android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dabhoi: ડભોઇ પંથકના ખેડૂતો દ્વારા ટેકાના ભાવે જુવાર ખરીદવા કરાયેલી માગ
calendar_today June 13, 2026

Dabhoi: ડભોઇ પંથકના ખેડૂતો દ્વારા ટેકાના ભાવે જુવાર ખરીદવા કરાયેલી માગ

ડભોઇ પંથકના ખેડૂતો પાસેથી સરકાર દ્વારા જુવારની ખરીદીનો જથ્થો હેકટર દીઠ લેવાતો હોય ડભોઇ એપીએમસી ખાતે વિસ્તારના ખેડૂતોએ એક દિવસીય ધરણા યોજી રેલી સ્વરૂપે પ્રાંત કચેરી ખાતે જઈ આવેદનપત્ર સુપ્રત કરી વહેલી તકે ન્યાય મળે તેવી માગ કરી છે.તાજેતરમાં જ ગુજરાત સરકારના નાગરિક પુરવઠા અને ગ્રાહકોના વિભાગ દ્વારા ખેડૂતો પાસેથી જુવારની ખરીદી હેક્ટર દીઠ કરવાનો ચાલુ કર્યો હતો. આ સરકારનો નિર્ણય ખેડૂત વિરોધી હોય ડબલ પંથકના ખેડૂતોએ આજે એપીએમસી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈ એક દિવસે ધરણાં યોજી સાથે રેલી સ્વરૂપે પ્રાંત કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આવેદનમાં જણાવ્યા પ્રમાણે અગાઉ ઠરાવ ક્રમાંક FCSCADMIS/EFILE-5/ 20 25 /1 466/C સિચવાલય ગાંધીનગર દ્વારા પ્રત્યેક ખેડૂત દીઠ 1000 કિ.ગ્રા.નો જથ્થો ખરીદવા તા.1-6-26ના રોજ હુકમ કરેલ હતો. જેનો વિરોધ થતાં નવો સુધારો ખાતા દીઠ 1700 કિલો ખરીદવાનો ઠરાવ સરકાર દ્વારા કરાયો હતો. પરંતુ આ ઠરાવો પણ ખેડૂતોની કમર તોડતો હોવાનું પુરવાર થયો છે. ત્યારે ખેડૂતોનું કહેવું છે કે, અગાઉ પ્રતિ હેક્ટરએ 1850 નો જથ્થો ખરીદવા માટે હુકમ કર્યો હતો. તે જ આધારે ફરી શરૂ કરવા ખેડૂતોએ માગ કરી છે. અગાઉ પુરવઠા દ્વારા 1થી 30 તારીખ સુધી હેક્ટર દીઠ 1850 કિ.ગ્રા ખરીદી કરાઇ છે.ત્યારે હવે જોવા જઈએ તો ચોમાસુ માથા પર આવીને ઊભું છે. નવી સિઝન માટે ખેડૂતોને આર્થિક સંકળામણ પણ સતાવે છે. ખેડૂતોની આ માંગને વહેલી તકે સરકાર સુધી પહોંચાડી વહેલી તકે નિર્ણય લેવાય તેમ આવેદનપત્રમાં જણાવ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: સાવલી નગરમાં પાણી ન આપવાના આક્ષેપ સાથે લોકોએ હોબાળો કર્યો
calendar_today June 13, 2026

Vadodara: સાવલી નગરમાં પાણી ન આપવાના આક્ષેપ સાથે લોકોએ હોબાળો કર્યો

સાવલીના વોર્ડ નં. 2માં 6 મહિનાથી અનિયમિત પાણી અને છેલ્લા 48 કલાકથી પાણી ન આપવાના આક્ષેપ સાથે નગરજનોએ હોબાળો કરતા ચર્ચા છે. નગરપાલિકા સામે લોકોએ ભારે રોષ ઠાલવ્યો છે.સાવલી નગરના વોર્ડ નં.2 વિસ્તારમાં 3 દિવસથી પાણીનો પુરવઠો ખોરવાયો છે. બોર ખોદકામ દરમિયાન પાણીની મુખ્ય લાઈન તૂટી જતાં સમગ્ર વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ત્રણ દિવસથી ઘરોમાં પાણી ન આવતા રોજિંદા જીવન પર ગંભીર અસર પડી છે. પાણીની સમસ્યા અંગે અનેક વખત નગરપાલિકા તથા સ્થાનિક કોર્પોરેટરોને રજૂઆતો કરાઇ છતાં પ્રશ્નનો કોઈ સંતોષકારક ઉકેલ આવ્યો ન હોવાનું રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો. કંટાળેલા લોકો બોર ખોદકામના સ્થળે એકત્રિત થઇને હોબાળો મચાવી વિરોધ નોંધાવીને પાલિકાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. હોબાળાની જાણ થતાં સ્થાનિક કોર્પોરેટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ પાણીની લાઈનના સમારકામ અને વહેલી તકે પાણી પુરવઠો પુનઃ શરૂ કરવાની ખાતરી અપાઇ હતી. સ્થાનિક રહેવાસી અલ્પેશ ઓડે જણાવ્યું હતું કે, સતત રજૂઆતો છતાં પ્રશ્નનો ઉકેલ ન આવતા લોકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: કરજણ તા. પંચાયતમાં કારોબારી સમિતિ હોદ્દેદારોને મેન્ડેટ અપાયા
calendar_today June 13, 2026

Vadodara: કરજણ તા. પંચાયતમાં કારોબારી સમિતિ હોદ્દેદારોને મેન્ડેટ અપાયા

શુક્રવારે કરજણ તાલુકા પંચાયતની સામાન્ય સભા તાલુકા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેની શરૂઆતમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો તેમજ તાલુકા પ્રમુખની ઉપસ્થિતિમાં વિવિધ સમિતિના હોદ્દેદારો અને સભ્યોના મેન્ડેટ આપ્યા હતાં. મેન્ડેટ વડોદરા જિલ્લા ભાજપ મહામંત્રી જયદિપસિંહ ચૌહાણ લઈને આવી પહોંચ્યા હતાં.આ સામાન્ય સભામાં તાલુકા પંચાયતની કારોબારી સમિતિની રચના કરાઈ હતી. જેમાં ચેરમેન તરીકે ચિરાગ નવીન પટેલની નિમણૂક કરાઈ હતી. સમિતિના 8 સભ્યમાં અમિતાબેન વસંત પટેલ, હીરાબેન લાલજી વાળંદ, સ્નેહલબેન સંદીપ પ્રજાપતિ, ઈરફન અબ્દુલ દિવાન, ધર્મેન્દ્રસિંહ ઉદેસિંહ પરમાર, જ્યોત્સનાબેન અજીતસિંહ રાજ, ધરા હર્ષ વ્યાસ અને હેતલબેન મહેશ વસાવાની વરણી કરાઈ હતી. જ્યારે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ઉમેશ રમેશ વસાવા અને સમિતિના ચાર સભ્યોમાં કેસુર ચતુર રાઠોડ, જયેશ વિનુ રોહિત, સંગીતાબેન જયદીપસિંહ વસાવા તેમજ હેતલબેન મહેશ વસાવાની વરણી કરાઇ છે. ચૂંટાયેલા ચેરમેન અને સભ્યોને શુભેચ્છા પાઠવી હતી. હોદ્દેદારોએ વિકાસને વેગ આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward