android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
આંબા તળાવની કરોડોની જમીન પરથી 160 ગેરકાયદે દબાણોનો સફાયો કરાયો
calendar_today June 12, 2026

આંબા તળાવની કરોડોની જમીન પરથી 160 ગેરકાયદે દબાણોનો સફાયો કરાયો

શહેરમાં સરકારી અને amcની માલિકીના તળાવોનેદબાણમુક્ત કરવાના અભિયાનના ભાગરૂપે શુક્રવાર 12 જૂનના રોજ ઈસનપુર વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ કરવામાં આવ્યું હતું. દક્ષિણ ઝોનના લાંભામાં આવેલા ઐતિહાસિક 'આંબા તળાવ'ની જગ્યા પર વર્ષોથી ખડકાયેલા 160થી વધુ કાચા-પાકા રહેણાંક અને કોમર્શિયલ બાંધકામોને તોડી પાડીને તળાવનો કબજો મેળવવામાં આવ્યો છે. ઉત્તર ઝોનમાં સૈજપુર બોઘામાં 14 વર્ષ લાંબા કાનૂની વિવાદ બાદ સૈજપુર ટાવર પાસેનો 100 ફૂટનો રોડ ખુલ્લો કરાયો છે. કાલુપુર બ્રિજથી શરૂ થઈ હિંમતનગર નેશનલ હાઈવેને જોડતા આ મુખ્ય આંતરરાજ્ય જાહેર માર્ગ પર વર્ષોથી નડતરરૂપ દબાણો દૂર કરાયા છે. આ સાથે જ આંબા તળાવની 26,305 ચોરસ મીટર જગ્યા ખાલી કરાવાઈ છે અને 1,444 ચોરસ મીટર જેટલી ઓપન સ્પેસ માટે આરક્ષિત જમીન પણ દબાણમુક્ત કરાઈ છે. જ્યારે બીજી તરફ્ આ માટે ટી.પી સ્કીમ નંબર 54 (ઈસનપુર દક્ષિણ એક્ષ.)ના ફાઈનલ પ્લોટ નંબર-59 પર આવેલા આંબા તળાવને ખાલી કરાવવા માટે તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપ્યા બાદ AMCના એસ્ટેટ, હેલ્થ, ફાયર અને યુ.સી.ડી વિભાગના અધિકારીઓ, મેડિકલ વાન તથા સ્થાનિક પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે સંયુક્ત કામગીરી શરૂ કરાઈ હતી. આ કામગીરીના પરિણામે આંબા તળાવની 26,305 ચોરસ મીટર જગ્યા ખાલી થઈ છે. આ ઉપરાંત, તળાવની બાજુમાં આવેલ પ્લોટ નં. 60 ની 1,444 ચોરસ મીટર જેટલી ઓપન સ્પેસ માટે આરક્ષિત જમીન પણ દબાણમુક્ત કરાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
વસ્ત્ર્રાલમાં કેનાલની ધીમી કામગીરીથી વિદ્યાર્થીઓની સલામતી 52 ભારે જોખમ
calendar_today June 12, 2026

વસ્ત્ર્રાલમાં કેનાલની ધીમી કામગીરીથી વિદ્યાર્થીઓની સલામતી 52 ભારે જોખમ

વસ્ત્ર્રાલ વિસ્તારમાં આવેલી ભાવના શિક્ષણ સંકુલની બહાર ચાલી રહેલી કેનાલની અત્યંત ધીમી કામગીરી સ્થાનિક તંત્રની આળસનો જીવતો જાગતો પુરાવો બની ગઈ છે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓ શાળાએ આળી રહ્યા છે. પરંતુ શાળા તરફ્ જવાના બંને મુખ્ય માર્ગો લાંબા સમયથી બંધ હોવાના કારણે આશરે 3,000થી વધુ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે શાળાએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર સમસ્યા અંગે સ્કૂલ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને તાત્કાલિક માર્ગ ખુલ્લો કરવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. મહત્વનું છે કે વસ્ત્ર્રાલના ભાવના શિક્ષણ સંકુલમાં અહીં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાની બિલકુલ બહાર કેનાલ સંબંધિત કામગીરી ચાલી રહી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ આ કામગીરી કાચબા ગતિએ ચાલી રહી છે અને તેના કારણે શાળા તરફ્ જતા બંને મુખ્ય રસ્તાઓ સંપૂર્ણપણે બ્લોક કરી દેવાયા છે. મહત્વનું છે કે વેકેશન દરમિયાન આ ખોદકામ કરવામાં આવ્યું હતું ખોદકામ વખતે પણ તંત્રને ધ્યાન હતું કે આ કામગીરી વેકેશન દરમિયાનજ પુરી કરવી પડશે પરંતું આ કામગીરી હજુ સુધી પંદરથી વીસ ટકાજ થઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ગીરના સિંહોના મોતનો રિપોર્ટ હજૂ પણ ગુપ્ત, તંત્ર લીપાપોતીમાં વ્યસ્ત
calendar_today June 12, 2026

ગીરના સિંહોના મોતનો રિપોર્ટ હજૂ પણ ગુપ્ત, તંત્ર લીપાપોતીમાં વ્યસ્ત

ગીર જંગલ વિસ્તારમાં તાજેતરમાં એશિયાટિક સિંહોના થયેલા મોત બાદ ઉભા થયેલા સવાલો હજુ સુધી યથાવત રહ્યા છે. સત્તાવાર રીતે આઠ સિંહોના મોત નોંધાયા હતા, જ્યારે ઘટનાક્રમ પાછળ કોઈ શંકાસ્પદ વાયરસ જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગે આશરે 30 જેટલા સિંહોને ક્વોરેન્ટાઇન કર્યા હતા અને મૃત્યુ પામેલા સિંહોના નમૂનાઓ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જોકે પંદર દિવસથી વધુ સમય વીતી જવા છતાં લેબોરેટરીના સત્તાવાર અહેવાલ અંગે હજુ સુધી કોઈ જાહેર માહિતી આપવામાં આવી નથી.ઘટના સામે આવ્યા બાદ વન વિભાગ દ્વારા સેમ્પલના પરીક્ષણનો રિપોર્ટ સાત દિવસમાં મળી જશે અને ત્યારબાદ સ્થિતિ સ્પષ્ટ થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ નિર્ધારિત સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી. પરિણામે સિંહોના મોતનું ચોક્કસ કારણ શું હતું તે અંગે અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. બીજી તરફ્ રાજ્યના વનમંત્રી દ્વારા ગાંધીનગરમાં નિવેદન આપવામાં આવ્યું હતું કે સિંહોના મૃત્યુ પાછળ ગરમી મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જોકે જો લેબોરેટરીમાં સેમ્પલની વૈજ્ઞાનિક તપાસ કરાવવામાં આવી હોય તો તેનો સત્તાવાર અહેવાલ જાહેર કેમ કરવામાં આવતો નથી તેવો પ્રશ્ન લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. વન્યજીવપ્રેમીઓ, સ્થાનિક લોકો તેમજ પર્યાવરણ ક્ષેત્ર સાથે સંકળાયેલા વર્ગોનું માનવું છે કે ગીરના સિંહો માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની અમૂલ્ય ધરોહર છે. આવા સંજોગોમાં સિંહોના મોત અંગેની તપાસ અને તેના પરિણામો સંપૂર્ણ પારદર્શક રીતે જાહેર થવા જોઈએ.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward