android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: આરોપીએ iPhone અને Androidની બેટરીથી બ્લાસ્ટની ધમકી આપી, જાણો ઈમેલમાં શું લખ્યું?
calendar_today September 10, 2026

Ahmedabad News: આરોપીએ iPhone અને Androidની બેટરીથી બ્લાસ્ટની ધમકી આપી, જાણો ઈમેલમાં શું લખ્યું?

ગુજરાતમાં ફરીવાર બોમ્બની ધમકીઓ મળવાનો સીલસીલો શરૂ થયો છે. આજે અમદાવાદની સ્કૂલો, ગાંધીનગર કોર્ટ અને વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો હતો. આ ધમકીને પગલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. શાળાઓમાંથી બાળકોને રજા આપી દેવાઈ હતી. જ્યારે કોર્ટ અને વિધાનસભા પરિસરને ખાલી કરવામાં આવી હતી. પોલીસને તપાસમાં કંઈ જ નહીં મળતાં રાહતનો શ્વાસ લીધો હતો. આ ધમકી ભર્યો ઈમેલ કરનારા આરોપીએ ઈમેલમાં ચોંકાવનારી વિગતો લખી હતી.  આરોપીએ ઈમેલમાં શું ધમકીઓ આપી?અમદાવાદની શાળાઓને ઈમેલ દ્વારા મળેલી બોમ્બની ધમકીના મામલામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.ધમકીભર્યા મેલમાં શાળાઓમાં બપોરે 1.11 વાગ્યે બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી.આ ધમકી માત્ર અમદાવાદ પૂરતી સીમિત ન હતી પરંતુ મેલમાં બ્રિક્સ અને દિલ્હીના પ્રગતિ મેદાનમાં પણ વિસ્ફોટ કરવાની ધમકીઓ ઉચ્ચારવામાં આવી છે.આરોપીઓએ આતંક ફેલાવવા માટે આઈફોન (iPhone) અને એન્ડ્રોઈડ (Android) ફોનની બેટરીઓનો ઉપયોગ કરીને બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી.એટલું જ નહીં, મેલમાં ગુજરાત બોલશે અને ખાલિસ્તાન ઝિંદાબાદના સૂત્રોનો ઉલ્લેખ કરવાની સાથે એવી પણ ચીમકી આપવામાં આવી છે કે બ્રિક્સનો કોઈપણ દેશ ભારતની મદદ ન કરે અને જો કોઈ દેશ ભારતની મદદ કરશે તો તે સીધો તેમના નિશાન પર આવશે.ગાંધીનગર કોર્ટ અને વિધાનસભામાંથી કંઈ ના મળ્યુંપોલીસ અને બોમ્બ સ્કવોડની ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન વિધાનસભા તેમજ કોર્ટ પરિસરમાંથી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ કે સામગ્રી મળી આવી નહોતી. તમામ સુરક્ષા પાસાંઓની પૂરતી ખાતરી થઈ ગયા બાદ અફવાઓ પર વિરામ મુકાયો હતો અને વિધાનસભાનું કાર્યવાહી સત્ર પોતાના નિર્ધારિત સમયે જ રાબેતા મુજબ શરૂ થઈ ગયું હતું.ગાંધીનગર પોલીસ દ્વારા આ મામલે સત્તાવાર ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ ધમકીભર્યો ઈ-મેઈલ દેશની બહારથી મોકલવામાં આવ્યો હતો.આશરે 6 મહિના પહેલાં પણ આ જ પદ્ધતિથી ધમકી આપવામાં આવી હતી. સામાન્ય રીતે દેશ બહારથી જ આવા ફેક ધમકીભર્યા મેઈલ આવતા હોવાથી સાયબર ક્રાઈમ ટીમે ટેકનિકલ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચોઃ Gandhinagar News: નેપાળ પૂર દુર્ઘટનામાં ગુમ થયેલા ગુજરાતીઓની ઓળખ માટે DNA સેમ્પલિંગ પ્રક્રિયા પૂર્ણતાના આરે

Read Full Story arrow_forward
વિધાનસભામાં ‘એનાલૉગ પનીર’નો મુદ્દો ગાજ્યો, રોગચાળો ફેલાવવાનું મોટું જોખમ! 'જે થયું તે ખોટું થયું'
calendar_today September 10, 2026

વિધાનસભામાં ‘એનાલૉગ પનીર’નો મુદ્દો ગાજ્યો, રોગચાળો ફેલાવવાનું મોટું જોખમ! 'જે થયું તે ખોટું થયું'

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચારSurat News: લોકોના જીવ સાથે ચેડાં કરતા બે બોગસ ડોક્ટર ઝડપાયા, પાંડેસરામાં SOGની રેડGandhinagar News : વિધાનસભામાં ‘એનાલૉગ પનીર’નો મુદ્દો ગાજ્યો, કોંગ્રેસ MLAના સવાલ પર આરોગ્ય મંત્રીનો જવાબVande Mataram Controversy: 'જે થયું તે ખોટું થયું', ઇમરાન ખેડાવાલા સામે કોંગ્રેસ કરશે કાર્યવાહીAmreli News: GERIના બે લાંચિયા અધિકારીઓ 21,000 રૂ.ની લાંચ લેતા ઝડપાયાWeather Update : મેઘરાજા ફરી ધમાકેદાર ઈનિંગ્સ રમવા તૈયાર! 12 થી 15 સપ્ટેમ્બર ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહીIndiaમાં ખતરનાક રોગચાળો ફેલાવવાનું મોટું જોખમ! ડેન્ગ્યુના વધતા કેસ વચ્ચે WHOએ આપી ચેતવણીAhmedabad News : શાળાઓમાં બોમ્બની ધમકીથી વાલીઓમાં દહેશત, જરૂર પડે વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવા DEO ની ખાસ સૂચના!Nepal Floods: 130 ટન રાહત સામગ્રી સહિત 54 એક્સપર્ટ મોકલ્યા નેપાળ, પૂરની સ્થિતિમાં ભારતે કરી મોટી મદદUS Midterm Elections: 170 દેશની GDP કરતાં પણ મોટો ખર્ચ, શું આ યોજના અમેરિકાનું દેવું અને ફુગાવામાં કરશે વધારો?Chhattisgarh News: દિયર-ભાભીના સંબંધ થયા શર્મસાર, કાકાએ માસૂમ ભત્રીજી સાથે કર્યુ આ કૃત્ય

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: ગુજરાતમાં 12 થી 15 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદનું એલર્ટ, લો પ્રેશર સક્રિય થતાં હવામાન વિભાગની આગાહી
calendar_today September 10, 2026

Gujarat Latest News Live: ગુજરાતમાં 12 થી 15 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદનું એલર્ટ, લો પ્રેશર સક્રિય થતાં હવામાન વિભાગની આગાહી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 10 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward