android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
પાવીજેતપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે જનકલ્યાણ શિબિર યોજાઇ
calendar_today June 13, 2026

પાવીજેતપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે જનકલ્યાણ શિબિર યોજાઇ

પાવીજેતપુર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે પાવીજેતપુર ગ્રામ ગ્રામ પંચાયત કચેરી ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ હતી. જેમા સવારે ૯થી સાંજે ૫ કલાક સુધી આયુષ્માન ભારત કાર્ડ,રેશનકાર્ડ ઈ-કેવાયસી, વિધવા બહેનો માટે વિધવા પેન્શન યોજના, ૬૦ વર્ષથી વધુ વયના નિરાધાર વૃદ્ધો માટે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના તેમજ બીપીએલ વર્ગના વરિષ્ઠ નાગરિકો માટે વય વંદનાના લાભ માટે જરૂરી કામગીરી કરાઇ હતી. જેતપુર જિલ્લા પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ જેતપુર, પાવી, વાવ, તારાપુર, રતનપુર, હિરપરી, વાકોલ, મેસરા, અનિયાદ્રી, મોટી રાશલી, શિહોદ, સિથોલ, કુકણા, સુસ્કાલ, પાલીયા, ઉમરવા, સજોડ, ખાંડીયા, અમાદર અને ઘૂંટણવડ સહિતના ગામોમાંથી લોકો શિબિરમાં પહોંચ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
પુનિયાદના જનસંઘ, સંઘ અને ભાજપ કાર્યકરને વડાપ્રધાનનો શોકસંદેશ
calendar_today June 13, 2026

પુનિયાદના જનસંઘ, સંઘ અને ભાજપ કાર્યકરને વડાપ્રધાનનો શોકસંદેશ

શિનોર : શિનોર તાલુકાના પુનિયાદના વતની અને જનસંઘ, સંઘ તથા ભાજપને સમર્પિત કાર્યકર ચંદ્રવદન પટેલના અવસાન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક સંદેશ પાઠવી દિલશોજી વ્યક્ત કરી. સ્વર્ગસ્થને મહાન બનાવ્યાં હતા. પુનિયાદ ગામના વતની ચંદ્રવદન એમ પટેલ તાલુકા, જીલ્લા અને રાજ્ય કક્ષા સુધી પોતાની કાર્ય શૈલી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ,જનસંઘ અને ભાજપમાં નિષ્ઠાપૂર્વક સક્રિય રહી લોકમાનસમાં જીવંત રહ્યા હતા. સામાજિક, રાજકીય, સહકાર વિભાગના પદાધિકારી પણ બન્યા હતા અને છેવાળાના મનુષ્યના કામો પક્ષની મર્યાદામાં કર્યા હતા. તા. ૩૦ મે-૨૬ તેઓનું અવસાન થયા બાદ સમગ્ર તાલુકો તથા જિલ્લાના કાર્યકરો મોટી સંખ્યામાં શ્રાદ્ધાંજલિ આપવા હાજર રહ્યા હતા સૌથી મહત્વની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રાદ્ધાંજલિ પાઠવતા જણાવે છે કે, સદ્ગત પક્ષના સમર્પિત કાર્યકર હતા ,પક્ષના સંગઠનના ખાસ કરીને શિનોર વિસ્તારના ખેડૂતોના હિત માટે તેમને નોંધપાત્ર જવાબદારી નિભાવી હતી, તેમની વિદાયથી પક્ષે એક સાચો નિષ્ઠાવાન કાર્યકર ગુમાવ્યો છે,ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
તળાજા નજીક પાંચ દિવસ પહેલા જ્યાં ક્રેઇન સળગી ત્યાં જ આજે ટ્રક સળગ્યો
calendar_today June 13, 2026

તળાજા નજીક પાંચ દિવસ પહેલા જ્યાં ક્રેઇન સળગી ત્યાં જ આજે ટ્રક સળગ્યો

તળાજાની મહુવા ચોકડી પર તળાજામાંથી પસાર રહેલ એસ.ટી.બસની ડાબી સાઈડમાં બાઇક ચાલકનો અકસ્માત થયો હતો. બપોરથી સાંજ સુધીનો સમય તળાજા માટે આગ અકસ્માતનો રહ્યો હતો. કૃષ્ણનગર મહુવા રૂટની બસસાથે થયેલ અકસ્માતમા બાઇક ચાલક રામપરા ગામના ભગુભાઈ ચોપડાને ઇજાથતા સરકરી હોસ્પિટલમાં લોકો ટોળે વળ્યા હતા.ટ્રક સળગવાની ઘટના સાખડાસર-૧ ના પાટિયા પાસે ઠાકરધણી હોટલ સામે બની હતી. રોડપર દોડતો ટ્રક ડ્રાઇવર કેબિનના ભાગેથી અચાનક જ સળગવા લાગતા આગ વકરે તે પહેલા હાઇવે રોડ પર જ ટ્રક ઉભોરાખી ચાલક ફરાર થઈ ગયો હતો. આસપાસ ના જાગૃત નાગરિક દ્વારા ફાયર, પોલીસને જાણ કરવામાં આવી હતી.તળાજા ફાયર ઓફ્સિર પઢેરિયા એ જણાવ્યું હતુ કે શેરડીના છોતા ભરેલ ટ્રક છે. કોલ મળતા જ તળાજા ફાયરની ટીમ સાધનો સાથે દોડીજઇ ટ્રક નં.જીજે ૧૨-એ વાય-૧૦૪૪ ને વધુ બળતા બચાવવામાં આવ્યો હતો. ટ્રક માલિક અને બળતો મૂકીને ભાગી જનાર ડ્રાંઇવર અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.ઉલ્લેખનીય છેકે પાંચ દિવસ પહેલાજ જ્યાં ક્રેઇન લઈજતો ટ્રક સળગ્યો હતો ત્યાંજ આજે પાંચમા દિવસે ફરિ વધુ એક ટ્રક સળગવાની ઘટના બનતા હાઇવેપર ટ્રાફ્કિને અસર થવા પામી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward