android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
મોટા ખુંટવડામા આધુનિક સુવિધા યુક્ત હાઈસ્કુલનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
calendar_today June 13, 2026

મોટા ખુંટવડામા આધુનિક સુવિધા યુક્ત હાઈસ્કુલનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામનાં શરદભાઈ (વાચ્છાભાઈ) વૃજલાલ પારેખ વિશાળ હાઈસ્કુલ આધુનિક બિલ્ડીંગ બનાવીને ગામલોકોને અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.મોટા ખુંટવડા ખાતે પારેખ પરિવાર દ્વારા આધુનિક સુવિધા યુક્ત હાઈસ્કુલ બનાવાઈ છે. જેમાંCCTVકેમેરા, સાઉન્ડ સીસ્ટમ, સોલાર સીસ્ટમ, ફાયર સેફ્ટી સાથે બાળકો માટે જરૂરિયાતની તમામ સગવડ સાથેનું બિલ્ડીંગ બનાવી ગામને અર્પણ કરવામાં આવ્યું હતું. મુંબઈથી આભાબેન ધરમપાલના હસ્તે લોકાર્પણ થયું હતું. કાર્યક્રમ શરદભાઈ પારેખ, મુંબઈ કપોળ મિત્ર મંડળ અને ભારદ્રાજગીરીબાપુ, સિધ્ધ ગણેશ આશ્રામ, મોટા ખુંટવડા તથા ભાવ. જિ. શૈક્ષણિક સંકલન સમિતિનાં પ્રમુખ ગોવિંદભાઈ બતાડા, ભાવ.જિ.માધ્ય. શિક્ષક સંઘ પ્રમુખ જાદવભાઈ કણકોટીયા તથા ભાવ.જિ.ઉ.મા. સંઘ પ્રમુખ જીતેન્દ્રભાઈ પાટીલ, વિનોદભાઈ બારૈયા તથા ગામના વિવિધ ક્ષેત્રનાં આગેવાનોની હાજરીમાં યોજવામાં આવ્યો હતો. આભારવિધિ શાળાનાં આચાર્ય ભરતભાઈ વાણિયા દ્વારા કરવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
સમયસર નિદાન, સ્પીચ થેરાપી, વાલીના સહયોગથી નોંધપાત્ર સુધારો લાવી શકાય
calendar_today June 13, 2026

સમયસર નિદાન, સ્પીચ થેરાપી, વાલીના સહયોગથી નોંધપાત્ર સુધારો લાવી શકાય

PNR સોસાયટી સંચાલિત, એન.આર શાહ મેમોરિયલ હોસ્પિટલ તળાજા ખાતે ચાલતા દિવ્યાંગ બાળકોના રિસોર્સ સેન્ટર ખાતે દિવ્યાંગ બાળકો માટે વિશેષ સ્પીચ થેરાપી નિદાન અને માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ઓટિઝમ, સેરેબ્રલ પાલ્સી તેમજ બૌદ્ધિક અક્ષમતા ધરાવતા ૧૫થી વધુ બાળકો અને તેમના વાલીઓએ લાભ લીધો હતો.કેમ્પ દરમિયાન સ્પીચ થેરાપિસ્ટ ડૉ. અંબર ગુપ્તા દ્વારા બાળકોનું વિગતવાર સ્પીચ અને ભાષાકીય મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેમજ દરેક બાળકની જરૂરિયાત અનુસાર વ્યક્તિગત સારવાર યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે તળાજા સેન્ટરના સ્પેશ્યલ એજ્યુકેટર પંકજભાઈ કટકિયા ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પના સફ્ળ આયોજનમાં મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. વાલીઓને સંબોધતા ડૉ. અંબર ગુપ્તાએ જણાવ્યું હતું કે ઓટિઝમ, સેરેબ્રલ પાલ્સી અને બૌદ્ધિક અક્ષમતા ધરાવતા બાળકોમાં બોલવા, ભાષા સમજવા, સામાજિક સંચાર અને ખાવા-પીવાની કેટલીક સમસ્યાઓ જોવા મળી શકે છે. સમયસર નિદાન, યોગ્ય સ્પીચ થેરાપી અને વાલીઓના સક્રિય સહયોગ દ્વારા આવા બાળકોમાં નોંધપાત્ર સુધારો લાવી શકાય છે અને તેમના જીવનની ગુણવત્તામાં વધારો કરીશકાય છે.કેમ્પમાં ઉપસ્થિત વાલીઓએ આ પ્રકારની સેવાઓને આવકારી હતી અને બાળકોના સર્વાંગી વિકાસ માટે આવી પ્રવૃત્તિઓ નિયમિતપણે યોજાય તેવી આશા વ્યક્ત કરી હતી. સાથે દર મહિના ના બીજા શનિવારે સંસ્થા દ્વારા સ્પીચ થેરાપી એસેસમેન્ટ કેમ્પ કરવામાં આવે છે તો દરેક દિવ્યાંગ બાળકોના વાલીઓને લાભ લેવા અનુરોધ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
પુરુષોત્તમ માસ નિમિત્તે કષ્ટભંજન દેવને શણગાર સાથે મીઠાઈનો અન્નકૂટ ધરાયો
calendar_today June 13, 2026

પુરુષોત્તમ માસ નિમિત્તે કષ્ટભંજન દેવને શણગાર સાથે મીઠાઈનો અન્નકૂટ ધરાયો

સાળંગપુર પવિત્ર અધિક જેઠ માસ (પુરુષોત્તમ માસ) નિમિત્તે કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ખાતે શનિવારે દાદાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી દાદાને વિશેષ વાઘા અને અલંકારો ધારણ કરાવવામાં આવ્યા હતા. મંદિરના ગર્ભગૃહને સુવર્ણ આશીર્વાદ આપતા બે વિશાળ સુવર્ણ હસ્ત-કળશના પ્રતીકોથી સુશોભિત કરવામાં આવ્યું હતું.દાદા સમક્ષ પેંડા, બરફી, લાડુ, કાજુ કતરી સહિત વિવિધ મીઠાઈઓનો અન્નકૂટ ધરાવાયો હતો. સવારે મંગળા અને શણગાર આરતી યોજાઈ હતી. મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. સાંજે ૪ થી ૭ વાગ્યા દરમિયાન દાદાનું દિવ્ય રાજોપચાર પૂજન યોજાયું હતું. અધિકમાસ નિમિત્તે મંદિર પરિસરમાં હનુમાન ચાલીસા યજ્ઞ પણ ચાલી રહ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward