android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand News: ઓપરેશન મહીસાગર 2.0 હેઠળ મોટી સફળતા, બોરસદની 2 બહેનોનું વિદેશથી સફળ રેસ્ક્યુ
calendar_today June 12, 2026

Anand News: ઓપરેશન મહીસાગર 2.0 હેઠળ મોટી સફળતા, બોરસદની 2 બહેનોનું વિદેશથી સફળ રેસ્ક્યુ

આણંદ જિલ્લાના બોરસદથી મોટા સમાચાર સામે આવ્યા છે.વિદેશમાં હ્યુમન ટ્રાફિકિંગ કરનારા તત્વોની ચૂંગાલમાં ફસાયેલી બોરસદની બે સગી બહેનોને ઓપરેશન મહીસાગર 2.0 હેઠળ સફળતાપૂર્વક બચાવી લેવામાં આવી છે.ભારત સરકાર અને વિદેશી એજન્સીઓના સંકલનથી આ ઓપરેશન પાર પાડી બંને યુવતીઓની વતન વાપસી કરાવવામાં આવી છે.ભારતીય દૂતાવાસ અને એજન્સીઓનું સફળ સંકલનબોરસદની આ બંને દીકરીઓ થાઈલેન્ડ અને લાઓસ સરહદે હ્યુમન ટ્રાફિકિંગના નેટવર્કમાં ફસાઈ ગઈ હતી.જેમને છોડાવવા માટે ખાસ ઓપરેશન હાથ ધરાયું હતું. ભારત સરકારના વિદેશ મંત્રાલય, ભારતીય દૂતાવાસ અને સુરક્ષા એજન્સીઓના જબરદસ્ત સંકલનને કારણે આ આંતરરાષ્ટ્રીય રેસ્ક્યુ ઓપરેશન સફળ રહ્યું છે. દીકરીઓ સુરક્ષિત રીતે ઘરે પરત ફરતા જ આણંદના સાંસદ મિતેષભાઈ પટેલે તાત્કાલિક દીકરીઓના પરિવારની મુલાકાત લીધી હતી. તેમણે કેન્દ્ર સરકાર તરફથી મળેલી મદદ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.દીકરીઓ સુરક્ષિત વતન પરત ફરતા ખુશીનો માહોલવિદેશની ધરતી પર મોત અને મુશ્કેલીના મુખમાંથી દીકરીઓ હેમખેમ પાછી આવતા પરિવારજનોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા.દીકરીઓની સુરક્ષિત વતન વાપસીથી સમગ્ર બોરસદ પંથકમાં અને પરિવારમાં દીવાળી જેવો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.વાલીઓએ ભારત સરકાર અને વિદેશ મંત્રાલયનો આભાર માન્યો હતો.આ પણ વાંચોઃ Air India Plane Crash: એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના તપાસ રિપોર્ટમાં વિલંબ કેમ? AAIBએ જણાવ્યુ કારણ

Read Full Story arrow_forward
Air India Plane Crash: એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના તપાસ રિપોર્ટમાં વિલંબ કેમ? AAIBએ જણાવ્યુ કારણ
calendar_today June 12, 2026

Air India Plane Crash: એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના તપાસ રિપોર્ટમાં વિલંબ કેમ? AAIBએ જણાવ્યુ કારણ

સંબંધિત સંસ્થાઓના પ્રતિનિધિઓ, ટેકનિકલ સલાહકારો અને નિષ્ણાતોએ આ કાર્યમાં સંપૂર્ણ સહયોગ આપ્યો છે.ટેકનિકલ મૂલ્યાંકન હાથ ધરાયા AAIB એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 અકસ્માત તપાસ અંગે નિવેદન બહાર પાડ્યુ છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 અકસ્માતની તપાસમાં થયેલી પ્રગતિ અંગે જણાવ્યુ છે કે, વિમાન સિસ્ટમ્સ, ફ્લાઇટ રેકોર્ડર ડેટા, એન્જિન-સંબંધિત ઘટકો, જાળવણી રેકોર્ડ્સ અને અન્ય પુરાવાઓની તપાસમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.તમામ પુરાવાઓનું વ્યાપક અને સંકલિત વિશ્લેષણ ચાલુ છે. જરૂર મુજબ વધારાના ટેકનિકલ મૂલ્યાંકન પણ હાથ ધરવામાં આવી રહ્યા છે.અફવાઓ ટાળવા સૂચનાઓAAIB એ તપાસની પારદર્શિતા, વ્યાવસાયિક ધોરણો અને વૈજ્ઞાનિક અભિગમ પર ભાર મૂક્યો, અને કહ્યું કે અંતિમ નિષ્કર્ષ ફક્ત પુષ્ટિ આપતા પુરાવા પર આધારિત હશે, જે નાગરિક ઉડ્ડયનની સલામતીમાં ફાળો આપશે. તપાસ એજન્સીએ મીડિયા, જનતા અને તમામ હિસ્સેદારોને ખાસ અપીલ કરી છે. AAIB એ તેમને તપાસ ચાલુ હોય ત્યારે કોઈપણ અટકળો અથવા અકાળ નિષ્કર્ષથી દૂર રહેવા વિનંતી કરી છે. બ્લેક બોક્સ અને એન્જિનની સંપૂર્ણ તપાસ તપાસ ટીમે અત્યાર સુધી મહત્વપૂર્ણ માહિતી મેળવી છે. વિમાનની મુખ્ય સિસ્ટમો અને બ્લેક બોક્સ ડેટાનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવ્યો છે. એન્જિનના ઘટકો અને ભૂતકાળના જાળવણી રેકોર્ડની પણ તપાસ કરવામાં આવી છે. અત્યાર સુધી એકત્રિત કરાયેલા તમામ પુરાવા અને દસ્તાવેજોને જોડીને એક વ્યાપક અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે.સલામતી અને પારદર્શિતામાં સંપૂર્ણ વિશ્વાસસુરક્ષા બોર્ડે ખાતરી આપી છે કે સમગ્ર તપાસ સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પારદર્શક રહેશે. નાગરિક ઉડ્ડયન સલામતી સાથે કોઈ ચેડા કરવામાં આવશે નહીં. જરૂર પડે ત્યાં વૈજ્ઞાનિક અને તકનીકી તપાસ ફરીથી હાથ ધરવામાં આવશે. અંતિમ નિર્ણય ફક્ત નક્કર અને ચકાસણીયોગ્ય પુરાવાના આધારે લેવામાં આવશે, જે ઉડ્ડયન ક્ષેત્ર સાથે સંકળાયેલા દરેક વ્યક્તિનો વિશ્વાસ સુનિશ્ચિત કરશે.તપાસમાં વિલંબના કારણોઅકસ્માતના એક વર્ષ પછી પણ તપાસ પૂર્ણ ન થવાના ઘણા મુખ્ય કારણો છે. AAIB ના મતે, વિમાનના કાટમાળ અને એન્જિનના ઘટકોનું ફક્ત બાહ્ય નિરીક્ષણ પૂરતું નહોતું. અસંખ્ય જટિલ પ્રયોગશાળા પરીક્ષણો અને વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવી રહ્યા છે, જેમાં નોંધપાત્ર સમય લાગે છે. વધુમાં, વિમાનના બ્લેક બોક્સમાંથી વિશાળ ડેટાને ડીકોડ કરવો અને માનવ ભૂલ અને સંગઠનાત્મક પરિબળો વચ્ચેની કડીઓને જોડવી એ ખૂબ જ લાંબી પ્રક્રિયા છે. બોર્ડ જણાવે છે કે કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા દરેક પુરાવાની સંપૂર્ણ ચકાસણી કરવી આવશ્યક છે.આ પણ વાંચોઃ માઈગ્રેન સમજીને મગજના ગાંઠની ન કરો અવગણના, આવી શકે છે ગંભીર પરિણામ

Read Full Story arrow_forward
India News: અચાનક ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનું સર્વર ડાઉન થયું, વિશ્વમાં કરોડો યુઝર્સ હેરાન
calendar_today June 12, 2026

India News: અચાનક ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનું સર્વર ડાઉન થયું, વિશ્વમાં કરોડો યુઝર્સ હેરાન

શુક્રવારે સાંજે સોશિયલ મીડિયા ક્ષેત્રની દિગ્ગજ કંપની Metaના મુખ્ય પ્લેટફોર્મ્સ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અચાનક ડાઉન થઈ ગયા હતા. આના કારણે ભારત સહિત વિશ્વભરના કરોડો યુઝર્સે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. શુક્રવારે સાંજે આશરે 7 વાગ્યાને 25 મિનિટે શરૂ થયેલી આ સમસ્યા (આઉટેજ) જોતજોતામાં વૈશ્વિક સ્તરે ફેલાઈ ગઈ હતી, જેના લીધે યુઝર્સ પોતાના એકાઉન્ટમાંથી ઓટોમેટિક લોગ-આઉટ થઈ ગયા હતા. સેશન એક્સપાયર્ડ લખેલી ખામી જોવા મળીઅચાનક લોગ આઉટ થયા બાદ યુઝર્સ જ્યારે ફરીવાર લોગઈન થવાનો પ્રયાસ કરી રહ્યા હતાં ત્યારે તેમને સેશન એક્સપાયર્ડ અથવા તો પેજ નોટ ફાઉન્ડ જેવી ટેકનિકલ એરર જોવા મળી હતી. અચાનક આવેલી આ ટેકનિકલ ખામીને કારણે હેરાન થયેલા યુઝર્સે પોતાની ફરિયાદ કરવા માટે એક્સનો સહારો લીધો હતો. યુઝર્સે એક્સ પર પ્રતિક્રિયાઓ આપી હતી. કેટલાક યુઝર્સ અન્ય પ્લેટફોર્મ તરફ પણ વળ્યા હતાં.#FacebookDown અને #InstagramDown ટ્રેન્ડ શરૂ થયોસર્વર ડાઉનની તકલીફ વધતાં જ એક્સ પર #FacebookDown અને #InstagramDown ટ્રેન્ડ શરૂ થયો હતો. જ્યાં વિશ્વના લોકો મીમ્સ અને સ્ક્રીન શોટ શેયર કરી પોતાની પ્રતિક્રિયાઓ આપવા માંડ્યા હતાં. આઉટેજ ટ્રેકિંગ વેબસાઈટ ડાઉનડિરેક્ટર પર પણ કેટલીક વારમાં જ લાખો યુઝર્સે આ ટેકનિકલ ખામીનો રીપોર્ટ કર્યો હતો. શરૂઆતમાં તેને સર્વરમાં આવેલી કોઈ ખામી માનવામાં આવતી હતી. પરંતુ મેટા તરફથી એક વૈશ્વિક ડાઉનટાઈમ અને તેની પાછળ રહેલા મુખ્ય કારણને લઈને હજી સુધી સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા કરી નથી.  

Read Full Story arrow_forward