android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Panchmahal: બોડેલી APMCના પ્રમુખ કૌશિક પટેલ, ઉ.પ્રમુખ પદે ધર્મેન્દ્રસિંહ રાઠોડ બિનહરીફ્
calendar_today June 13, 2026

Panchmahal: બોડેલી APMCના પ્રમુખ કૌશિક પટેલ, ઉ.પ્રમુખ પદે ધર્મેન્દ્રસિંહ રાઠોડ બિનહરીફ્

ખેડૂતોના હિતોના રક્ષણ માટે ગુજરાતમાં સૌપ્રથમ સ્થપાયેલ બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટેની ચૂંટણી પ્રક્રિયા આજે હાથ ધરાઈ હતી જેમાં પ્રમુખ તરીકે કૌશિક મનહરભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિહ રાઠોડની સર્વાનુમતે બિનહરીફ્ વરણી કરવામાં આવી હતી.છોટાઉદેપુર જિલ્લા ભાજપા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા બંને મેન્ડેટ લઈને આવ્યા હતા અને પ્રમુખ પદ માટે કૌશિક પટેલ અને ઉપપ્રમુખ પદ માટે ધર્મેન્દ્રસિંહ રાઠોડના નામની જાહેરાત થતા જ ઉપસ્થિત બજાર સમિતિનાં તમામ ડિરેક્ટરોએ બંને હોદ્દેદારોને હર્ષભેર આવકારી વધાવી લીધા હતા. આજની આ બોડેલી બજાર સમિતિનાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ટાણે 108 તરીકે જાણીતા એવા સંખેડા ધારાસભ્ય ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી, પ્રમુખ વાલજીભાઈ બારીયા, ઉપપ્રમુખ યશપાલસિંહ ઠાકોર સહિત બોર્ડ સભ્યો અને ભાજપાનાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સહકારી ક્ષેત્રે સંકળાયેલા કૌશિકભાઈ પટેલ અગાઉ બે વખત બજાર સમિતિનુ ઉપપ્રમુખ પદ શોભાવી ચૂક્યા છે. સહકારી આગેવાન કૌશિક પટેલ ઢોકલીયા સોસાયટી જીન સાથે જિલ્લા ના સહકારી ક્ષેત્રે પણ અનેક હોદ્દા ધરાવે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: કરજણ પાલિકાને ફાળવાયેલ રૂા.39.50 લાખના જેસીબીનું લોકાર્પણ કરાયું
calendar_today June 13, 2026

Vadodara: કરજણ પાલિકાને ફાળવાયેલ રૂા.39.50 લાખના જેસીબીનું લોકાર્પણ કરાયું

કરજણ : ગુજરાત સરકારની યુડીપી 2025 અતર્ગત સ્વરછતા અભિયાન હેઠળ નવું જેસીબી મશીન અપાયું હતું. જેનું નગર પાલિકા બિલ્ડિંગ ખાતે શ્રીફ્ળ વધેરી લોકાર્પણ કરાયું હતું. ગુજરાત સરકારની યુડીપી યોજના 2025 અંતર્ગત નગરજનોની સુવિધા માટે સરકાર દ્વારા વિવિધ ગ્રાન્ટો ફળવાય છે. જેમાં નગરને સ્વચ્છ રાખવા આધુનિક રૂા.39.50 લાખનું જેસીબી મશીન ફાળવાયું હતું. જેનું શ્રીફ્ળ વધેરી કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા નગરપાલિકા બિલ્ડિંગ ખાતે લોકાર્પણ કરાયું હતું. જે પ્રસંગે કરજણ નગર પાલિકાના પ્રમુખ ઇલાબા અટાલિયા, ચીફ્ ઓફ્સિર મહેન્દ્ર સોલંકી સહિત પાલિકા સભ્યો અને કર્મચારી ઉપસ્થિત રહ્યાં હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: નસવાડીના સાંકળ (ત) ગ્રામ પંચાયત ખાતે જનકલ્યાણ શિબિર યોજાઇ
calendar_today June 13, 2026

Vadodara: નસવાડીના સાંકળ (ત) ગ્રામ પંચાયત ખાતે જનકલ્યાણ શિબિર યોજાઇ

નસવાડી : નસવાડી તાલુકાના સાંકળ (ત) ગ્રામ પંચાયત ખાતે તાલુકા વહીવટી તંત્ર દ્વારા જનકલ્યાણ શિબિર યોજાઇ હતી. જેમાં બરોલી જિલ્લા પંચાયત હસ્તકના 37 ગામના નાગરિકોએ વિવિધ સરકારી યોજનાનો લાભ મેળવ્યો હતો. જેમાં વિધવા સહાય, વૃદ્ધ પેન્શન, દિવ્યાંગ સહાય યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન કાર્ડ) સહિતની વિવિધ કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને સ્થળ પર જ મંજૂરી હુકમો અને લાભોનું વિતરણ કરાયું હતું. સાથે જ નાગરિકોને વિવિધ યોજનાઓનો લાભ કેવી રીતે મેળવી શકાય તે અંગે માર્ગદર્શન પણ અપાયું હતું. શિબિરમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા મુલાકાત લઇને વિવિધ સ્ટોલ અને કામગીરીનું નિરીક્ષણ કરી કર્મચારીઓને નાગરિકોના પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા સૂચના આપી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward