android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreli News: GERIના બે લાંચિયા અધિકારીઓ 21,000 રૂ.ની લાંચ લેતા ઝડપાયા
calendar_today September 10, 2026

Amreli News: GERIના બે લાંચિયા અધિકારીઓ 21,000 રૂ.ની લાંચ લેતા ઝડપાયા

અમરેલી શહેરમાં આવેલી મટીરીયલ્સ ટેસ્ટિંગ લેબમાં ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના અધિકારીઓ દ્વારા તાજેતરમાં એક સરપ્રાઇઝ વિઝીટ કરવામાં આવી હતી. આ તપાસ બાદ લેબનો રિપોર્ટ પોઝિટિવ (સાંકળો) આપવાના બદલામાં અધિકારીઓએ ફરિયાદી પાસે રૂ. 21,000 ની ગેરકાયદે લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે સમગ્ર મામલે અમરેલી લાંચ રુશ્વત વિરોધી બ્યુરોનો સંપર્ક કરીને વિધિવત ફરિયાદ નોંધાવી હતી.સર્કિટ હાઉસના રૂમ નંબર 11માં ગોઠવાયું છટકુંફરિયાદના આધારે અમરેલી ACBની ટીમે તાત્કાલિક એક્શનમાં આવીને લાંચનું છટકું ગોઠવ્યું હતું. સરકારી સર્કિટ હાઉસના રૂમ નંબર 11 માં આયોજિત ટ્રેપ દરમિયાન બંને અધિકારીઓ ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી રહ્યા હતા, ત્યારે જ ACB ની ટીમે ત્રાટકીને તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.વડોદરા GERI ના બે અધિકારીઓ સામે કાર્યવાહીપકડાયેલા આરોપીઓમાં વડોદરા GERIના સંશોધન અધિકારી (કાર્યપાલક ઇજનેર) આણંદભાઈ નરેન્દ્રભાઈ ખરેડીયા (આરોપી નં. 1) અને સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ જીગરભાઈ કલસીંગભાઈ ભુટિયા (આરોપી નં. 2) નો સમાવેશ થાય છે. ટ્રેપ દરમિયાન આરોપી નં. 1 ના કબજામાંથી રૂ. 15,000 અને આરોપી નં. 2 ના કબજામાંથી રૂ. 6,000 ની લાંચની રકમ રિકવર કરવામાં આવી હતી.ACB ની સંયુક્ત ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહીઆ સફળ કામગીરી અમરેલી ACB ના ઇન્ચાર્જ PI ટી. એસ. રીઝવી તથા અમરેલી અને ભાવનગર ACBના સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. બંને ભ્રષ્ટ અધિકારીઓને અટકાયતમાં લઈને આગળની કાયદાકીય તપાસ હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો: Amreli News:સાવરકુંડલા અને જાફરાબાદ પંથકમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીની લહેર

Read Full Story arrow_forward
Vande Mataram Controversy: 'જે થયું તે ખોટું થયું', ઇમરાન ખેડાવાલા સામે કોંગ્રેસ કરશે કાર્યવાહી
calendar_today September 10, 2026

Vande Mataram Controversy: 'જે થયું તે ખોટું થયું', ઇમરાન ખેડાવાલા સામે કોંગ્રેસ કરશે કાર્યવાહી

વિધાનસભા ગૃહમાં વંદે માતરમ ગાનના અપમાન મુદ્દે ઉપજેલા વિવાદ પર કોંગ્રેસ પક્ષ દ્વારા મહત્વનું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રગાન સમયે કોંગ્રેસના તમામ ધારાસભ્યો સન્માનપૂર્વક ઉભા જ હતા. માત્ર ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની અમુક ગેરસમજના કારણે તેઓ બે અંતરા સુધી ઉભા રહ્યા હતા. આ મુદ્દે કોંગ્રેસ પક્ષે કડક વલણ અપનાવીને જણાવ્યું છે કે જે પણ ઘટના બની તે ખોટી થઈ છે અને કોંગ્રેસ પક્ષ ઇમરાન ખેડાવાલા પાસેથી આ મામલે લેખિતમાં સ્પષ્ટ ખુલાસો પૂછશે.રાષ્ટ્રગાનના સન્માનમાં જ માનીએ છીએ, ભવિષ્યમાં આવું નહીં બને ગૃહમાં નિવેદન આપતા કોંગ્રેસે રાષ્ટ્રભક્તિનો પુનરોચ્ચાર કર્યો હતો અને જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આવી ભૂલ કે અનિચ્છનીય બનાવ ન બનવો જોઈએ તે વાતનું પક્ષ સંપૂર્ણ સમર્થન કરે છે. કોંગ્રેસ હંમેશાં દેશ અને રાષ્ટ્રગાનનું સન્માન જાળવવામાં અગ્રણી રહી છે. ઈતિહાસનો ઉલ્લેખ કરતા પક્ષે ઉમેર્યું હતું કે વર્ષ 1896ના પ્રથમ અધિવેશનથી જ કોંગ્રેસના દરેક કાર્યક્રમ અને સત્રમાં રાષ્ટ્રગાન ગાવાની પરંપરા રહી છે, તેથી રાષ્ટ્રગાનનું સન્માન કોંગ્રેસના ડીએનએમાં છે.ભાજપના ગૌત્રમાં વર્ષો સુધી વંદે માતરમ ગવાયું નથી: કોંગ્રેસનો પલટવાર વંદે માતરમના મુદ્દે ભાજપ દ્વારા કરવામાં આવી રહેલા આરોપો સામે કોંગ્રેસે આકરો પલટવાર પણ કર્યો હતો. કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે જે પક્ષ આજે દેશભક્તિના પાઠ ભણાવી રહ્યો છે, તે ભાજપનું જે મૂળ ગૌત્ર અને વિચારધારા છે ત્યાં વર્ષો સુધી વંદે માતરમ ગવાયું જ નહોતું. આમ, એકતરફ પોતાના ધારાસભ્યની ગેરસમજ સ્વીકારીને ખુલાસો માંગવાની વાત કરવાની સાથે કોંગ્રેસે શાસક પક્ષ ભાજપ સામે પણ રાજકીય પ્રહારો કર્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar News : વિધાનસભામાં ‘એનાલૉગ પનીર’નો મુદ્દો ગાજ્યો, કોંગ્રેસ MLAના સવાલ પર આરોગ્ય મંત્રીનો જવાબ
calendar_today September 10, 2026

Gandhinagar News : વિધાનસભામાં ‘એનાલૉગ પનીર’નો મુદ્દો ગાજ્યો, કોંગ્રેસ MLAના સવાલ પર આરોગ્ય મંત્રીનો જવાબ

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના સભ્ય અમૃતજી ઠાકોર દ્વારા ‘Analog Paneer’ના મુદ્દે મહત્વનો સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. બજારમાં પનીરના નામે વેચાતા એવા ઉત્પાદનો અંગે તેમણે સરકારનું ધ્યાન દોરતાં તેની ગુણવત્તા, બનાવટ અને ગ્રાહકોના આરોગ્ય સાથે સંકળાયેલા પ્રશ્નો રજૂ કર્યા હતા.આરોગ્ય મંત્રીની સ્પષ્ટતાઆ મુદ્દે જવાબ આપતાં મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગૃહમાં સ્પષ્ટતા કરી હતી કે પામોલિન ઓઈલ અને મિલ્ક પાવડરનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવતું કથિત ‘એનાલૉગ પનીર’ વાસ્તવમાં પનીર નથી. પરંપરાગત પનીર દૂધમાંથી બનાવવામાં આવે છે, જ્યારે આવા ઉત્પાદનોમાં દૂધના બદલે અન્ય ઘટકોનો ઉપયોગ થતો હોવાને કારણે તેને અસલી પનીર તરીકે ગણાવી શકાય નહીં. મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા એનાલૉગ પનીર ઉપરાંત એનાલૉગ ચીઝ અને બટરના ઉત્પાદન, વેચાણ તથા સંગ્રહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ ગ્રાહકોને ભ્રામક રીતે પનીર કે અન્ય ડેરી પ્રોડક્ટના નામે વેચાતા બિન-માનક ઉત્પાદનોમાંથી સુરક્ષિત રાખવાનો છે.અસલી ડેરી ઉત્પાદનોને પ્રોત્સાહન મળ્યુંસરકારના જણાવ્યા અનુસાર, આ પ્રતિબંધ બાદ સહકારી ડેરીઓ દ્વારા ઉત્પાદિત ઓરિજિનલ પનીરના વેચાણમાં વધારો નોંધાયો છે. એટલે કે, બજારમાંથી એનાલૉગ ઉત્પાદનોને દૂર કરવાની કાર્યવાહીથી પ્રમાણભૂત અને અસલી ડેરી ઉત્પાદનોને પ્રોત્સાહન મળ્યું હોવાનું સરકારનું માનવું છે.સંપૂર્ણપણે ગુણવત્તાયુક્ત સ્થિતિ ઊભી થઈ નથીજોકે, મંત્રીએ એ પણ સ્વીકાર્યું હતું કે બજારમાં હજુ સંપૂર્ણપણે ગુણવત્તાયુક્ત સ્થિતિ ઊભી થઈ નથી. તપાસ દરમિયાન મિસબ્રાન્ડ, સબ-સ્ટાન્ડર્ડ અને અનસેફ કેટેગરીના સેમ્પલો હજુ પણ સામે આવી રહ્યા છે. આ અંગેનું ગંભીર ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું હતું કે માત્ર બનાસકાંઠા જિલ્લામાં જ છેલ્લા એક વર્ષ દરમિયાન આશરે ૪૮ સેમ્પલ ‘અનસેફ’ જાહેર થયા છે.સતત દેખરેખ જરૂરીઆ આંકડા દર્શાવે છે કે પ્રતિબંધાત્મક કાર્યવાહી છતાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સલામતી અંગે સતત દેખરેખ જરૂરી છે. ખાસ કરીને પનીર, ચીઝ અને બટર જેવા દૈનિક વપરાશના ઉત્પાદનોમાં ભેળસેળ અથવા હલકી ગુણવત્તાના ઘટકોનો ઉપયોગ ગ્રાહકો માટે ચિંતાનો વિષય બની શકે છે. વિધાનસભામાં થયેલી આ ચર્ચાથી એક તરફ એનાલૉગ ડેરી ઉત્પાદનો સામે સરકારની નીતિ સ્પષ્ટ થઈ છે, તો બીજી તરફ બજારમાં વેચાતા પનીર સહિતના ખાદ્યપદાર્થોની નિયમિત તપાસ અને કડક અમલની જરૂરિયાત પણ સામે આવી છે.

Read Full Story arrow_forward