android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Updated: FIFA વર્લ્ડ કપ 2026: 'હું સંપૂર્ણ ફિટ છું, આ જનરેશન પોર્ટુગલને વિજેતા બનાવશે' - રોનાલ્ડો
calendar_today June 12, 2026

Gujarat Latest News Updated: FIFA વર્લ્ડ કપ 2026: 'હું સંપૂર્ણ ફિટ છું, આ જનરેશન પોર્ટુગલને વિજેતા બનાવશે' - રોનાલ્ડો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 12JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gujarat Weather: રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી
calendar_today June 12, 2026

Gujarat Weather: રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમી અને અસહ્ય બફારા વચ્ચે હવામાન વિભાગે રાજ્યના નાગરિકો માટે રાહતના સમાચાર આપ્યા છે.હવામાન વિભાગની તાજી આગાહી અનુસાર, આગામી સાત દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળશે. નૈઋત્યનું ચોમાસું તીવ્ર ગતિએ આગળ વધી રહ્યું છે, જેને પગલે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની પૂરેપૂરી સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું હાલ મહારાષ્ટ્રથી લઈને બિહાર સુધી આગળ વધી ચૂક્યું છે, જેના કારણે ગુજરાતમાં પણ પ્રી-મોન્સૂન એક્ટિવિટી વેગવાન બની છે.7 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદઆગામી 7 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, ડાંગ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. હવામાન નિષ્ણાતોના મતે, શરૂઆતના તબક્કામાં દક્ષિણના સરહદી જિલ્લાઓને ઘમરોળ્યા બાદ આ વરસાદી સિસ્ટમ ધીમે-ધીમે આગળ વધશે અને દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓ તરફ પ્રયાણ કરશે.

Read Full Story arrow_forward
Gandhinagar News: માણસાના અલુવા ગામે અચાનક ઓવરહેડ પાણીની ટાંકી થઈ ધરાશાયી
calendar_today June 12, 2026

Gandhinagar News: માણસાના અલુવા ગામે અચાનક ઓવરહેડ પાણીની ટાંકી થઈ ધરાશાયી

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. માણસાના અલુવા ગામમાં વર્ષો જૂની પાણીની ઓવરહેડ ટાંકી અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે. ટાંકી જે સમયે તૂટી પડી ત્યારે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા હતા. સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં હાલ કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી, જે એક બહુ મોટી રાહતની વાત છે. જોકે, ટાંકી તૂટવાના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.રહેણાંક મકાન પર પડી ટાંકી, ઘરનો કુરચો બોલી ગયોઅલુવા ગામની આ પાણીની ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં હતી. આજે અચાનક તે બાજુમાં આવેલા એક રહેણાંક મકાન પર ધડાકાભેર તૂટી પડી હતી. ટાંકીનો હજારો ટન વજનનો કાટમાળ સીધો ઘરની છત પર પડતાં મકાનને મોટું નુકસાન થયું છે અને ઘરની દીવાલો તેમજ છત તૂટી પડી છે. દુર્ઘટના સમયે ઘરના સભ્યો નસીબજોગ બહાર હોવાથી અથવા સમયસૂચકતા વાપરીને હટી જવાથી મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ ઘરવખરી અને મકાન સંપૂર્ણપણે નાશ પામ્યા છે.તંત્રની ઘોર બેદરકારી સામે ગ્રામજનોમાં ભારે આક્રોશઆ ઘટનાને પગલે માણસા પંથકના સ્થાનિક રહીશોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ ઓવરહેડ ટાંકી લાંબા સમયથી બિસ્માર અને જોખમી હાલતમાં હતી, જેના વિશે તંત્રને અગાઉ પણ મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. આમ છતાં, કુંભકર્ણની નિદ્રામાં સૂતેલા તંત્રએ આ ટાંકીને સમયસર ઉતારી લેવાની તસદી ન લીધી, જેના પરિણામે આજે એક ગરીબ પરિવારનું આખું મકાન બરબાદ થઈ ગયું છે. સ્થાનિકો હવે ભોગ બનનાર પરિવારને યોગ્ય વળતર આપવાની માંગ કરી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward