android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar : હવે મંત્રીઓને જલસા, વંદે ભારત અને તેજસ જેવી પ્રીમિયમ ટ્રેનોના એક્ઝેક્યુટિવ ક્લાસમાં મુસાફરીની મળી મંજૂરી
calendar_today June 13, 2026

Gandhinagar : હવે મંત્રીઓને જલસા, વંદે ભારત અને તેજસ જેવી પ્રીમિયમ ટ્રેનોના એક્ઝેક્યુટિવ ક્લાસમાં મુસાફરીની મળી મંજૂરી

ગુજરાત સરકારના મંત્રીઓ માટે પ્રવાસન અને સરકારી મુસાફરીને લઈને એક મોટા અને સુવિધાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના મંત્રીઓ હવે રેલવે મુસાફરી દરમિયાન વધુ આરામદાયક અને લક્ઝુરિયસ સવલતોનો લાભ લઈ શકશે. સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક સત્તાવાર નોટિફિકેશન અનુસાર, હવેથી મંત્રીઓને દેશની પ્રીમિયમ અને સેમી-હાઈસ્પીડ ટ્રેનોના એક્ઝેક્યુટિવ ક્લાસ માં મુસાફરી કરવાની સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે.પ્રીમિયમ ગણાતા એક્ઝેક્યુટિવ ક્લાસમાં સફર કરી શકશે નવા નિયમો મુજબ, મંત્રીઓ હવે વંદે ભારત ટ્રેન, તેજસ એક્સપ્રેસ અને દુરંતો એક્સપ્રેસ જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ટ્રેનોના સૌથી મોંઘા અને પ્રીમિયમ ગણાતા એક્ઝેક્યુટિવ ક્લાસમાં સફર કરી શકશે. સરકારી પ્રવાસ દરમિયાન મંત્રીઓની સુવિધા અને સમયની બચતને ધ્યાનમાં રાખીને વહીવટી વિભાગ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.  સામાન્ય એસી કોચમાં જ મુસાફરી કરવાની મંજૂરી હતી અગાઉના નિયમોની વાત કરીએ તો, મંત્રીઓને સત્તાવાર પ્રવાસ માટે ટ્રેનના માત્ર ફર્સ્ટ ક્લાસ અથવા સેકન્ડ ક્લાસ એટલે કે સામાન્ય એસી કોચમાં જ મુસાફરી કરવાની મંજૂરી મળતી હતી. પરંતુ બદલાતા સમય અને રેલવેના આધુનિકીકરણની સાથે રાજ્ય સરકારે પણ પોતાના નિયમોમાં ફેરફાર કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગેનું નોટિફિકેશન જાહેર થતાં જ હવે મંત્રીઓ દેશની આ હાઈટેક ટ્રેનોની પ્રીમિયમ સુવિધાઓનો ઉપયોગ સત્તાવાર રીતે કરી શકશે, જેનો ખર્ચ સરકારી તિજોરી ભોગવશે. સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી સમયમાં મંત્રીઓના પ્રવાસ શિડ્યુલને વધુ ઝડપી બનાવવા માટે આ ક્લાસ અપગ્રેડેશન ખૂબ જ ઉપયોગી સાબિત થશે.આ પણ વાંચો----    Gujarat Latest News Live: આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32 ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશ

Read Full Story arrow_forward
Vadodara: માણેજામાં હૃદય ચીરી નાખે તેવી ઘટના, વતનમાં મિત્રના મોતના આઘાતમાં બે મિત્રોએ 24 કલાકમાં કર્યો આપઘાત
calendar_today June 13, 2026

Vadodara: માણેજામાં હૃદય ચીરી નાખે તેવી ઘટના, વતનમાં મિત્રના મોતના આઘાતમાં બે મિત્રોએ 24 કલાકમાં કર્યો આપઘાત

આપણા સમાજમાં મિત્રતાને સગા ભાઈથી પણ સવાઈ ગણવામાં આવી છે. સુખ અને દુઃખમાં સાથ નિભાવતી મિત્રતાના અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા હશે, પરંતુ વડોદરાના માણેજા વિસ્તારમાંથી સામે આવેલી ઘટના લાગણીઓના અતિરેકની એક એવી દર્દનાક દાસ્તાન છે જે કોઈ પણ પાષાણ હૃદયના માણસને રડાવી દે. વડોદરામાં રહીને મકરપુરા જીઆઇડીસી (GIDC) માં ખાનગી નોકરી કરી પોતાનું પેટ ભરી રહેલા બે પરપ્રાંતીય યુવાનો એક આકસ્મિક આઘાત સામે જિંદગીની જંગ હારી ગયા છે.11 જૂન રવિશંકરનું ટ્રેન નીચે કૂદીને આત્મબલિદાનમૂળ બિહારનો વતની રવિશંકર રાજેશકુમાર પ્રસાદ વડોદરાના માણેજા વિસ્તારમાં રહીને મકરપુરા GIDC માં ફાઈટર તરીકે ફરજ બજાવતો હતો. ગત ૧૧ જૂનના રોજ રવિશંકરને વતન બિહારથી એક અત્યંત માઠા સમાચાર મળ્યા કે, ત્યાં રહેતા તેના એક ખૂબ જ નજીકના બાળપણના મિત્રએ કોઈ કારણસર આપઘાત કરી લીધો છે. આ સમાચાર સાંભળતા જ રવિશંકરના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તે ઊંડા માનસિક આઘાતમાં સરી પડ્યો હતો. તેણે તુરંત જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૃત મિત્રનો ફોટો શેર કરીને એક અત્યંત ભાવુક સંદેશ લખ્યો અને સ્ટેટસમાં લખ્યું, "મેં તેરે પાસ આ રહા હું..." (હું તારી પાસે આવી રહ્યો છું). સ્ટેટસ મૂક્યાના ગણતરીના કલાકોમાં જ વ્યથિત રવિશંકરે મકરપુરા રેલવે સ્ટેશન પાસે ધસી આવતી ટ્રેન સામે કૂદકો મારીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. રેલવે પોલીસે લાશને પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી હતી.12 જૂન મિત્રના વિરહમાં રૂમમેટ વિકાસે પણ ફાંસો ખાધોહજુ તો રવિશંકરના પરિવાાર પર આભ તૂટી પડ્યું હતું, ત્યાં જ આ ઘટનાના બીજા દિવસે એટલે કે 12 જૂને આ જ રૂમમાં વધુ એક અરેરાટીભરી ઘટના ઘટી. રવિશંકરની સાથે એક જ રૂમમાં રહેતો અને મૂળ ઉત્તર પ્રદેશનો તેનો પરમ મિત્ર વિકાસ દિનેશ પ્રસાદ પોતાના ભાઈ જેવા મિત્રના અચાનક ટ્રેન નીચે કૂદી જવાના સમાચાર જીરવી શક્યો નહીં. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, રવિશંકર અને વિકાસ લાંબા સમયથી વડોદરામાં સાથે રહેતા હતા અને બંને વચ્ચે સગા ભાઈ જેવો પ્રેમ હતો. 11 જૂનની રાત્રે રવિશંકરના ગયા પછી વિકાસ સતત રડતો હતો અને તણાવમાં હતો. આખરે અસહ્ય આઘાત સહન ન થતાં 12 જૂનની રાત્રે વિકાસે પણ પોતાના જ રૂમમાં પંખા સાથે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.આઘાત પામેલા યુવકોના એક પછી એક મોતરોજગારની શોધમાં પોતાના પરિવારથી સેંકડો કિલોમીટર દૂર વડોદરા આવેલા બે જીવલેણ આઘાત પામેલા યુવકોના એક પછી એક થયેલા કરૂણ મોતથી માણેજા પંથકની જનતા સ્તબ્ધ થઈ ગઈ છે. વડોદરા પોલીસે બંને બનાવોમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃતકોના પરિવારજનોને યુપી અને બિહાર જાણ કરી છે.આ પણ વાંચો: Gir Somnath: થોરડી ગામે કેળાના બગીચામાં કામ કરતા કાકા-ભત્રીજા સહિત 3 લોકો પર દીપડાનો હુમલો

Read Full Story arrow_forward
Vadodara: ભાવપુરામાં હાઇટેન્શન વીજ પોલ ધરાશાયી થતાં 3 શ્રમિકોના કરુણ મોત, 3 હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા
calendar_today June 13, 2026

Vadodara: ભાવપુરામાં હાઇટેન્શન વીજ પોલ ધરાશાયી થતાં 3 શ્રમિકોના કરુણ મોત, 3 હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા

વડોદરા સાઉથથી લઈને સુરતના ઓલપાડ સુધી 765 KV ની અત્યંત હાઇ-ટેન્શન ટ્રાન્સમિશન લાઇન નાખવાનો મેગા પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ હાઇપ્રોફાઇલ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરાના ડભોઈ તાલુકાના ભાવપુરા ગામની સીમમાં વિશાળ લોખંડના વીજ ટાવરો અને કેબલિંગ ઉભા કરવાની કામગીરી પાવર ગ્રીડના નેજા હેઠળ ખાનગી કોન્ટ્રાક્ટર ટી.એલ.એલ. (TLL) કંપની દ્વારા કરવામાં આવી રહી છે. ગત 09 જૂનના રોજ રોજિંદી પ્રક્રિયા મુજબ પશ્ચિમ બંગાળથી કમાવા આવેલા ગરીબ શ્રમિકો જમીનથી સેંકડો ફૂટ ઊંચાઈ પર કામ કરી રહ્યા હતા, ત્યારે કલ્પના ન કરી હોય તેવી ગોઝારી દુર્ઘટના ઘટી હતી.હાઇટેન્શન ટાવરનો પાયો જ હલી ગયોપ્રાથમિક તપાસ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હાઇટેન્શન લાઇન માટે કેબલ ખેંચવાની અને વીજ થાંભલાને લોક કરવાની પ્રક્રિયા ચાલુ હતી. તે સમયે અચાનક મસમોટા લોખંડના થાંભલાનો પાયો હલી ગયો હતો અને સંતુલન ખોરવાઈ જતાં આખેઆખો મહાકાય વીજ થાંભલો ધડાકાભેર જમીનદોસ્ત થઈ ગયો હતો. થાંભલા પર અને તેની આસપાસ કામ કરી રહેલા 6 જેટલા શ્રમિકો લોખંડના એંગલો વચ્ચે કચડાઈ ગયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે આસપાસના સીમ વિસ્તારના ખેડૂતો અને મજૂરો લોહીલુહાણ શ્રમિકોને બચાવવા દોડ્યા હતા.સારવાર કારગત ન નીવડી, મીડિયા સમક્ષ કંપની સુપર સાઈલન્ટતમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા હતા. જો કે, ગંભીર આંતરિક અને માથાના ભાગે ઈજાઓ હોવાના કારણે પશ્ચિમ બંગાળના વતની એવા 3 આશાસ્પદ શ્રમિકોએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો, જ્યારે બાકીના 3 શ્રમિકો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. ટી.એલ.એલ. કંપની અને પાવર ગ્રીડના જવાબદાર અધિકારીઓ આ ગંભીર લાપરવાહી પર સત્તાવાર નિવેદન આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં ડભોઈ પોલીસનો મોટો કાફલો ભાવપુરા ગામની સીમમાં પહોંચ્યો હતો અને એફએસએલ (FSL) ની મદદથી તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો:Vadodara: માણેજામાં હૃદય ચીરી નાખે તેવી ઘટના, વતનમાં મિત્રના મોતના આઘાતમાં બે મિત્રોએ 24 કલાકમાં કર્યો આપઘાત

Read Full Story arrow_forward