android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: રાધનપુરમાં ધો. 3 થી 8ના પૂરતા પુસ્તકો ન મળતાં વાલીઓ પરેશાન
calendar_today June 14, 2026

Patan: રાધનપુરમાં ધો. 3 થી 8ના પૂરતા પુસ્તકો ન મળતાં વાલીઓ પરેશાન

ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ ગયા બાદ નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે. પાટણ જિલ્લા ના રાધનપુર સહિત અન્ય તાલુકામાં આવેલી સ્ટેશનરી દુકાનોમાં ધો.3 થી 8 નાં પાઠયપુસ્તકો પૂરતા ઉપલબ્ધ નહીં હોવાથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે.વાલીઓ પાઠય પુસ્તકો ખરીદવા માટે બજારમાં આવે છે, પરંતુ અધૂરા પુસ્તકો લઈ જવા પડી રહ્યા છે. રાધનપુર બજારમાં પાઠય પુસ્તકો ખરીદવા આવેલ વિધાર્થી ના વાલીએ જણાવ્યું હતું કે, હું પ્રાથમિક વિભાગના પાઠય પુસ્તકો ખરીદવા બજારમાં આવ્યો હતો.પરંતુ પાઠયપુસ્તક ની તમામ દુકાનોમાં ફરવા છતાં પૂરતા પાઠય પુસ્તકો મળ્યા નહીં. સ્કૂલમાં શિક્ષકો બાળકોને પાઠય પુસ્તકો લઈને આવવાનું કહે છે, પરંતુ બજારમાં પાઠય પુસ્તકો ઉપલબ્ધ નથી. ત્યારે અમારે શુ કરવું? સરકાર તરફ્થી તાત્કાલિક પાઠય પુસ્તકોની વ્યવસ્થા કરવામાં આવે તેવી અમારી માંગણી છે. જ્યારે રાધનપુર પાઠયપુસ્તકની દુકાન ધરાવતા એક વેપારીએ જણાવ્યું હતું કે હાલ ઉનાળુ વેકેશન પૂર્ણ થતાની સાથે જ 3 થી 8 ધોરણમાં અભ્યાસ કરતા બાળકો તેમજ તેમના વાલીઓ દુકાન પર પાઠયપુસ્તકની ખરીદી કરવા માટે આવી રહ્યા છે પરંતુ હાલ પૂરતા પાઠય પુસ્તકો ઉપલબ્ધ નહીં હોવાથી માત્ર વાલીઓ જ નહીં પણ વેપારીઓ પણ પરેશાન છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: પાટણની હોસ્પિટલમાં પ્રસુતાએ એક સાથે ત્રણ નવજાત શિશુને જન્મ આપ્યો
calendar_today June 14, 2026

Patan: પાટણની હોસ્પિટલમાં પ્રસુતાએ એક સાથે ત્રણ નવજાત શિશુને જન્મ આપ્યો

પાટણ શહેરમાં આવેલ જનતા હોસ્પિટલમાં પ્રસુતિ માટે લવાયેલી ગર્ભસ્થ મહિલાને તબીબે પ્રાથમિક નિદાન કરતાં તાત્કાલિક પ્રસુતિ કરાવવાનું ઉચીત લાગતાં તેમણે કેસ ગંભીર હોવાથી બાળકોના તબીબને સાથે રાખીને ગાયનેકોલોજિસ્ટ દ્વારા પ્રસુતાનું સિઝેરીયન કરતાં તેણે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. જે ત્રણેય બાળકો સહિત માતા તંદુરસ્ત હોવાથી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પાટણ ખાતે આવેલ જનતા હોસ્પિટલમાં પ્રસુતિ માટે આવેલી એક મહિલાનો કેસ ગંભીર હોવાથી સ્થિતિને પારખી ગયેલા ગાયનેકોલોજિસ્ટ ડો.મિહિર દવેએ તાત્કાલિક અસરથી તેમની ટીમ સહિત બાળકોના તબીબને સાથે રાખીને મહિલાને ઓપરેશન થિયેટરમાં લઈ જવાયા બાદ સિઝેરીયન કરાયું હતું. જેમાં મહિલાએ એક સાથે ત્રણ જોડીયા બાળકોને જન્મ આપતાં પરિવારમાં પણ ખુશી છવાઈ ગઈ હતી. તો બીજી તરફ્ સિઝેરીયન બાદ મહિલા અને ત્રણેય બાળકો તંદુરસ્ત હોવાથી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. આ બાબતે તબીબ ડો.મિહિર દવેએ જણાવ્યું હતું કે મહિલાને લાવતાં કેસ ખુબ ગંભીર હતો. જેથી મહિલાની તબીયતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સિઝેરીયન કરવાની ફરજ પડી હતી. જેમાં માતા અને ત્રણેય બાળકો તંદુરસ્ત હોવાથી રજા આપી દેવાઈ હતી. વધુમાં જણાવ્યું હતું કે હાલના સમયમાં આવા કેસ 500 થી વધુ કેસોમાં ખુબ જ ભાગ્યે જ જોવા મળે છે. તેમણે જણાવ્યું હતું કે મહિલા દર્દીની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેને PMJAY હેઠળ સારવાર કરવામાં આવે તેવો પરિવારનો આગ્રહ હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: બાજરી પાકના વાવેતરમાં હેકટરે 4 KG બીજની જરૂર
calendar_today June 14, 2026

Patan: બાજરી પાકના વાવેતરમાં હેકટરે 4 KG બીજની જરૂર

ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે ઉ.ગુજરાતના ખેડૂતો ખરીફ્ પાકોના વાવેતરની તૈયારીઓમાં લાગી ગયા છે. ખેતીમાંથી વધુમાં વધુ નફો અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા માટે બિયારણનો યોગ્ય દર, વાવેતરનું અંતર અને ખાતરનું સંતુલિત આયોજન ખૂબ જ જરૂરી છે. કૃષિ વિભાગ દ્વારા ચોમાસુ બાજરી અને જુવારના પાક માટે વૈજ્ઞાનિક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. બાજરીનું વાવેતરમાં હેક્ટર દીઠ 4 કિલોગ્રામ બીજ દર રાખવો, બે લાઈન વચ્ચે 60 સે.મી. અને હારમાં બે છોડ વચ્ચે 10 સે.મી.નું અંતર રાખીને જ વાવેતર કરવું, જેથી છોડનો વિકાસ સારો થાય. વાવણી સમયે પાયાના ખાતર તરીકે હેક્ટર દીઠ 40 કિ.ગ્રા.નાઇટ્રોજન અને 40 કિ.ગ્રા. ફૉસ્ફરસ આપવો. જુવારના પાકમાં પણ પાયાના ખાતર તરીકે વાવણી સમયે જ હેક્ટર દીઠ 40 કિ.ગ્રા. નાઇટ્રોજન અને 40 કિ.ગ્રા. ફૉસ્ફરસ આપવાની સલાહ છે. વાવણી સમયે જ પાયાના ખાતરનો આ સંતુલિત જથ્થો આપવાથી છોડના મૂળનો વિકાસ ઝડપી થશે અને પાક ઉત્પાદન વધુ મળશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward