Vande Mataram Controversy: 'જે થયું તે ખોટું થયું', ઇમરાન ખેડાવાલા સામે કોંગ્રેસ કરશે કાર્યવાહી
વિધાનસભા ગૃહમાં વંદે માતરમ ગાનના અપમાન મુદ્દે ઉપજેલા વિવાદ પર કોંગ્રેસ પક્ષ દ્વારા મહત્વનું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રગાન સમયે કોંગ્રેસના તમામ ધારાસભ્યો સન્માનપૂર્વક ઉભા જ હતા. માત્ર ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની અમુક ગેરસમજના કારણે તેઓ બે અંતરા સુધી ઉભા રહ્યા હતા. આ મુદ્દે કોંગ્રેસ પક્ષે કડક વલણ અપનાવીને જણાવ્યું છે કે જે પણ ઘટના બની તે ખોટી થઈ છે અને કોંગ્રેસ પક્ષ ઇમરાન ખેડાવાલા પાસેથી આ મામલે લેખિતમાં સ્પષ્ટ ખુલાસો પૂછશે.રાષ્ટ્રગાનના સન્માનમાં જ માનીએ છીએ, ભવિષ્યમાં આવું નહીં બને ગૃહમાં નિવેદન આપતા કોંગ્રેસે રાષ્ટ્રભક્તિનો પુનરોચ્ચાર કર્યો હતો અને જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આવી ભૂલ કે અનિચ્છનીય બનાવ ન બનવો જોઈએ તે વાતનું પક્ષ સંપૂર્ણ સમર્થન કરે છે. કોંગ્રેસ હંમેશાં દેશ અને રાષ્ટ્રગાનનું સન્માન જાળવવામાં અગ્રણી રહી છે. ઈતિહાસનો ઉલ્લેખ કરતા પક્ષે ઉમેર્યું હતું કે વર્ષ 1896ના પ્રથમ અધિવેશનથી જ કોંગ્રેસના દરેક કાર્યક્રમ અને સત્રમાં રાષ્ટ્રગાન ગાવાની પરંપરા રહી છે, તેથી રાષ્ટ્રગાનનું સન્માન કોંગ્રેસના ડીએનએમાં છે.ભાજપના ગૌત્રમાં વર્ષો સુધી વંદે માતરમ ગવાયું નથી: કોંગ્રેસનો પલટવાર વંદે માતરમના મુદ્દે ભાજપ દ્વારા કરવામાં આવી રહેલા આરોપો સામે કોંગ્રેસે આકરો પલટવાર પણ કર્યો હતો. કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે જે પક્ષ આજે દેશભક્તિના પાઠ ભણાવી રહ્યો છે, તે ભાજપનું જે મૂળ ગૌત્ર અને વિચારધારા છે ત્યાં વર્ષો સુધી વંદે માતરમ ગવાયું જ નહોતું. આમ, એકતરફ પોતાના ધારાસભ્યની ગેરસમજ સ્વીકારીને ખુલાસો માંગવાની વાત કરવાની સાથે કોંગ્રેસે શાસક પક્ષ ભાજપ સામે પણ રાજકીય પ્રહારો કર્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward