android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: DGPના અધ્યક્ષ સ્થાને બેઠકમાં યોજાઈ, હાઈટેક બનશે ગુજરાત પોલીસ
calendar_today June 12, 2026

Gandhinagar News: DGPના અધ્યક્ષ સ્થાને બેઠકમાં યોજાઈ, હાઈટેક બનશે ગુજરાત પોલીસ

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા અને પ્રજાલક્ષી પોલીસિંગ વ્યવસ્થા ઊભી કરવા માટે રાજ્યના પોલીસ વડાની અધ્યક્ષતામાં એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. અંદાજે 2 કલાક સુધી ચાલેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવા અને "મિશન બેટર પોલિસિંગ" અંતર્ગત અનેક ક્રાંતિકારી નિર્ણયો લેવામાં આવ્યા છે.'બોડી વોર્ન કેમેરા' પહેરવા ફરજિયાતઆ બેઠકમાં રાજ્યના ડિજિટલ સુરક્ષા કવચને વધુ અભેદ્ય બનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. જે અંતર્ગત હવેથી વિવિધ વિસ્તારોમાં લાગેલા ખાનગી CCTV કેમેરાને પણ પોલીસની કંટ્રોલ રૂમ સિસ્ટમ સાથે સાંકળવામાં આવશે. આ ઉપરાંત, પોલીસની કામગીરીમાં પારદર્શિતા વધારવા અને ફરજ દરમિયાન સચોટ મોનિટરિંગ માટે પોલીસ કર્મચારીઓ માટે 'બોડી વોર્ન કેમેરા' પહેરવા ફરજિયાત બનાવવાનો નિર્ણય લેવાયો છે.ક્વાર્ટર્સની મંજૂરી પ્રક્રિયા વધુ ઝડપી બનાવીજનતાને રંઝાડતા અસામાજિક તત્વો સામે લાલ આંખ કરતાં DGPએ આદેશ આપ્યો છે કે, રાજ્યમાં વ્યાજખોરો સામે ચાલી રહેલી કડક ઝુંબેશ સતત ચાલુ રહેશે. કોઈપણ ગુનાહિત ઘટનામાં નાગરિકોની સુરક્ષા માટે ત્વરિત FIR નોંધીને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી કરવા તમામ પોલીસ વડાઓને કડક સૂચના આપવામાં આવી છે. આ બેઠકમાં પોલીસ કર્મચારીઓના કલ્યાણ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં પોલીસ પરિવારો માટે રહેણાંક ક્વાર્ટર્સની મંજૂરી પ્રક્રિયા વધુ ઝડપી બનાવવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો.આ પણ વાંચો - Gandhinagar News: કોઈપણ ફરિયાદ ગાંધીનગર પહોંચે તે પહેલા જ તેનો નિકાલ કરો : DGP જી.એસ. મલિક

Read Full Story arrow_forward
Gandhinagar News :  2014 બાદ દેશમાં રાજનીતિ બદલાઈ, 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા: CM ભૂપેન્દ્ર પટેલ
calendar_today June 12, 2026

Gandhinagar News : 2014 બાદ દેશમાં રાજનીતિ બદલાઈ, 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા: CM ભૂપેન્દ્ર પટેલ

