android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bihar News : 'યે ચોર મચાયે શોર', બિહારમાં આખેઆખો 132 ફૂટ ઊંચો મોબાઈલ ટાવર બારોબાર ગાયબ!
calendar_today June 13, 2026

Bihar News : 'યે ચોર મચાયે શોર', બિહારમાં આખેઆખો 132 ફૂટ ઊંચો મોબાઈલ ટાવર બારોબાર ગાયબ!

બિહારના બક્સર જિલ્લામાંથી ચોરીની એવી ઘટના સામે આવી છે, જેને સાંભળીને પોલીસ અધિકારીઓથી લઈને સામાન્ય લોકો સુધી દરેક આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. સામાન્ય રીતે ચોરીના બનાવોમાં ઘર,દુકાન, વાહન અથવા કિંમતી સામાનને નિશાન બનાવવામાં આવે છે, પરંતુ આ વખતે ચોરોએ જે કર્યું છે તે અસામાન્ય અને ચોંકાવનારું છે. બક્સર જિલ્લાના ડુમરાંવ વિસ્તારમાં આવેલો આશરે 132 ફૂટ ઊંચો મોબાઇલ ટાવર જ ગાયબ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. ઇલેક્ટ્રિકલ ઉપકરણો અને જનરેટર પણ ગાયબમાહિતી મુજબ,આ ટાવર ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલી GTL કંપનીનો હતો અને લાંબા સમયથી ઉપયોગમાં નહોતો. જોકે તાજેતરમાં કંપનીના અધિકારીઓ જ્યારે સ્થળની તપાસ અને સંભવિત રિપેરિંગ માટે પહોંચ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે જ્યાં ટાવર ઊભો હતો ત્યાં હવે માત્ર ખાલી જગ્યા જ બાકી રહી છે. ટાવર ઉપરાંત તેની સાથે જોડાયેલા કેબલ, એન્ટેના, ઇલેક્ટ્રિકલ ઉપકરણો અને જનરેટર સેટ પણ ગાયબ હતા.ટલાય દિવસ સુધી ચાલ્યું હોવાની આશંકાઆ ઘટનાનું સૌથી આશ્ચર્યજનક પાસું એ છે કે 132 ફૂટ જેટલું ઊંચું માળખું એક જ દિવસમાં ગાયબ થઈ શકે તેમ નથી. પ્રાથમિક અંદાજ મુજબ ચોરોએ ટાવરને તબક્કાવાર ખોલીને તેના ભાગો અલગ કર્યા અને પછી તેને સ્ક્રેપ અથવા અન્ય માધ્યમથી ખસેડી દીધો હોઈ શકે છે. સ્થાનિક લોકોનું માનવું છે કે આ કામગીરી માટે દિવસો નહીં તો અઠવાડિયાઓ લાગ્યા હશે. વિસ્તારના રહેવાસીઓ પણ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે કે આટલી મોટી કામગીરી દરમિયાન કોઈને શંકા કેમ ન આવી. ઘણી વખત આવી ચોરીઓમાં આરોપીઓ પોતાને અધિકૃત કર્મચારી અથવા કોન્ટ્રાક્ટર તરીકે રજૂ કરીને કામ કરે છે, જેના કારણે આસપાસના લોકો તેમને સત્તાવાર કામગીરી માની લેતા હોય છે. જોકે આ કેસમાં હજુ સુધી પોલીસ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.પોલીસ સ્થાનિક લોકો સાથે પૂછપરછ કરી  આ મામલાની જાણકારી મળતા પોલીસ તપાસમાં લાગી ગઈ.આજુબાજુના લોકો સાથે પૂછપરછ થઈ રહી છે અને એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે આખરે આટલો મોટો ટાવર કેવી રીતે ચોરી કરીને લઈ ગયા. હાલમાં આ ઘટનાની સમગ્ર વિસ્તારમાં ચર્ચા થઈ રહી છે અને લોકો તેને બિહારની સૌથી અનોખી ચોરીની ઘટનામાંથી એક ગણાવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, આ ઘટના બક્સર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવી રહી છે. જ્યાં 132 ફુટ ઊંચો ટાવર ચોરી થવી સામાન્ય ઘટના નથી. પોલીસ હવે સીસીટીવી ફુટેજના આધારે શંકાસ્પદ લોકોની ઓળખ કરી રહી છે. વળી સ્થાનિક લોકો હવે આ ઘટનાને લઈ ડરી ગયા છે. જો ચોર આટલો મોટો ટાવર ચોરી કરી શકે છે તો નાની મોટી ચોરી તો તેમના માટે મામૂલી છે. આ ઘટના બિહારમાં એક અનોખો કાંડ બનીને ઊભરી આવી છે. જેની ચર્ચા હવે આખા રાજ્યમાં થઈ રહી છે કે આખરે આટલો મોટો ટાવર કેવી રીતે ચોરી થઈ ગયોકંપનીને ચાર નોટિસ  મોકલી તેમના મતે, કરાર 2022 માં સમાપ્ત થઈ ગયો. આ પછી, તેમને કંપની તરફથી કોઈ ચુકવણી મળી નહીં. તેમણે કંપનીને ચાર નોટિસ પણ મોકલી પરંતુ કોઈએ સાંભળ્યું નહીં. હરેનાથ યાદવ કહે છે કે તેમને હવે ખબર પડી છે કે ટાવર અને તેના તમામ સાધનો ચોરાઈ ગયા છે. તેમણે આ ઘટના પર આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું.સ્થાનિક લોકો પણ ચોંકી ગયા છે, પોલીસ તપાસ કરી રહી છે.સ્થાનિકોના મતે, તે સ્થળે લગભગ 15 વર્ષથી એક મોબાઇલ ટાવર સ્થાપિત હતો. થોડા દિવસો પહેલા, લોકોએ જોયું કે ટાવર ગાયબ છે, પરંતુ કોઈએ વધુ ધ્યાન આપ્યું નહીં. હવે ચોરીની ફરિયાદ નોંધાઈ છે, ત્યારે સમગ્ર વિસ્તારમાં આ ઘટનાની ચર્ચા થઈ રહી છે. લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે આટલો મોટો ટાવર ચોરી કરનારા લોકો પર કોઈએ કેમ ધ્યાન આપ્યું નહીં. બક્સરના પોલીસ અધિક્ષક શુભમ આર્યએ જણાવ્યું હતું કે આ અંગે લગભગ દસ દિવસ પહેલા ફરિયાદ મળી હતી. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે અને જમીનમાલિક અને અન્ય સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ કરશે.આ પણ વાંચો - Air Force Aircraft Crash: 22 વખત ક્રેશ છતાં AN-32 વાયુસેના માટે કેમ ખાસ? જાણો કિંમત

Read Full Story arrow_forward
Gujarat Latest News Live:   2027 ચૂંટણી પહેલાં ડે. CM હર્ષ સંઘવી નરેશ પટેલના ઘરે પહોંચ્યા, અનેક તર્ક-વિતર્ક
calendar_today June 13, 2026

Gujarat Latest News Live: 2027 ચૂંટણી પહેલાં ડે. CM હર્ષ સંઘવી નરેશ પટેલના ઘરે પહોંચ્યા, અનેક તર્ક-વિતર્ક

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 13JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gir Somnath: થોરડી ગામે કેળાના બગીચામાં કામ કરતા કાકા-ભત્રીજા સહિત 3 લોકો પર દીપડાનો હુમલો
calendar_today June 13, 2026

Gir Somnath: થોરડી ગામે કેળાના બગીચામાં કામ કરતા કાકા-ભત્રીજા સહિત 3 લોકો પર દીપડાનો હુમલો

ગીર સોમનાથ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં અવારનવાર સિંહો અને દીપડાઓ શિકારની શોધમાં આવી ચઢતા હોય છે. પરંતુ ગીરગઢડાના થોરડી ગામે દીપડાએ જે રીતે માનવીઓ પર હિંસક હુમલા કરવાનું શરૂ કર્યું છે, તેનાથી ગ્રામજનોમાં ભારે રોષ અને ફફડાટ છે. વાડી વિસ્તારમાં બપોરના સમયે જ્યારે ખેડૂતો પોતાના દૈનિક કામમાં વ્યસ્ત હતા, ત્યારે ઘાત લગાવીને બેઠેલા દીપડાએ લોહીલુહાણ હુમલો કર્યો હતો.કેળાની વાડીમાં કાકા-ભત્રીજા પર ત્રાટક્યો કાળમળતી માહિતી મુજબ, થોરડી ગામની સીમમાં આવેલા કેળાના એક ઘટાદાર બગીચામાં સગા કાકા અને ભત્રીજા ખેતીકામ તેમજ કેળાના લૂમ ઉતારવાનું કામ કરી રહ્યા હતા. કેળાના મોટા પાંદડાઓની આડમાં છુપાયેલો દીપડો અચાનક નખ અને દાંત વડે કાકા-ભત્રીજા પર તૂટી પડ્યો હતો. બંનેએ બચવા માટે પ્રતિકાર કર્યો અને બૂમાબૂમ કરી મૂકી હતી. આ અવાજ સાંભળીને બાજુની વાડીમાં કામ કરી રહેલા અન્ય એક ખેડૂત દોડીને આવ્યા હતા. જોકે, ગુસ્સે ભરાયેલા દીપડાએ તે ખેડૂતને પણ ન છોડતા તેમના પર પણ હિંસક હુમલો કરી શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.પાંજરૂ મુકવા છતાં વન વિભાગની પકડથી દૂરઘટનાને પગલે આસપાસના અન્ય વાડી માલિકો લાકડીઓ લઈને દોડી આવતા દીપડો કેળાના વાવેતરમાં ગાયબ થઈ ગયો હતો. ગ્રામજનોએ તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં ત્રણેય ઇજાગ્રસ્તોને ગીરગઢડાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે. ઘટનાની જાણ વન વિભાગને કરાતા સ્ટાફ પાંજરૂ લઈને ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. વન કર્મચારીઓએ દીપડાને પકડવા માટે વાડીના એક્ઝિટ પોઇન્ટ પર મારણ સાથેનું પાંજરૂ ગોઠવ્યું હતું, પરંતુ શાતિર દીપડો પાંજરાની નજીક આવ્યા બાદ અંદર ગયા વિના જ જંગલ તરફ અથવા અન્ય ગુપ્ત લોકેશન પર નાસી છૂટ્યો હતો. વન વિભાગની ટીમો હાલ પગમાર્કના આધારે દીપડાનું લોકેશન ટ્રેસ કરીને તેને વહેલી તકે પાંજરે પૂરવા માટે કવાયત ચલાવી રહી છે.આ પણ વાંચો: Surendranagar: વઢવાણમાં રાજાશાહી સમયના કૂવાને નુકસાન, વિરાસતને મૂળ સ્વરૂપે પુનઃ સ્થાપિત કરવા સ્થાનિકોનું અલ્ટીમેટમ

Read Full Story arrow_forward