android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kutch: રાપરમાં કાળઝાળ ગરમીએ લીધો નિર્દોષનો ભોગ,નોકરી શોધવા નીકળેલા UP ના યુવકનું લૂ લાગવાથી મોત
calendar_today June 13, 2026

Kutch: રાપરમાં કાળઝાળ ગરમીએ લીધો નિર્દોષનો ભોગ,નોકરી શોધવા નીકળેલા UP ના યુવકનું લૂ લાગવાથી મોત

રોજગારીની શોધમાં અન્ય રાજ્યોમાંથી ગુજરાત આવતા શ્રમિકો માટે આ વર્ષનો ઉનાળો કાળ સાબિત થઈ રહ્યો છે. કચ્છના સરહદી વાગડ પંથકના રાપર તાલુકામાંથી માનવતાને હચમચાવી મૂકે તેવા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશ (UP) નો વતની અને ગરીબ પરિવારનો આશાસ્પદ યુવક ત્રિવેણકુમાર થોડા દિવસો પહેલાં જ કચ્છના ઔદ્યોગિક વિસ્તારોમાં કોઈ કામ મળી રહે તેવા હેતુથી અહીં આવ્યો હતો. રાપરના ગ્રામીણ વિસ્તારોમાં નોકરી માટે ભટકતા ભટકતા તે ગઈકાલે બપોરે નંદાસર કેનાલ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો.પાણી વિના આકરા તાપમાં શરીર સાથ છોડી ગયુંકચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી પારો ૪૨ થી ૪૪ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે, સાથે જ રણની સૂકી અને ગરમ હવા (લૂ) ફૂંકાઈ રહી છે. બપોરના સમયે અસહ્ય તાપ અને ઉકળાટના કારણે ત્રિવેણકુમારની તબિયત નંદાસર કેનાલ પાસે અચાનક લથડી હતી. હીટ સ્ટ્રોકના કારણે તેનું શરીર ડિહાઇડ્રેટ થઈ ગયું હતું અને તે કેનાલના કાચા રસ્તા પર જ બેભાન થઈને ઢળી પડ્યો હતો. નિર્જન રસ્તો હોવાના કારણે તેને સમયસર મેડિકલ સારવાર અથવા પાણી ન મળી શકતાં તેનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું.વાયરલ વીડિયોએ હજારો નેટીઝન્સને રડાવ્યાત્રિવેણકુમારનું મોત થયું તે પહેલાં, જ્યારે તેનું શરીર ગરમીથી શેકાઈ રહ્યું હતું અને તેને અહેસાસ થઈ ગયો હતો કે હવે તેનો જીવ બચશે નહીં, ત્યારે તેણે અત્યંત લાચારીની સ્થિતિમાં પોતાના મોબાઈલ કેમેરાથી એક વીડિયો શૂટ કર્યો હતો. આ વીડિયોમાં તે ધ્રુજતા અવાજે ભગવાન અને ત્યાંથી પસાર થનારા લોકોને વિનંતી કરી રહ્યો છે કે, "મને ખૂબ જ ગરમી લાગી રહી છે, મારું શરીર કામ નથી કરી રહ્યું... પ્લીઝ મને છેલ્લીવાર મારા પરિવાર સાથે મેળવી દો, મારે મારા માતા-પિતાને જોવા છે." આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.આ પણ વાંચો: Rajkot: નવનિર્મિત 'સાંઢિયા પુલ'નું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે થયું લોકાર્પણ

Read Full Story arrow_forward
Rajkot : રાજકારણમાં ગરમાવો, 2027 ચૂંટણી પહેલાં ડે. CM હર્ષ સંઘવી નરેશ પટેલના ઘરે પહોંચ્યા, સૂચક મુલાકાતથી તર્ક-વિતર્ક તેજ
calendar_today June 13, 2026

Rajkot : રાજકારણમાં ગરમાવો, 2027 ચૂંટણી પહેલાં ડે. CM હર્ષ સંઘવી નરેશ પટેલના ઘરે પહોંચ્યા, સૂચક મુલાકાતથી તર્ક-વિતર્ક તેજ

ગુજરાત વિધાનસભાની 2027 ની ચૂંટણીને હજુ વાર છે, પરંતુ તે પહેલાં રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટની મુલાકાત દરમિયાન લેઉવા પટેલ સમાજના સર્વોચ્ચ અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના નિવાસસ્થાને જઈને એક ખાસ શુભેચ્છા મુલાકાત લીધી છે. ભલે આ મુલાકાતને ઔપચારિક ગણાવવામાં આવી રહી હોય, પરંતુ પાટીદાર પ્રભુત્વ ધરાવતા સૌરાષ્ટ્રના રાજકારણમાં આ બેઠકને પગલે અનેક પ્રકારના તર્ક-વિતર્કો અને રાજકીય સમીકરણોની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.હર્ષ સંઘવીનું તેમના ઘરે જવું એ ખૂબ જ સૂચક ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ નરેશ પટેલે ખોડલધામના ચેરમેન પદેથી નિવૃત્તિ લેવા અને આરામ કરવાની વાત કરી હતી. તેમની આ જાહેરાત બાદ તરત જ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું તેમના ઘરે જવું એ ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત (ખાસ કરીને સુરત) માં પાટીદાર સમાજ ચૂંટણીના પરિણામો બદલવામાં અત્યંત નિર્ણાયક ભૂમિકા ભજવે છે, તેથી આ મુલાકાત નવી રાજકીય દિશા નક્કી કરી શકે છે.  સારા અને સ્વચ્છ છબી ધરાવતા લોકોની કાયમ જરૂરિયાત આ હાઈ-પ્રોફાઈલ બેઠક અંગે ખોડલધામના અગ્રણી અને ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાડાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, નરેશભાઈએ ખોડલધામમાંથી નિવૃત્તિ અને આરામ અંગે જે વાત કરી છે તે તેમનો વ્યક્તિગત નિર્ણય છે. તેઓ સક્રિય રાજકારણમાં જોડાવા અંગે પહેલાં પણ ઘણીવાર નનૈયો ભણી ચૂક્યા છે. જો કે, રમેશ ટીલાડાએ ઉમેર્યું કે, "રાજકારણમાં નરેશભાઈ જેવા સારા અને સ્વચ્છ છબી ધરાવતા લોકોની કાયમ જરૂરિયાત રહે છે. અમે તો વ્યક્તિગત રીતે એમ જ ઈચ્છીએ છીએ કે નરેશભાઈ સક્રિય રાજકારણમાં આવે." ચા પાણી પીને છુટા પડ્યા છીએ જો કે આ મામલે મીડિયા સાથે વાત કરતા નરેશ પટેલે કહ્યું કે આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી ચા પાણી પીને છુટા પડ્યા છીએ તે સિવાય કોઇ વાત નથી. નાયબ મુખ્યમંત્રી શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને સામાજીક ચર્ચાઓ થઇ છે તે સિવાય કોઇ વાત થઇ નથી રાજકારણમાં ગરમાવો લાવી દીધો હર્ષ સંઘવીની આ મુલાકાત માત્ર શુભેચ્છા બેઠક છે કે પાટીદાર સમાજને સાધવા માટેની કોઈ મોટી વ્યુહરચનાનો ભાગ છે, તે તો આગામી સમય જ બતાવશે, પરંતુ હાલમાં આ ઘટનાએ સમગ્ર ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.આ પણ વાંચો----    Gujarat Latest News Live: આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32 ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશ

Read Full Story arrow_forward
Surendranagar: વઢવાણમાં રાજાશાહી સમયના કૂવાને નુકસાન, વિરાસતને મૂળ સ્વરૂપે પુનઃ સ્થાપિત કરવા સ્થાનિકોનું અલ્ટીમેટમ
calendar_today June 13, 2026

