android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand: KAMCની સંકલન સમિતિની બેઠકમાં અનેક પ્રશ્નોની છણાવટ
calendar_today June 13, 2026

Anand: KAMCની સંકલન સમિતિની બેઠકમાં અનેક પ્રશ્નોની છણાવટ

કરમસદ આણંદ મહાપાલિકાની કમિશ્નર આર એન ડોડીયાના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક મહાનગરપાલિકાના સભાખંડમાં યોજવામા આવી હતી. બેઠકમાં કમિશ્નર ડોડીયાએ સમિતિના અધિકારીઓને પરસ્પરના સંકલનમાં રહીને પ્રજાલક્ષી કાર્ય ઝડપથી કરવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત જાહેરમાં કચરો નાખનાર સામે દંડનીય કાર્યવાહી કરવા, જાહેર રસ્તા પરના કોઇપણ પ્રકારના દબાણ હોય તો ત્વરિત હટાવવા માટે સૂચના આપી હતી. તેમજ ધારાસભ્ય અને સંસદ સભ્ય દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો, કરેલ રજુઆત તથા સુચનોનો તુરંત જ પ્રસૃત આપવા જણાવ્યુ હતું. બેઠકમાં સંસદસભ્ય મિતેશ પટેલે ટી.પી 10 માં હાઇટેન્શન ટાવર પાવરલાઇન રોડની વચ્ચે જ હોય શહેરીજનોને હાલાકી પડતી હોય લાઇન ખસેડવા તેમજ કૈલાસ ફાર્મ રોડ ઉપર આવેલી સોસાયટીઓમાં ગટરની સુવિદ્યા, બાકરોલ વિસ્તારની સોસાયટીમાં ડ્રેનેજના કનેક્શન અંગે તેઓએ રજુઆત કરી હતી. તેમજ ધારાસભ્ય યોગેશ પટેલે અનેક વિસ્તારોમાં સ્ટોર્મવોટર પાણીની લાઇન નાખ્યા બાદ નવા રસ્તાઓનું નિર્માણ કરવા , સીસી રોડ બનાવવા, શહેરી વિસ્તારમાં પીવાનું પાણી આપવામાં આવે અને જે વિસ્તારમાં ગટરની વ્યવસ્થા નથી ત્યાં ગટરલાઇન સુવિદ્યા પહોંચાડવા અને વલ્લભ વિદ્યાનગરના ભાઇકાકા સ્ટેચ્યુ પાસે ઓવરબ્રીજનું નિર્માણની રજુઆત તેઓએ કરી હતી. બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર પી.આર.સંગાડા, એસ કે ગરવાલ, નાયબ પોલીસ અધિક્ષક જે એન પંચાલ, મામલતદાર શહેર, સીટી ઇજનેર જીગર પટેલ, આરોગ્ય, જમીન માપણી, ફાયર સહિતના વિભાગના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kheda: ડાકોર રણછોડરાય મંદિરે તુલસી વિવાહ યોજાયો
calendar_today June 13, 2026

Kheda: ડાકોર રણછોડરાય મંદિરે તુલસી વિવાહ યોજાયો

ડાકોર : યાત્રાધામ ડાકોરમાં અધિક માસની અગિયારસ નિમિત્તે રણછોડરાય મંદિરે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન કાળિયા ઠાકરના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઊમટી પડયા હતા. સમગ્ર મંદિર પરિસરથી ભક્તોથી છલકાઈ ગયું હતું અને જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નારા ગૂંજી ઊઠયા હતા. મંગળા આરતીમાં સેંકડો ભક્તો શ્રીજીના દર્શન કરી પાવન બન્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: નસવાડી તા.ના કાંધા ગામે બોગસ દવાખાનું સીલ કરાયું
calendar_today June 13, 2026

Vadodara: નસવાડી તા.ના કાંધા ગામે બોગસ દવાખાનું સીલ કરાયું

નસવાડી તાલુકાના કાંધા ગામમાં આરોગ્ય વિભાગે બોગસ તબીબો સામે કડક કાર્યવાહી કરતાં એક દવાખાનાને સીલ માર્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ગામમાં પ્રદીપ સરકાર નામના વ્યક્તિ દ્વારા ચલાવાતું દવાખાનું શંકાસ્પદ હોવાનું ધ્યાનમાં આવતા આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસમાં સંચાલક જરૂરી તબીબી લાયકાત, પ્રમાણપત્રો તેમજ કાયદેસરની મંજૂરી સંબંધિત સંતોષકારક દસ્તાવેજ રજૂ કરવામાં નિષ્ફ્ળ રહેતા વિભાગે દવાખાનાને સીલ કર્યું હતું. દવાખાનામાંથી અંદાજે રૂા.57 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. તાલુકા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના Clinical Establishment Act (CEA) હેઠળ તમામ ખાનગી ક્લિનિકો અને દવાખાનાઓનું નોંધણીકરણ ફરજિયાત છે. હજુ સુધી નોંધણી ન કરાવનાર ડોક્ટરો અને ક્લિનિક સંચાલકોએ તાત્કાલિક પ્રક્રિયા પૂર્ણ કરવાની જરૂર છે.આરોગ્ય વિભાગે ચેતવણી આપી છે કે, કાંધા ગામ સહિત સમગ્ર નસવાડી તાલુકામાં ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ કરનારા સામે ચકાસણી અભિયાન ચાલુ રહેશે. નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે. ગામલોકોને પણ સારવાર લેતા પહેલાં ડોક્ટરની લાયકાત, ક્લિનિકની માન્યતા અંગે ખાતરી કરવા અને શંકાસ્પદ તબીબી પ્રવૃત્તિ જણાય તો આરોગ્ય વિભાગને જાણ કરવા અપીલ કરાઇ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward