android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabadના ઓઢવમાં જુની અદાવતમાં ખેલાયો લોહિયાળ ખેલ; એક યુવક પર ત્રણ શખ્સોનો ઘાતકી હુમલો
calendar_today June 12, 2026

Ahmedabadના ઓઢવમાં જુની અદાવતમાં ખેલાયો લોહિયાળ ખેલ; એક યુવક પર ત્રણ શખ્સોનો ઘાતકી હુમલો

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ઓઢવ વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવત રાખીને ત્રણ શખ્સોએ એક યુવક પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં મયુર મનોજભાઈ સાવંત નામનો યુવક લોહીલુહાણ થઈને ઢળી પડ્યો હતો. જાહેર વિસ્તારમાં બનેલી આ લોહિયાળ ઘટનાને પગલે સમગ્ર ઓઢવ પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.મામા સાથેના જૂના ઝઘડાની વાતચીતમાં તકરાર અને હુમલોઆ હુમલા પાછળ પારિવારિક કે જૂની અદાવત જવાબદાર હોવાનું સામે આવ્યું છે. મયુરના મામા સાથે આરોપીઓનો અગાઉ કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ જૂના ઝઘડા અંગે વાતચીત કરવા અને સમાધાનના ઈરાદે જ્યારે પક્ષકારો ભેગા થયા, ત્યારે અચાનક મામલો બિચક્યો હતો અને બંને પક્ષે ઉગ્ર તકરાર થઈ હતી. આ બોલાચાલી દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા રાજા અશોકભાઈ સાવંત, આદિત્ય અશોકભાઈ સાવંત અને આશિષ મકવાણા નામના ત્રણ શખ્સોએ પોતાની પાસે રહેલી તીક્ષ્ણ છરીઓ કાઢીને મયુર પર આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું.પરિવારજનો દોડી આવ્યા અને ઓઢવ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટઆ હુમલા દરમિયાન મયુરને બરડા, કમર, જમણા હાથની કોણી તેમજ હથેળીના ભાગે છરીના ગંભીર ઘા વાગ્યા હતા. મયુરની બુમાબુમ અને ચીસાચીસ સાંભળીને નજીકમાં હાજર તેના કાકા વિનોદભાઈ અને દાદી પાર્વતીબેન તાત્કાલિક તેને બચાવવા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરિવારજનોને આવતા જોઈ હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. લોહીલુહાણ હાલતમાં મયુરને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ઓઢવ પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: US-ઈરાન ડીલ પર સસ્પેન્સ, ટ્રમ્પે શાંતિ કરારના અહેવાલો ફગાવ્યા
calendar_today June 12, 2026

Gujarat Latest News Live: US-ઈરાન ડીલ પર સસ્પેન્સ, ટ્રમ્પે શાંતિ કરારના અહેવાલો ફગાવ્યા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 12JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabadના રખિયાલમાં MD ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ; કાલુપુરથી માલ સપ્લાય કરનાર ફરાર
calendar_today June 12, 2026

Ahmedabadના રખિયાલમાં MD ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ; કાલુપુરથી માલ સપ્લાય કરનાર ફરાર

અમદાવાદ શહેરમાં નશાના કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે, ત્યારે પૂર્વ વિસ્તારના રખિયાલમાંથી મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે એક યુવકને ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. રખિયાલ પોલીસની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને આ યુવકને પ્રતિબંધિત નશીલા પદાર્થ સાથે રંગેહાથ દબોચી લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, પકડાયેલો યુવક પોતે ડ્રગ્સનો બંધાણી છે અને પોતાના નશાનો ખર્ચ કાઢવા તેમજ લત પૂરી કરવા માટે જ તે ડ્રગ્સની હેરાફેરીના આ કાળા કારોબારમાં કુરિયર અને પેડલર તરીકે ઝંપલાવી બેઠો હતો.રૂ.12 હજારનું ડ્રગ્સ જપ્ત અને કાલુપુર કનેક્શનપોલીસે પકડેલા આરોપી પાસેથી અંદાજે રૂ.12,000ની બજાર કિંમત ધરાવતું 4.200 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો છે. આરોપીની કડક પૂછપરછ દરમિયાન ડ્રગ્સના સોર્સ અંગે મોટો ખુલાસો થયો છે. પકડાયેલા યુવકે કબૂલાત કરી છે કે, તે આ નશાનો જથ્થો કાલુપુર રેલ્વે સ્ટેશન પાસે આવતા એક અજાણ્યા શખ્સ પાસેથી ખરીદીને લાવતો હતો. પોતે નશો કરવા માટે અને આસપાસના અન્ય બંધાણીઓને ઊંચા ભાવે છૂટક વેચાણ કરીને કમાણી કરવાના ઈરાદે તે આ માલ લાવ્યો હોવાનું બહાર આવ્યું છે.રખિયાલ પોલીસે મુખ્ય સપ્લાયરની શોધખોળ શરૂ કરીરખિયાલ પોલીસે એનડીપીએસ (NDPS) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને ડ્રગ્સ સાથે પકડાયેલા આ આરોપીની વિધિવત ધરપકડ કરી લીધી છે. આ ગુનામાં કાલુપુર રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી ડ્રગ્સની ડિલિવરી આપનાર મુખ્ય સપ્લાયર હાલ પોલીસ પકડથી દૂર હોવાથી તેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. રખિયાલ પોલીસ અને સ્થાનિક ડિટેક્શન સ્ટાફ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને કાલુપુર રેલ્વે સ્ટેશન આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તે અજાણ્યા સપ્લાયરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward