android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahod News: લીમખેડાના ધડેલા પાસે કાર અને બે ટ્રક વચ્ચે ટક્કર, ટ્રાફિક જામ
calendar_today June 12, 2026

Dahod News: લીમખેડાના ધડેલા પાસે કાર અને બે ટ્રક વચ્ચે ટક્કર, ટ્રાફિક જામ

દાહોદ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઈવે પર એક ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. લીમખેડા તાલુકાના ધડેલા ગામ નજીક હાઈવે પર એક કાર અને બે ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે, વાહનોની ટક્કરનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.મુસાફરોનો આબાદઘટનાની મળતી માહિતી અનુસાર, હાઈવે પર જઈ રહેલી એક કાર અને બે ટ્રકો એકબીજા સાથે જોરદાર રીતે અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કારનો કુરચો બોલી ગયો હતો, પરંતુ સદનસીબે કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. આ ટ્રિપલ અકસ્માતમાં જે લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, તેમને સ્થાનિકોની મદદથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની તીવ્રતા જોતા અહીં મોટી જાનહાનિ ટળી છે, જેને પગલે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.અમદાવાદ-ઇન્દોર હાઈવે પર ટ્રાફિક જામબીજી તરફ, વ્યસ્ત ગણાતા અમદાવાદ-ઇન્દોર હાઈવે પર આ અકસ્માતને કારણે વાહનોના પૈડાં થંભી ગયા હતા અને બંને બાજુએ ટ્રાફિકની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ લીમખેડા પોલીસનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ક્રેન અને જેસીબીની મદદથી હાઇવે પરથી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. પોલીસ તંત્ર દ્વારા વાહનો આડા કરીને હાઈવે પરનો વાહન વ્યવહાર પૂર્વવત કરવાના યુદ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.આ પણ વાંચો - Dahodના ફતેપુરામાં ખાતર ડેપો બંધ રહેતા વહેલી સવારથી લાઈનમાં ઊભેલા ખેડૂતોમાં ભારે રોષ

Read Full Story arrow_forward
Amreliના કડિયાળીમાં પ્રેમસંબંધનો લોહિયાળ અંત: પ્રેમિકાને મળવા ગયેલા યુવકની નિર્મમ હત્યા
calendar_today June 12, 2026

Amreliના કડિયાળીમાં પ્રેમસંબંધનો લોહિયાળ અંત: પ્રેમિકાને મળવા ગયેલા યુવકની નિર્મમ હત્યા

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામમાંથી ઓનર કિલિંગ જેવી એક અત્યંત ચોંકાવનારી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે. કડિયાળી ગામમાં એક યુવકને પ્રેમસંબંધ રાખવો ભારે પડ્યો છે અને તેની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, રાજેશ લક્ષ્મણભાઈ બાંભણિયા નામનો યુવક પોતાની પ્રેમિકાને મળવા માટે ગયો હતો. આ દરમિયાન યુવતીના પરિવારજનો જોઈ જતાં મામલો બિચક્યો હતો અને પરિવારે આવેશમાં આવીને યુવક પર ઘાતકી હુમલો કરી દીધો હતો, જેમાં યુવકનું કરુણ મોત નીપજ્યું છે.પિતા સહિતના સંબંધીઓનો જીવલેણ હુમલો અને મોતઆ લોહિયાળ ઘટના અંગે મળતી વિગતો મુજબ રાજેશ બાંભણિયા જ્યારે યુવતીને મળવા પહોંચ્યો ત્યારે યુવતીના પિતા સહિતના અન્ય સંબંધીઓએ તેને રંગેહાથ પકડી લીધો હતો. પ્રેમસંબંધના આ વિવાદમાં ઉશ્કેરાયેલા પિતા અને પરિવારના સભ્યોએ રાજેશ પર લાકડીઓ અને અન્ય હથિયારો વડે ઘાતકી માર મારવાનું શરૂ કર્યું હતું. હુમલો એટલો ગંભીર અને જીવલેણ હતો કે રાજેશને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ અથવા સારવાર મળે તે પહેલાં મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.લાશ પીએમ અર્થે ખસેડાઈ અને પોલીસની ટીમો એક્શનમાંબનાવની જાણ થતાં જ જાફરાબાદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક રાજેશ બાંભણિયાની લાશને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે જાફરાબાદની સરકારી હોસ્પિટલમાં ખસેડી છે. આ ચકચારી મામલાની ગંભીરતાને જોતાં જાફરાબાદ પોલીસની સાથે અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમો પણ તાત્કાલિક એક્ટિવ થઈ ગઈ છે. પોલીસે યુવતીના પિતા અને અન્ય હુમલાખોરો સામે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે, અને ફરાર થઈ ગયેલા તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajkot News : આપણે આ તપાસ પર ભરોસો રાખવો જોઇએ:સ્વ.વિજય રૂપાણીના પુત્ર ઋષભ
calendar_today June 12, 2026

Rajkot News : આપણે આ તપાસ પર ભરોસો રાખવો જોઇએ:સ્વ.વિજય રૂપાણીના પુત્ર ઋષભ

અમદાવાદમાં એરપોર્ટથી ઉડાન ભર્યા બાદ એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ વિમાનમાં સવાર મુસાફરો અને ક્રૂ મેમ્બરોના મોત નિપજ્યા હતાં. આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મુસાફરી કરી રહ્યા હતાં. તેમનું પણ આ ઘટનામાં નિધન થયું હતું. આ ઘટનાને એક વર્ષનો સમય પૂર્ણ થયો છે. ત્યારે રાજકોટમાં રૂપાણી પરિવારે વિજય રૂપાણીની પુણ્યતિથી પર પત્રકાર પરિષદ યોજી હતી. સ્વ.વિજય રૂપાણીના પુત્ર ઋષભનું નિવેદન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, રૂપાણી પરિવારને પ્લેન ક્રેશની ઘટનાની તપાસ પર પૂર્ણ ભરોસો છે. PM અને ગૃહમંત્રી ગુજરાતના પનોતા પુત્ર છે.દરેક પીડિત પરિવાર તપાસ સમિતી પર વિશ્વાસ રાખે.મારા બહેનના પત્રનો એર ઇન્ડિયાએ જવાબ આપ્યો છે. એર ઇન્ડિયાના સત્તાધિશો પીડિતો સાથે પત્ર વ્યવહાર કરી રહ્યા છે. આ પત્રને અને તપાસને કોઇ લેવાદેવા નથી.આ દરેક પરિવાર વચ્ચેનો ખાનગી પત્ર વ્યવહાર છે અને તેને ખાનગી જ રાખવો જોઇએ. પ્લેન ક્રેશની દરેક ઘટનામાં તપાસ લાંબી થતી હોય છે. આપણે આ તપાસ પર ભરોસો રાખવો જોઇએ

Read Full Story arrow_forward