Surendranagar: વઢવાણમાં રાજાશાહી સમયના કૂવાને નુકસાન, વિરાસતને મૂળ સ્વરૂપે પુનઃ સ્થાપિત કરવા સ્થાનિકોનું અલ્ટીમેટમ

સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત મહાનગરપાલિકાના અધિકારીઓ અને એન્જિનિયરોમાં સ્થાનિક ઇતિહાસ પ્રત્યે કેટલી સંવેદનશીલતા છે, તેની પોલ વઢવાણના સતવારાપરા વિસ્તારમાં ખુલી ગઈ છે. ફૂલવાડી મેઈન રોડ પર રસ્તા નડતર દબાણો દૂર કરવા નીકળેલી મનપાની દબાણ હટાવ સેલની ટીમે કોઈ પણ પ્રકારના પૂર્વ પ્લાનિંગ કે હેરીટેજ બોર્ડની મંજૂરી વિના જ રાજાશાહી સમયના કૂવા પર જેસીબી (JCB) મશીન ચલાવી દીધું હતું.દીવાલો અને પ્રાચીન બોર્ડ તોડી પડાયાસ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ કૂવો રાજાશાહી સમયમાં સમગ્ર વિસ્તાર માટે પીવાના પાણીનો મુખ્ય આધાર સ્ત્રોત હતો અને લોકોની આસ્થા તેમજ સંસ્કૃતિ તેની સાથે જોડાયેલી છે. મનપાના કર્મચારીઓએ કૂવાની મજબૂતાઈ આપતી આસપાસની જૂની દીવાલો અને કૂવાના ઇતિહાસની સાક્ષી પૂરતા બોર્ડ સહિતના હિસ્સાને નિર્દયતાપૂર્વક તોડી પાડ્યો હતો. આસપાસના લોકોને જેવી ખબર પડી કે મનપા આપણી પ્રાચીન ધરોહરને નુકસાન પહોંચાડી રહી છે, કે તુરંત જ સેંકડો લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મનપાની કામગીરી અટકાવી દીધી હતી.મૂળ સ્વરૂપે કૂવાને બેસાડવાની લોક માગઆ ઘટનાને પગલે વાગડ અને ઝાલાવાડના હેરીટેજ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વઢવાણના સતવારાપરાના અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "વિકાસ અને દબાણ હટાવવાના નામે તમે વઢવાણના સેંકડો વર્ષ જૂના ઇતિહાસને બુલડોઝરથી તોડી ન શકો. આવા સંવેદનશીલ સ્થળો પર ઓપરેશન કરતા પહેલા મનપાના ઉચ્ચ અધિકારીઓએ પંચનામું કરવું જોઈએ અથવા ઇતિહાસકારોની સલાહ લેવી જોઈએ."આપણી પ્રાચીન ધરોહરને નુકસાન પહોંચાડીહાલ સ્થાનિકોએ એકઠા થઈને મનપાના ચીફ ઓફિસર/કમિશનર સમક્ષ લેખિત આક્રોશ પત્ર પાઠવ્યો છે. જેમાં માંગ કરવામાં આવી છે કે આ તોડફોડ માટે જે પણ વહીવટી અધિકારી કે જેસીબી ચાલક જવાબદાર હોય તેની સામે તાત્કાલિક કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને મહાનગરપાલિકા પોતાના ખર્ચે આ ઐતિહાસિક કૂવાને ફરીથી તેના મૂળ પુરાતત્વીય સ્વરૂપમાં રિપેર કરી તેનું કાયમી સંરક્ષણ કરે. જો આ માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.આ પણ વાંચો: Surat: અડાજણમાં હાઈ-પ્રેશર પાઈપલાઈનમાં મોટું ભંગાણ, પાકો રસ્તો ચીરીને પાણીના ફુવારા ઉડ્યા

Read Full Story arrow_forward