android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara મનપાને સરકારની બમ્પર રાહત, 19 વર્ષ જૂના પાનમ પાણી વિવાદનો અંત, 4193 કરોડ માફ
calendar_today June 13, 2026

Vadodara મનપાને સરકારની બમ્પર રાહત, 19 વર્ષ જૂના પાનમ પાણી વિવાદનો અંત, 4193 કરોડ માફ

વડોદરા મહાનગરપાલિકામાટે રાજ્ય સરકાર તરફથી કરોડો રૂપિયાની મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. પાલિકા અને રાજ્ય સરકાર વચ્ચે છેલ્લા 19 વર્ષથી ચાલી રહેલા કરોડો રૂપિયાના પાણીના બિલના વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે વડોદરા મનપા પ્રત્યે ઉદારતા દાખવીને પાનમ યોજનાના પાણીના બિલના વ્યાજ સહિતની કરોડોની રકમ માફ કરવાનો મોટો નિર્ણય લીધો છે.5233 કરોડનું મસમોટું બિલ ફટકારવામાં આવ્યું સમગ્ર મામલાની વિગત એવી છે કે, વડોદરા પાલિકાએ વર્ષો પહેલાં પાનમ યોજનામાંથી શહેરની પ્રજા માટે પાણી લીધું હતું. આ પાણીના વપરાશ પેટે સિંચાઈ વિભાગ દ્વારા વડોદરા મનપાને વ્યાજ અને પેનલ્ટી સાથે અધધ.. 5233કરોડનું મસમોટું બિલ ફટકારવામાં આવ્યું હતું. આટલી મોટી રકમ ચૂકવવી પાલિકાની આર્થિક સ્થિતિ માટે અશક્ય સમાન હતી, જેના કારણે છેલ્લા બે દાયકાથી આ મામલે વિવાદ અને વાટાઘાટો ચાલી રહી હતી. 4193 કરોડની માતબર રકમ સંપૂર્ણપણે માફ આખરે, રાજ્ય સરકારે વડોદરાના નાગરિકોના હિતમાં મોટો નિર્ણય લેતા 5233 કરોડના કુલ બિલમાંથી 4193 કરોડની માતબર રકમ સંપૂર્ણપણે માફ કરી દીધી છે. આ સાથે જ બાકી રહેતી મુખ્ય રકમ એટલે કે 1029 કરોડ પણ પાલિકાએ એકસાથે ચૂકવવાની રહેશે નહીં. સરકારે આ રકમ પણ સરળ હપ્તેથી ચૂકવવાની મોટી સવલત કરી આપી છે. હજારો કરોડનું ભારણ હળવું થયું સરકારના આ નિર્ણયથી વડોદરા મહાનગરપાલિકાની તિજોરી પરથી હજારો કરોડનું ભારણ હળવું થયું છે. આ મોટી રાહત મળતા જ પાલિકાના શાસકો, અધિકારીઓ અને વડોદરાના કરદાતા નાગરિકોએ મોટી રાહતનો શ્વાસ લીધો છે. હવે આ બચેલા નાણાં શહેરના અન્ય વિકાસ કાર્યોમાં વાપરી શકાશે.આ પણ વાંચો---    Gujarat Latest News Live: હવામાન વિભાગની આગાહી, 16 જૂનથી સૌરાષ્ટ્રમાં વરસાદ શરૂ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live:  હવામાન વિભાગની આગાહી, 16 જૂનથી સૌરાષ્ટ્રમાં વરસાદ શરૂ
calendar_today June 13, 2026

Gujarat Latest News Live: હવામાન વિભાગની આગાહી, 16 જૂનથી સૌરાષ્ટ્રમાં વરસાદ શરૂ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 13JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Patan: હવાડા તૈયાર... છતાં તરસ્યા વન્યજીવ' વન વિભાગ મુહૂર્તની રાહમાં?
calendar_today June 13, 2026

Patan: હવાડા તૈયાર... છતાં તરસ્યા વન્યજીવ' વન વિભાગ મુહૂર્તની રાહમાં?

પાટણના સરહદી વિસ્તારના સાંતલપુર તાલુકાના પીપરાળામાં વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં મૂંગા વન્ય જીવોને પાણી મળી રહે અનેં પશુઓને પાણી માટે રઝળપાટ કરવો ન પડે તે હેતુથી ચાર હવાળા તેમજ કુંડીની નવીન કામગીરી કરવામાં આવી હતી જે કામગીરી લગભગ પૂર્ણ થઈ જવા પામી છે .હવાળાની કામગીરી પણ પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે હજુ સુધી આ હવાળાઓ ભરવામાં આવ્યા નથી અને તેના કારણે વનયજીવો માટે ઉપયોગી બની રહે તે હવાળાઓ તૈયાર હોવા છતાં હજુ ભરવામાં નહિ આવતા આ હવાળાઓ શોભાના ગાંઠીયા સમાન બની જવા પામ્યા છે. સરહદી જંગલ વિસ્તારમાં વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ અને પશુઓને પીવાનું પાણી મળી રહે તે હેતુથી હવાડાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જોકે, હવાડાની કામગીરીને લગભગ પંદર દિવસ પૂર્ણ થઈ ગયા હોવા છતાં હજુ સુધી તેમાં પાણી ભરવાની વ્યવસ્થા કરવામાં આવી નથી. બીજી તરફ્ વન વિભાગ દ્વારા હજુ કામગીરી અધૂરી હોવાનું કારણ આગળ ધરી સમય પસાર કરવામાં આવી રહ્યો હોવાંનું કારણ ધરવામાં આવી રહ્યું છે . કાળઝાળ ઉનાળાની ગરમીમાં વન્ય પ્રાણીઓ માટે પાણી જીવન જરૂરિયાત બની ગયું છે. આવા સમયે તંત્રની નિરસ્તા અને વિલંબના કારણે મુંગા પશુઓ પાણી માટે રઝળપાટ કરવા મજબૂર બન્યા છે. સરહદી વિસ્તારમાં એક તરફ્ નર્મદા કેનાલ પણ બંધ હોવાથી કુદરતી જળસ્ત્ર્રોતોનો અભાવ સર્જાયો છે, ત્યારે હવાડા શરૂ કરવામાં થતો વિલંબ વન્યજીવો માટે ગંભીર સમસ્યા બની રહ્યો છે.ત્યારે વનયજીવોને ઉપયોગ માટે જ હવાળા બનાવવામાં આવ્યા છે ત્યારે આ હવાળાઓ તાત્કાલિક જો કામગીરી અધૂરી હોય તો પણ પૂર્ણ કરી ભરવાની તાતી જરૂરિયાત છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward