હતી. પોલીસે હ્યુમન સોર્સ, સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી હતી. આ તપાસમાં ગુનામાં સંડોવાયેલી સફેદ રંગની કાર નં.જીજે.01કેએલ.9698 અમદાવાદથી મળી આવી હતી. જે આધારે પોલીસે આ કાર અને ચોરીના ડીઝલ સાથે બે જણાને ઝડપી લીધા હતા. પકડાયેલામાં પિરમબહાદુર ઉર્ફે જીતુ ઉર્ફે નેપાળી વિરબહાદુર રાજપુત (રહે.મૃદુલ પાર્ક સોસાયટી, હરિદર્શન સોસાયટી, અમદાવાદ) અને દિગ્વિજયસિંહ રામસિંહ ડોડીયા (રહે.અમરાઈવાડી, જૂની દેના બેંક સામે, સત્યનારાયણનષર, અમદાવાદ) તરીકે થઈ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mehsana: મહેસાણા જીઈબી કચેરીની સામે ખાડો પૂરાયો, બેરીકેટ હજુ જૈસે થે
calendar_today June 14, 2026

Mehsana: મહેસાણા જીઈબી કચેરીની સામે ખાડો પૂરાયો, બેરીકેટ હજુ જૈસે થે

મહેસાણા શહેરમાં વિકાસના નામે મોટા મોટા દાવાઓ વચ્ચે મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અને સામાન્ય મરામતની પોલ ખુલી ગઈ છે. શહેરના વ્યસ્ત ગણાતા વિસનગર રોડ ઉપર આવેલી યુજીવીસીએલ કચેરીના દરવાજાની બિલકુલ સામે જ મુખ્ય માર્ગ વચ્ચે ગાબડું પડી ગયું હતું. આ માર્ગપર પડેલા આ ગાબડાને કારણે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે સ્થાનિક જાગૃત નાગરિકોએ મહાનગરપાલિકાને આ અંગે જાણ કરી હતી. નાગરિકોની રજૂઆત બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ એક્શનમાં આવી હતી અને તાબડતોબ આ ગાબડું પૂરી દેવાની કામગીરી હાથ ધરી હતી. તંત્રએ ખાડો તો પૂરી દીધો, પરંતુ અસલી મુશ્કેલી ત્યારપછી શરૂ થઈ છે. જીઈબી વિસ્તારના નાગરિકોએ જણાવ્યું હતું કે, આ ખાડો પુરાયાને આજે પાંચ દિવસ વીતી ગયા છે. સામાન્ય રીતે સિમેન્ટ કે રોડ સેટ થઈ જાય એટલે બેરીકેટ્સ હટાવી લેવાના હોય છે. પરંતુ, મહેસાણા મનપા પાસે આ મુખ્ય માર્ગ પરથી બેરીકેટ્સ અને માટીનો ઢગલો હટાવવાનો જાણે સમય જ નથી. રસ્તાની વચ્ચે નકામા પડેલા આ બેરીકેટ્સના કારણે અહીંથી પસાર થતા હજારો વાહનચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. પીક અવર્સ દરમિયાન અહીં ટ્રાફ્કિ જામની સમસ્યા પણ સર્જાય છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં તંત્રની આવી ઢીલી નીતિ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward