android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
સાવલી તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ પ્રફુલ સોલંકીનો ગળાફાંસો
calendar_today June 13, 2026

સાવલી તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ પ્રફુલ સોલંકીનો ગળાફાંસો

ડેસર : સાવલી તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રફુલ પર્વતસિંહ સોલંકીએ પોતાના ધનતેજ ગામ સ્થિત નિવાસસ્થાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી હતી. મળતી માહિતી અનુસાર, પ્રફુલ પર્વતસિંહ સોલંકી પોતાના ધનતેજ ગામ સ્થિત નિવાસસ્થાને મૃત હાલતમાં મળ્યાં હતા. પરિવાર દ્વારા ઘટનાની જાણ કરાતાં ડેસર પોલીસનો કાફ્લો સ્થળ પર દોડી આવીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તબક્કે આપઘાત પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસે પરિવારજનો, નજીકના મિત્રો તેમજ પરિચિતોના નિવેદનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી હતી. ઘટનાને લગતા તમામ પાસાઓની તપાસ ચાલું છે. પ્રફુલ સોલંકી ભાજપના સક્રિય યુવા આગેવાન તરીકે ઓળખાતા હતા. તાલુકા સ્તરે પક્ષના વિવિધ કાર્યક્રમોમાં મહત્વની ભૂમિકા ભજવતા હતા. તેમના અચાનક નિધનના સમાચારથી ભાજપ કાર્યકરો, શુભેચ્છકો અને સ્થાનિક નાગરિકોમાં શોકની લાગણી વ્યાપી છે. પરંતુ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ હકીકતો સામે આવશે. હાલમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાવલી CHC ખાતે ખસેડાયો હતો. જો કે આ લખાય છે ત્યાં સુધી સત્તાવાર કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. મામલો છેક ગાંધીનગર સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
પાવાગઢના છાસિયા અને દૂધિયા તળાવને ઊંડું કરવાની કામગીરી શરૂ
calendar_today June 13, 2026

પાવાગઢના છાસિયા અને દૂધિયા તળાવને ઊંડું કરવાની કામગીરી શરૂ

સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ડુંગર પર છેલ્લા 15થી 20 દિવસથી પાણીની ગંભીર કટોકટી બાદ આજે તંત્ર સફળું જાગી ડુંગર પરના છાસિયા તળાવ તેમજ દુધિયા તળાવને ઉંડુ કરવાની કામગીરીના શ્રી ગણેશ કર્યા હતાં.પાવાગઢ ડુંગર પર છેલ્લા ઘણા વર્ષોથી માર્ચ માસની શરૂઆતથી તળાવો સુકાઈ જવા જેના કારણે કુવામાં પણ પાણી ખલાસ થઈ જતા ડુંગર પર પાણીની ગંભીર કટોકટીની ફરિયાદો સાંભળવા મળતી હતી. છતાં તંત્ર દ્વારા આ અંગે કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવતી ન હોવાના કારણે ચાલુ વર્ષે છેલ્લા 15 દિવસ ઉપરાંત ના સમયગાળાથી ડુંગર પર પાણીની ગંભીર કટોકટી સર્જાતા અફરાતફરિનો માહોલ પણ સર્જાયો હતો. સ્થાનિક લોકો તો ઠીક યાત્રાળુઓ પણ પાણી વિના લાચારી અનુભવતા હતા. પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે મંદિર ટ્રસ્ટને પણ પાણીની કટોકટી નો સામનો કરવો પડયો હતો, જેના પગલે અન્નક્ષેત્ર એક સપ્તાહ સુધી બંધ રાખવાની ફરજ પડી હતી. જ્યારે મંદિર ટ્રસ્ટને પોતાના વપરાશ માટે પાણીના જગ મંગાવવાની ફરજ પડી હતી તેમ જાણવા મળતું હતું. આ વર્ષે પાણીની ગંભીર કટોકટી બાદ તંત્ર મોડે મોડે જાગ્યું અને વરસાદનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે. વરસાદ ક્યારે આવશે તેની ઘડીઓ ગણાવી રહી છે, ત્યારે તળાવો ઊંડા કરવાની જેથી કરીને આવતા વર્ષે પાણીનો જળસંગ્રહ વધે તે માટેની કાર્યવાહીની હાથ ધરવામાં આવી છે. જોકે આ કાર્યવાહી સુજલામ સુફ્લામ યોજના હેઠળ એક માસ અગાઉ હાથ ધરવામાં આવી હોત તો આજે તળાવો ઊંડા થઈ ગયા હોત તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
નારાયણ ધામ તાજપુરા ખાતે શ્રી વિષ્ણુ યાગ મહોત્સવ
calendar_today June 13, 2026

નારાયણ ધામ તાજપુરા ખાતે શ્રી વિષ્ણુ યાગ મહોત્સવ

હાલોલ તાલુકાના નારાયણ ધામ તાજપુરા ખાતે અઘિક માસને લઈને આજે શનિવારે શ્રી વિષ્ણુ યાગ મહોત્સવ યોજાયો હતો. જેમાં વહેલી સવારે 8.30 કલાકે પ્રારંભ થયો હતો .જ્યારે યજ્ઞ પુર્ણાહુતિ સાંજે 5.30 કલાકે કરવામાં આવી હતી. જેનો લાહવો મોટીસંખ્યામાં ભાવીકો ભક્તોએ લીધો હતો. વૈદિક પરંપરા અનુસાર યોજાયેલ આ યજ્ઞમાં વિશ્વશાંતિ, લોકકલ્યાણ, સુખ-સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. યજ્ઞ દરમિયાન વૈદિકમંત્રોચ્ચાર, પૂજન-અર્ચન, Sંતોના આશીર્વચન, ધાર્મિક પ્રવચનો તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતુ.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward