android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anandમાં વિદેશ મોકલવાના બહાને 80 લાખની ઠગાઈ: ક્રિષ્ના ઓવરસીસના નામે 'બંટી-બબલી'એ ફુલેકુ ફેરવ્યું
calendar_today September 10, 2026

Anandમાં વિદેશ મોકલવાના બહાને 80 લાખની ઠગાઈ: ક્રિષ્ના ઓવરસીસના નામે 'બંટી-બબલી'એ ફુલેકુ ફેરવ્યું

આણંદ શહેરમાં વિદેશ જવાની ઘેલછા ધરાવતા લોકોને નિશાન બનાવી કરોડોની ઠગાઈ આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 'ક્રિષ્ના ઓવરસીસ' નામે એજન્સી ચલાવતા બંટી-બબલીની જોડીએ 13થી વધુ લોકોને લંડન અને યુરોપના દેશોમાં મોકલવાના બહાને રૂ.80 લાખની રકમ પડાવી લીધી હતી. નાણાં ઉઘરાવ્યા બાદ કામ ન થતાં અને ઠગાઈનો પર્દાફાશ થતાં આરોપીઓ ઓફિસને તાળા મારી ફરાર થઈ જવાની ફિરાકમાં હતા, જ્યારે મુખ્ય સૂત્રધાર હાર્દિક શાહ ફુલેકુ ફેરવીને ફરાર થઈ ગયો હતો.પોલીસે એક મહિલાની ધરપકડ કરી આ સમગ્ર મામલે આણંદ ટાઉન પોલીસ મથકે બંટી-બબલી સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે કાર્યવાહી કરતા અનિતા શાહ નામની મહિલા આરોપીની ધરપકડ કરી લીધી છે. જ્યારે ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપી હાર્દિક શાહ અને તેના સાગરીત નંદકુમાર ઉકાણીને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને વિવિધ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે.વિદેશ જવાના ચક્કરમાં 13થી વધુ લોકો છેતરાયાબનાવની જાણ થતાં જ ઠગાઈનો ભોગ બનેલા લોકોના મોટા ટોળાં આણંદ ટાઉન પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. લોકોએ પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં આંકડો 80 લાખ રૂપિયા દેખાઈ રહ્યો છે, પરંતુ અન્ય ઘણા લોકો પણ આ ઠગ ટોળકીનો શિકાર બન્યા હોવાની આશંકા હોવાથી છેતરપિંડીનો કુલ આંકડો હજુ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad News : શાળાઓમાં બોમ્બની ધમકીથી વાલીઓમાં દહેશત, જરૂર પડે વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવા DEO ની ખાસ સૂચના!
calendar_today September 10, 2026

Ahmedabad News : શાળાઓમાં બોમ્બની ધમકીથી વાલીઓમાં દહેશત, જરૂર પડે વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવા DEO ની ખાસ સૂચના!

અમદાવાદ શહેરની વિવિધ શાળાઓને ઈ-મેઈલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં જ શૈક્ષણિક આલમ અને વહીવટી તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે. ધમકીભર્યો મેઈલ મળતાં જ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા છે અને શહેરની તમામ શાળાઓને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાની આકરી સૂચનાઓ આપી દીધી છે.પોલીસનું ફિઝિકલ વેરિફિકેશન અને સુરક્ષા માર્ગદર્શિકાઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા સંબંધિત શાળાઓનું ફિઝિકલ વેરિફિકેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. DEO દ્વારા શાળા સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે કે કેમ્પસમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે બેગ જણાય તો તેને બિલકુલ સ્પર્શ કરવો નહીં અને તાત્કાલિક પોલીસને જાણ કરવી. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં જો જરૂર જણાય તો વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ઘરે મોકલી દેવાની પણ છૂટ આપવામાં આવી છે.અફવાઓથી દૂર રહેવા અપીલ અને તંત્રનું સંકલનશિક્ષણ વિભાગ અને પોલીસ-વહીવટી તંત્ર વચ્ચે સતત સંકલન સાધીને પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા વાલીઓ અને નાગરિકોને કોઈપણ પ્રકારની અફવા કે ભય ન ફેલાવવા અને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. શાળાઓમાં બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.આ પણ વાંચો : Gandhinagar વિધાનસભા અને કોર્ટને બોમ્બની ધમકી મામલે મોટો ખુલાસો! વિદેશથી આવ્યો હતો મેઇલ, તપાસમાં ધમકી સાબિત થઈ અફવા

Read Full Story arrow_forward
Anandમાં બુલડોઝર એક્શન: ખાટકીવાડમાં દબાણો દૂર કરી મનપાએ માર્ગો ખુલ્લા કર્યા
calendar_today September 10, 2026

Anandમાં બુલડોઝર એક્શન: ખાટકીવાડમાં દબાણો દૂર કરી મનપાએ માર્ગો ખુલ્લા કર્યા

આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને જાહેર રસ્તાઓ ખુલ્લા કરવાના હેતુથી દબાણ હટાવવાનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત મનપાની ટીમે ખાટકીવાડ વિસ્તારને નિશાન બનાવીને જાહેર માર્ગ પર લાંબા સમયથી ખડકાયેલા કાચા અને પાકા દબાણો પર તંત્રનો હથોડો ઝીંક્યો હતો. જેસીબી અને બુલડોઝરની મદદથી ગેરકાયદેસર બાંધકામો, પતરાના શેડ અને રસ્તા પર અવરોધરૂપ બનેલા ઓટલા જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સફળ કામગીરીઓપરેશન દરમિયાન સ્થળ પર કોઈ ઘર્ષણ કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે પોલીસ કાફલાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી પૂરી કરવામાં આવી હતી. મનપાની આ કડક કામગીરીથી ખાટકીવાડ વિસ્તારના મુખ્ય રસ્તાઓ વર્ષો પછી ખુલ્લા અને પહોળા બન્યા છે, જેનાથી સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ટ્રાફિકની મુશ્કેલીમાંથી મોટી રાહત મળશે.તંત્રનું અભિયાન આગળ પણ રહેશે યથાવત આણંદ મનપાના અચાનક હાથ ધરાયેલા મેગા ઓપરેશનને પગલે શહેરના અન્ય વિસ્તારોના ગેરકાયદેસર દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી અહીં અટકશે નહીં. આવનારા દિવસોમાં પણ શહેરના અન્ય વેપારી અને રહેણાંક વિસ્તારોમાં આ જ પ્રકારે દબાણો દૂર કરવાનું અભિયાન સતત ચાલુ રાખવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward