android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vande Mataram Controversy: વિધાનસભામાં હોબાળો, હર્ષ સંઘવીએ ઈમરાન ખેડાવાલા સામે કરી કાર્યવાહીની માગ
calendar_today September 10, 2026

Vande Mataram Controversy: વિધાનસભામાં હોબાળો, હર્ષ સંઘવીએ ઈમરાન ખેડાવાલા સામે કરી કાર્યવાહીની માગ

ગુજરાત વિધાનસભામાં વંદે માતરમ્ રાષ્ટ્રીય ગીતના અપમાનનો મુદ્દો ગરમાયો છે. ગૃહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીને કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના વર્તન સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, વંદે માતરમ્ ના ગાન વખતે કોંગ્રેસના સભ્ય જાણી જોઈને ઊભા રહેવાના બદલે બેસી રહ્યા હતા, જે સીધેસીધું વંદે માતરમ્ નું અનાદર અને વિરોધ કરવાનું કૃત્ય છે.દિલ્હીના દ્રશ્યો અને રાજકીય આયોજનનો આરોપહર્ષ સંઘવીએ ગૃહ સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આ માત્ર કોઈ એક સભ્યના વર્તનનો પ્રશ્ન નથી, પરંતુ ઇમરાન ખેડાવાલા તો માત્ર એક મહોરું હતા. તેમણે દિલ્હીના તાજેતરના દ્રશ્યોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સોનિયા ગાંધીના નેતૃત્વમાં સ્ટાફને ખખડાવવામાં આવે છે. સત્રના આગલા દિવસે બેઠક બોલાવીને આ પ્રકારે વિરોધ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ગુજરાત દેશની પ્રથમ એવી વિધાનસભા છે, જ્યાં આખું વંદે માતરમ્ ગાવાની શરૂઆત થઈ હતી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવી રાજનીતિ કરે તેનાથી યુવાનોમાં ખોટો સંદેશ જાય છે.આયોજનપૂર્વકના પ્રયાસ અને વીડિયો ચેકિંગની માગહર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ઇમરાન ખેડાવાલાએ બહાર જઈને ઇન્ટરવ્યુ આપતી વખતે પણ આયોજનપૂર્વકનો પ્રયાસ કર્યો છે. આ સમગ્ર ઘટનાની સત્યતા તપાસવા માટે ઇમરાન ખેડાવાલાના વીડિયો રેકોર્ડિંગની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવે તેવી તેમણે અધ્યક્ષ સમક્ષ માગ કરી હતી.વિશેષાધિકાર અને એથિક્સ કમિટી સમક્ષ મામલો મોકલવાની રજૂઆતવિધાનસભા અધ્યક્ષ સામે પોતાની રજૂઆત રાખતા હર્ષ સંઘવીએ ગૃહના નિયમો અનુસાર કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. તેમણે આ મામલાને વિશેષાધિકાર ભંગ ગણીને ઇમરાન ખેડાવાલા વિરુદ્ધની તપાસ પ્રિવિલેજ કમિટી અથવા એથિક્સ કમિટીને સોંપવા વિનંતી કરી હતી, જેથી ભવિષ્યમાં કોઈ પણ રાજકીય પક્ષ કે લોકપ્રતિનિધિ રાષ્ટ્રગાનનું અનાદર કરવાની હિંમત ન કરે અને દેશમાં એક કડક દાખલો બેસે.આ પણ વાંચો: Gandhinagar News: બિલ્ડરનો કોઈ વાંક નથી પણ વ્યવસ્થાની ખામીને કારણે દુર્ઘટના સર્જાઈ: મંત્રી કાંતિ અમૃતિયા

Read Full Story arrow_forward
Weather Update : મેઘરાજા ફરી ધમાકેદાર ઈનિંગ્સ રમવા તૈયાર! 12 થી 15 સપ્ટેમ્બર ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી
calendar_today September 10, 2026

Weather Update : મેઘરાજા ફરી ધમાકેદાર ઈનિંગ્સ રમવા તૈયાર! 12 થી 15 સપ્ટેમ્બર ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાનો વધુ એક મજબૂત રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, વાતાવરણમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ જામશે. તારીખ 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી લઈને અતિભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને તંત્ર દ્વારા આગોતરી તકેદારીના ભાગરૂપે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.અમદાવાદ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટઆગાહી મુજબ, 12 સપ્ટેમ્બરે અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, ભાવનગર, બોટાદ, અમરેલી, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદી આગાહી સાથે 'યલો એલર્ટ' આપવામાં આવ્યું છે. ત્યારબાદ, 13 સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યભરમાં સાર્વત્રિક હળવાથી ભારે વરસાદનો વિસ્તારપૂર્વકનો સ્પેલ જોવા મળશે.સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ14 સપ્ટેમ્બરે મેઘરાજા વધુ જોર પકડશે, જેમાં ભાવનગર, અમરેલી, નવસારી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની શક્યતા સાથે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. આ જ દિવસે મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદનું 'યલો એલર્ટ' રહેશે. જ્યારે 15 સપ્ટેમ્બરે મેઘરાજાનું જોર સૌરાષ્ટ્ર તરફ રહેશે, જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દ્વારકામાં ભારે વરસાદના 'યલો એલર્ટ' સાથે વરસાદી માહોલ યથાવત રહેશે.આ પણ વાંચો : Ahmedabad News : શાળાઓમાં બોમ્બની ધમકીથી વાલીઓમાં દહેશત, જરૂર પડે વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવા DEO ની ખાસ સૂચના!

Read Full Story arrow_forward
Amreli News: GERIના બે લાંચિયા અધિકારીઓ 21,000 રૂ.ની લાંચ લેતા ઝડપાયા
calendar_today September 10, 2026

Amreli News: GERIના બે લાંચિયા અધિકારીઓ 21,000 રૂ.ની લાંચ લેતા ઝડપાયા

અમરેલી શહેરમાં આવેલી મટીરીયલ્સ ટેસ્ટિંગ લેબમાં ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના અધિકારીઓ દ્વારા તાજેતરમાં એક સરપ્રાઇઝ વિઝીટ કરવામાં આવી હતી. આ તપાસ બાદ લેબનો રિપોર્ટ પોઝિટિવ (સાંકળો) આપવાના બદલામાં અધિકારીઓએ ફરિયાદી પાસે રૂ. 21,000 ની ગેરકાયદે લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે સમગ્ર મામલે અમરેલી લાંચ રુશ્વત વિરોધી બ્યુરોનો સંપર્ક કરીને વિધિવત ફરિયાદ નોંધાવી હતી.સર્કિટ હાઉસના રૂમ નંબર 11માં ગોઠવાયું છટકુંફરિયાદના આધારે અમરેલી ACBની ટીમે તાત્કાલિક એક્શનમાં આવીને લાંચનું છટકું ગોઠવ્યું હતું. સરકારી સર્કિટ હાઉસના રૂમ નંબર 11 માં આયોજિત ટ્રેપ દરમિયાન બંને અધિકારીઓ ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી રહ્યા હતા, ત્યારે જ ACB ની ટીમે ત્રાટકીને તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.વડોદરા GERI ના બે અધિકારીઓ સામે કાર્યવાહીપકડાયેલા આરોપીઓમાં વડોદરા GERIના સંશોધન અધિકારી (કાર્યપાલક ઇજનેર) આણંદભાઈ નરેન્દ્રભાઈ ખરેડીયા (આરોપી નં. 1) અને સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ જીગરભાઈ કલસીંગભાઈ ભુટિયા (આરોપી નં. 2) નો સમાવેશ થાય છે. ટ્રેપ દરમિયાન આરોપી નં. 1 ના કબજામાંથી રૂ. 15,000 અને આરોપી નં. 2 ના કબજામાંથી રૂ. 6,000 ની લાંચની રકમ રિકવર કરવામાં આવી હતી.ACB ની સંયુક્ત ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહીઆ સફળ કામગીરી અમરેલી ACB ના ઇન્ચાર્જ PI ટી. એસ. રીઝવી તથા અમરેલી અને ભાવનગર ACBના સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. બંને ભ્રષ્ટ અધિકારીઓને અટકાયતમાં લઈને આગળની કાયદાકીય તપાસ હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો: Amreli News:સાવરકુંડલા અને જાફરાબાદ પંથકમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીની લહેર

Read Full Story arrow_forward