વડાપ્રધાન મોદીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થયાં છે. તેમણે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. ત્યારે ગુજરાત ભાજપ દ્વારા આ 12 વર્ષના કાર્યકાળ અંતર્ગત પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જોડાયા હતાં. 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યાઆ પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, 2014 બાદ દેશમાં રાજનીતિ બદલાઈ છે. વિકસિત ભારતના સંકલ્પ સાથે આ યાત્રા આગળ વધી છે. વડાપ્રધાન મોદીના શાસનમાં દેશની જનતાનું અભૂતપૂર્વ જનસમર્થન મળ્યું છે. આજે ગરીબોના જીવનમાં સુધારો લાવવા માટે ટેક્નોલોજી મહત્વપૂર્ણ છે. દેશમાં રોજના 66 કરોડથી વધુ ટ્રાન્જેક્શન યુપીઆઈ દ્વારા થાય છે. 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. 80 કરોડ લોકોને વિનામૂલ્યે અનાજનું વિતરણ થાય છે. વડાપ્રધાને એર સ્ટ્રાઈક થકી આતંકવાદને જવાબ આવ્યો છે.  46 ટકા મહિલાને પીએમ સ્વનિધિ યોજનાનો લાભમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું હતું કે, દેશમાં 46 ટકા મહિલાને પીએમ સ્વનિધિ યોજનાનો લાભ મળ્યો છે. 10 કરોડથી વધુ માતા અને બહેનોને ગેસ કનેક્શન આપ્યા છ. મહિલાઓ માટે જાહેર જીવનમાં 33 ટકા ભાગીદારી સુનિશ્ચિત કરી છે. 24 હજાર કરોડથી વધુના રોકાણ પીએમ જનમન યોજનામાં થયા છે. વડાપ્રધાને પ્રાકૃતિક ખેતીને વેગ આપ્યો છે. દેશના 18 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેમણે ડો. બાબાસાહેબ આંબેડકરના લખાણ ડિજિટલાઈઝ કર્યા છે. દેશનો GDP 4.15 ટ્રિલિયન ડોલર થયો છે. 12 વર્ષમાં ભારતમાં હોલિસ્ટિક હેલ્થકેરનો નવો યુગ શરૂ થયો છે. મેડિકલ કોલેજોની સંખ્યા 2100 થઈ છે. દેશમાં 1.8 લાખથી વધુ આરોગ્ય મંદિર કાર્યરત છે.  આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં 16 મોટા ખાડામાંથી માત્ર 9 જ પૂરાયા, જાણો સ્ટેન્ડિંગ ચેરમેને શું કહ્યું?

Read Full Story arrow_forward
Morbiના કોયબા ગામની સીમમાં લાગી ભીષણ આગ: 6 કલાકથી ફાયર બ્રિગેડનો મોરચો છતાં આગ બેકાબૂ
calendar_today June 12, 2026

Morbiના કોયબા ગામની સીમમાં લાગી ભીષણ આગ: 6 કલાકથી ફાયર બ્રિગેડનો મોરચો છતાં આગ બેકાબૂ

મોરબી જિલ્લાના હળવદ તાલુકા હેઠળ આવતા કોયબા ગામની સીમમાં એક અત્યંત ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. છેલ્લા 6 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આગ હજુ સુધી કાબૂમાં આવી શકી નથી અને તે સતત વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. આ ભયાનક આગને ઓલવવા માટે વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. સદનસીબે આ આખી ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, જે એક મોટી રાહતની વાત છે.ત્રણ જિલ્લાની ફાયર ટીમો તૈનાત અને કરોડોનું નુકસાનઆગની તીવ્રતા એટલી વધારે છે કે તેને કાબૂમાં લેવા માટે માત્ર મોરબી જ નહીં, પરંતુ આસપાસના સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાની ફાયર ફાઈટર ટીમોની પણ મદદ લેવી પડી છે. હાલમાં ઘટનાસ્થળે ત્રણ જિલ્લાના થઈને કુલ 6 જેટલા મોટા વોટર બાઉઝર સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે. પ્રાથમિક અંદાજ મુજબ, સીમ વિસ્તારમાં લાગેલી આ આગના કારણે મોટા પાયે આર્થિક નુકસાન થયું છે, જેનો આંકડો 1 કરોડ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે અને આગનું કારણ અકબંધઘટનાની ગંભીરતાને જોતાં મોરબી જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ વહીવટી અને પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક કોયબા ગામની સીમમાં દોડી ગયો હતો. અધિકારીઓએ સ્થળ પર પહોંચીને આગ બુઝાવવાની કામગીરીની જાત-તપાસ કરી હતી અને ફાયર વિભાગને જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. સીમ વિસ્તારમાં આ ભીષણ આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે તંત્ર દ્વારા આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward