android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: પાટણમાં બગવાડા દરવાજા પાસે બી ડિવિઝન પોલીસની લાલ આંખ
calendar_today June 14, 2026

Patan: પાટણમાં બગવાડા દરવાજા પાસે બી ડિવિઝન પોલીસની લાલ આંખ

પાટણ શહેરમાં જિલ્લા મથક હોવાથી દિવસભર બજાર ભરચક રહેતી હોય છે. તેમજ વાહનચાલકો દ્વારા પણ આડેધડ પાર્કિંગ કરી દેતાં અવારનવાર ટ્રાફ્કિની સમસ્યા ઉદભવતી હોય છે. જેને લઈ શનિવારે બપોરે પાટણ બી ડિવિઝન પોલીસે બગવાડા દરવાજા વિસ્તારમાં ટ્રાફ્કિ ડ્રાઈવ યોજીને ટ્રાફ્કિના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે કાર્યવાહી કરી હતી. પાટણ બી ડિવિઝન પીઆઈ નિરવભાઈ શાહ દ્વારા તેમની ટીમને સાથે રાખીને પાટણ શહેરના હાર્દસમા વિસ્તાર એવા બગવાડા દરવાજા પાસે ટ્રાફ્કિ ડ્રાઈવ યોજી હતી. જે દરમિયાન પોલીસે આડેધડ પાર્કિંગ કરાયેલા વાહનો સહિત નંબર પ્લેટો વગરના તથા બ્લેક ફ્લ્મિો લગાવેલ અને લાયસન્સ વગર પસાર થતાં વાહનચાલકોની સામે કાર્યવાહી કરતાં ટ્રાફ્કિ નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોમાં ફ્ફ્ડાટ વ્યાપી ગયો હતો. આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે શહેરમાં વધી રહેલી ટ્રાફ્કિની સમસ્યાને અને અકસ્માતની ઘટનાઓ ન બનેતેવા હેતુથી ટ્રાફ્કિ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. ડ્રાઈવ દરમિયાન કાયદાનો ભંગ કરનાર વાહનચાલકોને સ્થળ પર જ દંડની રકમનો મેમો આપવામાં આવ્યો હતો. તો કેટલાક વાહનચાલકો પાસેથી સ્થળ પર જ દંડની રકમ વસુલાઈ હોવાનું જાણવા મળ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
પાદરા ખાતે વણકરવાસમાંથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો
calendar_today June 13, 2026

પાદરા ખાતે વણકરવાસમાંથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

વડોદરા ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમે પાદરા શહેરના વણકરવાસ વિસ્તારમાં દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. કાર્યવાહી દરમિયાન એક શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.મળતી માહિતી મુજબ એલ.સી.બી.ના મુકેશભાઈ પાંચાભાઈ તેમજ હરેશભાઈ અમરૂભાઈ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે પાદરાના વણકરવાસ વિસ્તારમાં રહેતો રોશનકુમાર ઉર્ફે રાહુલ રમેશભાઈ વાધેલા (ઉ.વ. ૩૦) પોતાના મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી છૂટક વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે રેડ કરતા તે દરમિયાન આરોપી પોતાના મકાન ખાતે હાજર મળી આવ્યો હતો. તપાસ દરમિયાન તેના કબજા-ભોગવટાના મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૨૪ મોંઘીદાટ સ્કોચ દારુની બોટલો મળી આવી હતી. પોલીસે કુલ રૂ. ૪૨,૭૨૧ કિંમતનો પ્રોહિબિટેડ મુદ્દામાલ કબજે કરી આરોપીને સ્થળ પરથી જ ઝડપી લીધો હતો.આ અંગે એલ.સી.બી.ના હરેશભાઈ અમરૂભાઈની ફરિયાદના આધારે પાદરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
કરજણ સહકારી સંઘમાં ખાતર નહીં મળતા ખેડૂતો પરેશાન થયાં
calendar_today June 13, 2026

કરજણ સહકારી સંઘમાં ખાતર નહીં મળતા ખેડૂતો પરેશાન થયાં

કરજણ તાલુકો ખેતી ઉપર નભતો તાલુકો છે. હાલમાં નવી ખેતીની સીઝન તૈયાર કરવા માટે ખેડૂતોએ કપાસ સહિત અન્ય શાકભાજી જેવા પાકોની વાવણી કરેલ હોય છે. જેમાં ખાતરની જરૂરિયાત હોય છે. ચોમાસાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. ચોમાસામાં વરસાદ પડતા રસ્તા, ખેતરોમાં અને નદીના નાળામા પાણી ભરાઈ જતા હોય જેથી ખેડૂતોને ખેતરમાં ખાતર લઈ જવું મુશ્કેલ બને છે. તે માટે ખેડૂતો ખાતર ખરીદીને ખેતરોમાં કૂવાની ઓરડીઓમાં સંગ્રહી રાખે છે. ખાતરની જરૂરિયાત હોવા છતાં ખેડૂતને ખાતર મળતું નથી. ખાનગી ખાતર ડેપો ઉપર ખાતરોની ગાડીઓ આવે છે. જેમાં એક આધારકાર્ડ દીઠ ૧૦ ગુણ યુરિયા ખાતર અપાય છે. યુરિયાની સાથે અન્ય જરૂરિયાત વગરની ખાતરની ગુણ પણ માથે મારી દેવાય છે. ૧૦ ગુણ ખાતરની ખરીદી માટે ખેડૂતો છેલ્લા બે-ત્રણ દિવસથી મળસ્કે ૪થી પ વાગ્યાથી ખાતર ડેપો પર લાઇનમાં ઊભા રહે છે. ખાતરની ગાડી આવે ત્યારે લગભગ ૧૫૦થી ૨૦૦ ખેડૂતો લાઇનમાં ઊભેલા હોય પરંતુ ૫૦થી ૧૦૦ ખેડૂતોને ખાતર મળે છે. ત્યારબાદ ખાતર ખતમ થઈ જાય છે. ખેડૂતોને ધરમ ધક્કા પડે છે. બીજે દિવસે પાછા ખાતરની ખરીદી માટે મહિલાઓ અને પુરુષો કતારમાં ઊભા રહે છે. જ્યારે ખાનગી ખાતર ડેપો ઉપર ખાતરની ગાડીઓ આવે છે. પરંતુ સહકારી સંઘમાં ખાતર આવતું નથી. આ બાબતે ખેડૂતોમાં ખાતર ખરીદવા માટે વલખાં મારે છે. જેને લઇને તાલુકાના ખેડૂતોમાં નારાજગી જોવા મળેલ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward