android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mehsana: વિસનગર સ્ટોક હોલ્ડિંગમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ
calendar_today June 13, 2026

Mehsana: વિસનગર સ્ટોક હોલ્ડિંગમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ

મહેસાણા : મહેસાણા ખાતેથી સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી એમ.ડી.ડ્રગ્સના રૂ.10.86 લાખના જથ્થા સાથે રાજસ્થાનનો આરોપી પકડાયો હતો.આ કેસમાં જેલમાં બંધ આરોપીએ મહેસાણા કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી.સદર જામીન અરજી કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી. મહેસાણા ખાતેથી સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી એમ.ડી.ડ્રગ્સના રૂ.10.86 લાખના જથ્થા સાથે રાજસ્થાનનો આરોપી સુરેશ વિરારામજી બિશ્નોઈ સહિતને ઝડપ્યા હતા.આ અંગે સુરેશ બિશ્નોઈ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાઇ હતી.આ કેસમાં જેલમાં બંધ આરોપી સુરેશ વિરારામજી બિશ્નોઈએ મહેસાણા સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી.સદર જામીન અરજી કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ પરેશભાઈ દવેની દલીલો આધારે સેશન્સ કોર્ટ જજ એમ.એફ્.ખત્રીએ આ ગુનાના આરોપી સુરેશ બિશ્નોઈની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Panchmahal: હાલોલ નજીક આવેલા વિરાસત વનની જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી
calendar_today June 13, 2026

Panchmahal: હાલોલ નજીક આવેલા વિરાસત વનની જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી

હાલોલ તાલુકાના સાથરોટા ગામે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જનકલ્યાણ શિબિર યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યમાં વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના મંત્ર સાથે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં પ્રગતિપથ યાત્રાના દ્વિતીય તબક્કામાં આજે જિલ્લા કલેક્ટર અજય દહિયાએ હાલોલની મુલાકાત લીધી હતી. જેમાં પ્રખ્યાત સાંસ્કૃતિક વન વિરાસત વનની મુલાકાત લઈ વનની પ્રકૃતિ અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ, તેઓ સાથરોટા ગામ ખાતે આયોજિત જનકલ્યાણ શિબિર માં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, સ્થાનિક અગ્રણીઓ, વહીવટી અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે જન કલ્યાણ શિબિર અંતર્ગત વિવિધ સરકારી વિભાગો દ્વારા યોજનાઓની માહિતી, અરજીઓ સ્વીકારવાની કામગીરી, માર્ગદર્શન, પ્રમાણપત્રોનું વિતરણ, દસ્તાવેજ સંબંધિત સેવાઓ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, પેન્શન સહાય, આરોગ્ય તપાસણી સહિતની સેવાઓ અને સહાયના લાભો પાત્ર લાભાર્થીઓને ઉપલબ્ધ કરાવાયા હતા. શિબિરમાં વિવિધ વિભાગોના આંગણવાડી, આરોગ્ય સહિત વિવિધ વિભાગોના સ્ટોલ કાર્યરત કરાયા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Lunawada: લુણાવાડાની સિંચાઈ કેનાલો સાફસફાઈના અભાવે પૂરાઈ જતાં ખેડૂતોને હાલાકી
calendar_today June 13, 2026

Lunawada: લુણાવાડાની સિંચાઈ કેનાલો સાફસફાઈના અભાવે પૂરાઈ જતાં ખેડૂતોને હાલાકી

મહીસાગર જિલ્લા મુખ્ય મથક લુણાવાડાની આસપાસ આવેલી સિંચાઈ કેનાલો સ્થાનિક તંત્રની ઘોર બેદરકારી અને આયોજનના અભાવે કચરા અને ઝાડી ઝાંખરાથી પુરાઈ જતાં ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.કડાણા ડેમ આધારિત કડાણા ડાબા કાંઠા નહેર મારફ્તે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના 40 અને લુણાવાડા તાલુકાના 90 મળી કુલ 130 ગામોની 11 હજાર હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે.જો કે, દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ માત્ર મુખ્ય કેનાલોની જ ઉપરછલ્લી સફાઈ કરીને સંતોષ માની લેવાયો છે, જ્યારે મોટાભાગની માઈનોર કેનાલોમાં કચરા અને ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. હાઇવેની નજીક આવેલી કેટલીક કેનાલો પર દબાણ થઈ જતાં ગાયબ થઈ ગઈ છે.જેની ઊંડાણપૂર્વકની તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી શકે તમ છે. લુણાવાડા આસપાસની ખેડૂતોને સિંચાઇનું પાણી કોલિયા માઈનોર કેનાલમાં ભૂંગળા નાખીને પૂરી દેવાઈ છે. તેમજ ભૂગર્ભ કેનાલ બનાવવાનો કારસો ઘડાઈ રહ્યો હોવાનું અને તે માટે સરકારમાં પ્રપોઝલ મોકલાઈ હોવાનું જાણવા મળે છે, ત્યારે આ અંગે અધિકારીઓનાં બદલે આ વિસ્તારના ખેડૂતોના અભિપ્રાય લેવામાં આવે તો આ સાચી સ્થિતિ બહાર આવે તેમ છે. આ ગેરકાયદે દબાણો હટાવવા અને કેનાલની સાફ્-સફાઈકરવાના નામે દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કાગળ પર ઉધારી ગેરરીતિ કરાતી હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે.જ્યારે કડાણા ડાબા કાંઠા નહેર અંતર્ગત આવતી પરમપુર માઈનોર કેનાલની સફાઈ ના અભાવે પાણી આગળના ગામો સુધી પહોંચતું જ નથી, અને ઓવરફ્લો થઈને આજુબાજુના ખેતરોમાં ફેલાઈ જાય છે.આ તમામ સમસ્યાને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળે છે. જેથી દબાણો દૂર કરી કેનાલોની સફાઈ કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward