android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો ધડાકો, સરકારી ભરતીમાં કૌંભાડ, OBC હોવા છતાં ST સર્ટિફિકેટના આધારે નોકરી મેળવી
calendar_today June 13, 2026

Gandhinagar : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો ધડાકો, સરકારી ભરતીમાં કૌંભાડ, OBC હોવા છતાં ST સર્ટિફિકેટના આધારે નોકરી મેળવી

ગુજરાતમાં સરકારી ભરતી પ્રક્રિયાઓ પર ફરી એકવાર સવાલો ઊભા થયા છે. જાણીતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ એક પત્રકાર પરિષદ યોજીને સરકારી નોકરીઓમાં નકલી જાતિ પ્રમાણપત્ર ના આધારે નોકરી મેળવવાનું એક બહુ મોટું કૌભાંડ મીડિયા સમક્ષ ઉજાગર કર્યું છે. યુવરાજસિંહે આક્ષેપ કર્યો છે કે, કેટલાક ચોક્કસ ઉમેદવારોએ મૂળ ઓબીસી કેટેગરીના હોવા છતાં ગેરકાયદેસર રીતે એસટી ના પ્રમાણપત્રો મેળવીને સરકારી નોકરીઓ હડપી લીધી છે.નવઘણ સરસૈયા નામના ઉમેદવારના અસલી OBC સર્ટિફિકેટ બતાવ્યા યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ પુરાવા રજૂ કરતાં નવઘણ સરસૈયા નામના ઉમેદવારના અસલી OBC સર્ટિફિકેટ બતાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે વસુંધરા ગામમાં કોઈ આદિવાસી વસ્તી ન હોવા છતાં, ત્યાંથી ખોટી રીતે આ જ્ઞાતિના પ્રમાણપત્રો ઈશ્યુ કરવામાં આવ્યા છે. ઓબીસી કેટેગરીમાં આવતા હોવા છતાં આ ઉમેદવારોએ એસટી અનામતનો લાભ લઈને લાયક આદિવાસી યુવાનોના હક પર ત્રાપ મારી છે. આ ઘટનાને પગલે જે-તે ગામની આખી ડેમોગ્રાફી પર પણ ગંભીર સવાલો ઊભા થયા છે. સમગ્ર કેસમાં તટસ્થ તપાસની માગ વિદ્યાર્થી નેતાએ આક્ષેપ કર્યો છે કે, આ માત્ર 1 કે 2 ઉમેદવાર પૂરતો મર્યાદિત મામલો નથી, પરંતુ તેની પાછળ એક આખું નેટવર્ક કામ કરી રહ્યું હોવાની આશંકા છે. કાયદેસરના આદિવાસી ઉમેદવારો અન્યાયનો ભોગ ન બને તે માટે આ સમગ્ર કૌભાંડની કોઈ ઉચ્ચ સ્તરીય કમિટી અથવા સ્વતંત્ર એજન્સી દ્વારા તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠાવવામાં આવી છે. જો તપાસ યોગ્ય રીતે થશે તો આગામી દિવસોમાં ઘણા મોટા માથાઓની સંડોવણી બહાર આવી શકે છે. આ પણ વાંચો----   Gujarat Latest News Live: 2027 ચૂંટણી પહેલાં ડે. CM હર્ષ સંઘવી નરેશ પટેલના ઘરે પહોંચ્યા, અનેક તર્ક-વિતર્ક

Read Full Story arrow_forward
Ahmedabad News:કર્મચારી 53 મિનિટ વોશરૂમમાં રહ્યો તો બોસે માંગ્યો હિસાબ! કહ્યું- 'હવે 40 મિનિટ ઓફિસમાં વધારે બેસો'
calendar_today June 13, 2026

Ahmedabad News:કર્મચારી 53 મિનિટ વોશરૂમમાં રહ્યો તો બોસે માંગ્યો હિસાબ! કહ્યું- 'હવે 40 મિનિટ ઓફિસમાં વધારે બેસો'

આજના આધુનિક કોર્પોરેટ જગતમાં કર્મચારીઓના પર્ફોર્મન્સ અને પ્રોડક્ટિવિટી પર નજર રાખવી સામાન્ય બાબત છે, પરંતુ અમદાવાદમાંથી એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે જેણે કાર્યસ્થળ પર કર્મચારીઓની પ્રાઇવસી અને તેમના અધિકારો અંગે સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા જગાવી દીધી છે. અમદાવાદના એક કર્મચારીએ દાવો કર્યો છે કે તેની કંપની હવે કર્મચારીઓના વોશરૂમ બ્રેક નો સમય પણ ગણી રહી છે અને નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ સમય લેવા બદલ કર્મચારીઓને ઓફિસમાં વધારાનો સમય રોકાવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.53 મિનિટના બ્રેકનો મંગાયો હિસાબઆ પીડિત કર્મચારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ (Reddit) પર પોતાની આપવીતી શેર કરી છે. તેણે જણાવ્યું કે તે છેલ્લા 10 મહિનાથી આ કંપનીમાં કામ કરી રહ્યો છે અને આ સમયગાળા દરમિયાન ક્યારેય તેના કામને લઈને કોઈ ફરિયાદ આવી નથી. તે પોતાનું તમામ કામ હંમેશા સમયસર પૂરું કરે છે. પરંતુ તાજેતરમાં જ કંપનીએ એક નવો નિયમ લાગુ કર્યો છે જે ખૂબ જ માનસિક ત્રાસ આપનારો છે.કર્મચારીના જણાવ્યા અનુસાર, એક દિવસ તેના બોસે તેને કેબિનમાં બોલાવીને કહ્યું કે તેણે આખા દિવસ દરમિયાન વોશરૂમમાં કુલ 53 મિનિટ વિતાવી છે. કંપનીની નવી પોલિસી મુજબ કોઈ પણ કર્મચારી દિવસમાં વધુમાં વધુ 30 મિનિટ જ વોશરૂમ બ્રેક લઈ શકે છે. કર્મચારીએ આ સમયમર્યાદા ઓળંગી હોવાને કારણે બોસે તેને તેની ભરપાઈ કરવા માટે ઓફિસ અવર્સ પછી વધુ 40 મિનિટ બેસીને કામ કરવાનો આદેશ આપ્યો હતો.ફોન પણ ડેસ્ક પર મૂકીને જાય છે કર્મચારીકર્મચારીએ પોસ્ટમાં સ્પષ્ટતા કરી છે કે તે જ્યારે પણ વોશરૂમ જાય છે ત્યારે પોતાનો મોબાઈલ ફોન ડેસ્ક પર જ છોડીને જાય છે જેથી કોઈ એમ ના કહી શકે કે તે અંદર જઈને ટાઈમપાસ કરે છે. વધુમાં, વોશરૂમ તેની સીટથી માત્ર થોડાક જ પગલાં દૂર છે. છેલ્લા 10 મહિનાથી તે આ જ રૂટિન ફોલો કરતો હતો પરંતુ પહેલાં ક્યારેય કોઈને વાંધો નહોતો, પરંતુ હવે અચાનક આ પ્રકારની કડક દેખરેખ રાખવામાં આવી રહી છે જે અયોગ્ય છે.સોશિયલ મીડિયા પર લોકોનો રોષઆ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ યુઝર્સે કંપનીની આ નીતિની આકરી ટીકા કરી છે. મોટાભાગના લોકોએ કર્મચારીને સલાહ આપી છે કે તેણે આવી કંપની તાત્કાલિક છોડી દેવી જોઈએ અને નવી નોકરી શોધવી જોઈએ. એક યુઝરે લખ્યું કે, "કંપની કદાચ જાણીજોઈને તેને ટાર્ગેટ કરી રહી છે જેથી તે પોતે જ નોકરી છોડી દે." અન્ય એક યુઝરે ટિપ્પણી કરી કે નાની કંપનીઓમાં આવા વિચિત્ર અને કડક નિયમો અવારનવાર જોવા મળે છે.જોકે આ મામલે હજુ સુધી કંપની તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ આ ઘટનાએ ઓફિસ કલ્ચરમાં માનવતા અને કર્મચારીઓના મૂલ્યાંકનની પદ્ધતિઓ સામે મોટા સવાલો ઊભા કર્યા છે.આ પણ વાંચો:Sky Burial: ભારતના આ પડોશી દેશમાં મૃતદેહના ટુકડા કરી ગીધને ખવડાવવામાં આવે છે

Read Full Story arrow_forward
Mumbai High Tide Alert: BMCએ જાહેર કર્યુ હાઇટાઇડનું એલર્ટ, જાણો ક્યારે ઊંચા મોજા ઉછળશે?
calendar_today June 13, 2026

Mumbai High Tide Alert: BMCએ જાહેર કર્યુ હાઇટાઇડનું એલર્ટ, જાણો ક્યારે ઊંચા મોજા ઉછળશે?

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ વર્ષ 2026 માટે હાઈ ટાઈડ કેલેન્ડર બહાર પાડ્યું છે, જેમાં જૂન અને સપ્ટેમ્બર વચ્ચે હાઈ ટાઈડના દિવસોની વિગતો આપવામાં આવી છે. મુંબઈમાં ચોમાસાની શરૂઆત સાથે, ઊંચા દરિયાઈ મોજા સાથે સંકળાયેલું જોખમ પણ વધે છે. આને ધ્યાનમાં રાખીને, BMC એ 2026 માટે હાઈ ટાઈડ કેલેન્ડર જાહેર કર્યું છે.મુંબઇમાં હાઇટાઇડને લઇને એલર્ટ જાહેર મુંબઈમાં પહેલાથી જ ચોમાસા પહેલાના હળવા વરસાદ અને દરિયાકાંઠે વધુ ભરતી-ઓટની પ્રવૃત્તિનો અનુભવ થઈ રહ્યો છે.  ભરતીના દિવસે અને ભરતીના સમયગાળા દરમિયાન, નાગરિકોએ દરિયા કિનારાની નજીક ન જવું જોઈએ. ઉપરાંત, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મુંબઈ પોલીસ દ્વારા આ સંદર્ભમાં જાહેર કરાયેલી સૂચનાઓનું પાલન કરવું જોઈએ બીએમસીએ શુક્રવારે X પર પોસ્ટ કર્યું હતું. ક્યારે ભરતીની શક્યતા ? BMC ના જણાવ્યા મુજબ, જૂન અને સપ્ટેમ્બર વચ્ચે 4.5 મીટરથી વધુ ઊંચા મોજા આવવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન દરિયાનું સ્તર સામાન્ય કરતા નોંધપાત્ર રીતે વધારે રહેશે, જે દરિયાકાંઠાના અને નીચાણવાળા વિસ્તારો માટે જોખમો વધારી શકે છે. આ કેલેન્ડરમાં કુલ 24 ભરતીના દિવસોની યાદી આપવામાં આવી છે. જૂનમાં 6, જુલાઈમાં 6, ઓગસ્ટમાં 5 અને સપ્ટેમ્બરમાં 7.મોજા ક્યારે ઉછળશે?કેલેન્ડર મુજબ, આ ચોમાસાની ઋતુમાં સૌથી વધુ મોજા 16 જુલાઈએ આવવાની શક્યતા છે, જે સંભવિત રીતે 4.89 મીટર (આશરે 16 ફૂટ) ની ઊંચાઈ સુધી પહોંચશે. જૂન મહિનામાં ઘણી મોટી ભરતીની આગાહી કરવામાં આવી છે, ખાસ કરીને 14 જૂનથી 19 જૂન વચ્ચે, મોજાનું સ્તર 4.64 મીટરથી 4.87 મીટર સુધી રહેવાની ધારણા છે. 13 જુલાઈથી 18 જુલાઈ દરમિયાન સમુદ્રનું સ્તર 4.89 મીટર સુધી વધવાની ધારણા છે.ઓગસ્ટની વાત કરીએ તો, 12 ઓગસ્ટથી 16 ઓગસ્ટ દરમિયાન ભરતીની આગાહી કરવામાં આવી છે, જેની ઊંચાઈ 4.50 મીટરથી 4.83 મીટર સુધીની છે. સપ્ટેમ્બરમાં 4.5 મીટરથી વધુ ઊંચા મોજા આવવાની શક્યતા છે, જેમાં સૌથી વધુ ભરતી 10 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન આવશે.દરિયા કિનારાની મુલાકાત લેવાનું ટાળો- BMC પ્રશાસન દ્વારા નાગરિકો, પ્રવાસીઓ અને દરિયા કિનારા પર જનારાઓને પ્રતિકૂળ હવામાન અને ભરતીના સમયગાળા દરમિયાન દરિયા કિનારા, ખડકાળ વિસ્તારો અને દરિયાકાંઠાના વિસ્તારોની મુલાકાત લેવાનું ટાળવાની ચેતવણી આપવામાં આવી છે. બીએમસીએ જણાવ્યું છે કે તમામ સંબંધિત વિભાગોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. ચોમાસા દરમિયાન ઊંચા મોજા અને ભરતીને કારણે અકસ્માતોના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને, નાગરિકોને વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે.આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ? 

Read Full Story arrow_forward