Rajkot News: લોકાર્પણ પહેલાં રાજકોટનો સાંઢિયા બ્રિજ બન્યો 'હેપી સ્ટ્રીટ'
રાજકોટવાસીઓ માટે બહુપ્રતીક્ષિત એવો 74 કરોડનો નવો સાંઢિયા પુલ ટૂંક સમયમાં વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાવા જઈ રહ્યો છે. સાંઢિયા પુલના સત્તાવાર લોકાર્પણ પહેલાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ નવનિર્મિત બ્રિજ પર એક અનોખા અને ભવ્ય 'હેપી સ્ટ્રીટ' નું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રિજ શરૂ થાય તે પહેલાં જ તેની ભવ્યતા અને રંગબેરંગી લાઈટોનો નજારો માણવા માટે હજારોની સંખ્યામાં રાજકોટના શહેરીજનો બ્રિજ પર ઉમટી પડ્યા હતા.બ્રિજ ઉત્સવના માહોલમાં ફેરવાયોઆ હેપી સ્ટ્રીટ દરમિયાન આખો બ્રિજ ઉત્સવના માહોલમાં ફેરવાઈ ગયો હતો. નાના ભૂલકાઓથી લઈને મોટેરાઓએ બ્રિજ પર મુક્તમનથી આનંદ માણ્યો હતો. નાના બાળકો માટે વિવિધ પ્રકારની ઇન્ડોર-આઉટડોર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રમીને બાળકો ઝૂમી ઉઠ્યા હતા. આ સાથે જ રંગબેરંગી લાઈટોથી ઝગમગતા સાંઢિયા પુલ પર લોકોએ મનભરીને ફોટોગ્રાફી અને સેલ્ફી સેશનનો આનંદ માણ્યો હતો.સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહલાંબા સમયથી ચાલતા અનેક વિવાદો, વિલંબ અને મુદતો બાદ આખરે આ પુલ તૈયાર થઈને શરૂ થવા જઈ રહ્યો છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે હાશકારો અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ આધુનિક બ્રિજ શરૂ થતાંની સાથે જ રાજકોટથી જામનગર તરફ આવતા-જતા લાખો વાહનચાલકોને વર્ષો જૂની ટ્રાફિકની માથાના દુખાવા સમાન સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે. વાહનોની અવરજવર શરૂ થાય તે પહેલાં મનપાની આ 'હેપી સ્ટ્રીટ'ની પહેલે પ્રજાના ચહેરા પર ખુશી લાવી દીધી છે.આ પણ વાંચો - વાંચો 13 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે
Read Full Story arrow_forward