android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ક્વાંટ એસ ટી ડેપો ખાતે સુરત જવા માટે વિદ્યાર્થીઓ અટવાયા
calendar_today June 13, 2026

ક્વાંટ એસ ટી ડેપો ખાતે સુરત જવા માટે વિદ્યાર્થીઓ અટવાયા

આવતીકાલે ગુજરાતમાં પોલીસ કોન્સ્ટેબલની અત્યંત મહત્વની પરીક્ષા યોજાવા જઈ રહી છે. ત્યારે કવાંટ તાલુકામાંથી સુરત સેન્ટર પર પરીક્ષા આપવા જવા નીકળેલા સેંકડો વિદ્યાર્થી એસ.ટી. નિગમની ઘોર બેદરકારીને કારણે કવાંટ બસ ડેપો ખાતે અટવાયા હતા. મહિનાઓની મહેનત પછી ભવિષ્ય ઘડવાની આશા સાથે નીકળેલા વિદ્યાર્થીઓ તંત્રની ઉદાસીનતાને કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા છે.પરીક્ષા આપવા જઈ રહેલા જાગૃત પરીક્ષાર્થી ઈકુડિયા રાઠવા અને અન્ય વિદ્યાર્થીઓએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, અમે સવારના ૧૧ વાગ્યાની કવાંટ-સુરત-નવસારી રૂટની બસમાં અગાઉથી ઓનલાઈન કર્ન્ફ્મ રિઝર્વેશન કરાવ્યું હતું. છતાં બપોરે ૨ વાગ્યા સુધી ૩ કલાકથી વધુ સમય વીતવા છતાં એસ ટી બસ ડેપો પર આવી જ નથી. જ્યારે અમે આ બાબતે કવાંટ ડેપો મેનેજરને પૂછયું, ત્યારે તેઓ કોઈ નક્કર કે સંતોષકારક જવાબ આપવાને બદલે માત્ર ગલ્લાંતલ્લાં કરી રહ્યા છે. અને બસ હમણાં આવશે, થોડી વારમાં આવી જશે તેવા ખોટા આશ્વાસનો આપી પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યાં છે. પરીક્ષાર્થીઓએ પોતાની વ્યથા ઠાલવતા વધુમાં જણાવ્યું હતું કે, તેઓ સવારના ભૂખ્યા-તરસ્યા બસ ડેપોમાં બેસી રહ્યા છે. સુરત જેવા મોટા શહેરમાં તેમનું કોઈ સગા-સંબંધી નથી. જેના કારણે તેમને રાત્રે સુરત બસ ડેપોમાં જ રાતવાસો કરવો પડે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. જો એસ.ટી. નિગમ સમયસર બસ નહીં મોકલે તો અમે સુરત ક્યારે પહોંચીશું ? કાલે સવારે પરીક્ષા છે. તો અમે છેલ્લી ઘડીની તૈયારી ક્યારે કરીશું ? અને પરીક્ષા આપવા કેવી માનસિક સ્થિતિમાં બેસીશું ? આ ચિંતામાં અમે માનસિક રીતે ભાંગી પડયા છીએ.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ગંધારા ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદે માટી ખનનથી રોષ
calendar_today June 13, 2026

ગંધારા ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદે માટી ખનનથી રોષ

કરજણ તાલુકાના ગંધારા ગામની સરકારી માલિકીની ગૌચરની જમીનમાં ગેરકાયદે માટીનું જંગી ખોદકામ કરનારા ઇસમો દ્વારા ગ્રામજનોની ખેતીની જમીન સુધી જવા માટેનો રસ્તો પણ ખોદી કાઢતાં સ્થાનિક ખેડૂતોમાં ઉગ્ર રોષ ભભૂકી ઊઠયો છે. જેથી ગંધારા ગ્રામ પંચાયત સમક્ષ કસુરવારો સામે ફોજદારી ગુનો નોંધવા માંગ કરતાં માટી માફ્યિા અને ભ્રષ્ટ અધિકારીમાં ફ્ફ્ડાટ ફેલાયો છે.૬ માસમાં ગંધારા ગ્રામ પંચાયતના વહીવટી હસ્તકની ગ્રામ સરકારી પડતર ગૌચરની માટીના ખોદકામની અને વહનની કામગીરીની પરવાનગી આપેલ નથી. છતાં ગ્રામ પંચાયત અને કરજણ તાલુકા-વડોદરા જિલ્લાના મહેસુલ વિભાગના તેમજ ખાણ અને ખનીજ ખાતાના ભ્રષ્ટ અધિકારીઓની રહેમ નજર હેઠળ જેસીબી, હિટાચી મશીન દ્વારા ખોદકામ કર્યા બાદ હાઈવા ટ્રક્સ મારફ્ત માટી વહન કરવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા ઈસમોએ ખૂબ મોટા પ્રમાણમાં જંગી ખોદકામ કર્યું હતું. જેને પગલે ખેતરોમાં જવાના કાચા રસ્તાની જમીનનું પણ ખોદકામ કરી નાખતાં ગામની ખેતીની જમીન સુધી ખેતી કામના વાહનો લઈને જવા માટેના કાચા રસ્તાનો ઉપયોગ કરનારા ખેડૂતોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. જેથી ગંધારા ગામ પંચાયતના તલાટી કમ મંત્રી સમક્ષ બિનપરવાનગીથી માટી ખનન અને ગેરકાયદે વહન કરનારા ઇસમો વિરુદ્ધ ખેતીની અવરજવર વાળા રસ્તાને ખોદી કાઢી લાખો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડવાના ગંભીર કૃત્ય વિરુદ્ધ ગામના જાગૃતિ યુવાનો પ્રજાપતિ જીતેન્દ્ર તેમજ પરમાર યુવરાજસિંહ રણજીતસિંહ દ્વારા રજૂઆત કરાતાં ફ્ફ્ડાટ ફેલાયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
છોટાઉદેપુર ને.હા.56 ઉપર તોતિંગ વૃક્ષની તૂટેલી ડાળીઓથી જોખમ
calendar_today June 13, 2026

છોટાઉદેપુર ને.હા.56 ઉપર તોતિંગ વૃક્ષની તૂટેલી ડાળીઓથી જોખમ

છોટાઉદેપુર સહિત મધ્યપ્રદેશ અને ગુજરાત તથા મહારાષ્ટ્રને જોડતા ને.હા. નં. ૫૬ ઉપર મોટા તોતિંગ વૃક્ષ આવેલા છે. આ વૃક્ષોની ડાળીઓ ઘણી જગ્યાએ નમી પડી છે પરંતુ કોઈ મોટા વાહનોને અથડાય કે અકસ્માત સર્જાય તેવી સંભાવના છે. આ નમી પડેલી ડાળીઓ દૂર કરવા પ્રબળ લોકમાંગ ઉઠી છે. પરંતુ તંત્રના ધ્યાને આ બાબત ક્યારે આવશે તેવા સવાલો ઉઠી રહ્યાં છે.છોટાઉદેપુર સહિત ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને જોડતો ને. હા. નં. ૫૬ ઉપર રોજબરોજ અસંખ્ય નાના મોટા વાહનો પસાર થાય છે. ત્યારે હવે ચોમાસાને ગણતરીના દિવસો બાકી હોય ભારે પવનો અને ગાજવીજ સાથે વરસાદ થવાનો હોય તેવા સમયે પ્રી-મોન્સુન કામગીરી હજુ સુધી ઘણી જગ્યાએ કરાઇ નથી. જેનો પુરાવો મુખ્ય માર્ગો સાબિત કરી રહ્યા છે કે હજુ આ વૃક્ષોની નમી પડેલી ડાળીઓ દૂર કરાઇ નથી. શું કોઈ અકસ્માત થયા પછી પગલાં ભરાશે કે કેમ ? તેવા સવાલો ચાલુ રસ્તે ઉઠી રહ્યાં છે.છોટાઉદેપુર ને. હા. નં. ૫૬ ઉપર રેતી ભરેલા ડમ્પરોને ડાળીઓ અડે અને તૂટી પડે તો મોટા વાહનોને નુકસાન ન થાય. પરંતુ આગળ પાછળ જતા નાના વાહનોને નુકસાન થવાની શક્યતા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward