android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
કોમનવેલ્થમાં 8 ગોલ્ડ જીતીને રચ્યો ઇતિહાસ. જાણો જસપાલા રાણા વિશે
calendar_today June 12, 2026

કોમનવેલ્થમાં 8 ગોલ્ડ જીતીને રચ્યો ઇતિહાસ. જાણો જસપાલા રાણા વિશે

આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય શૂટિંગને નવી ઓળખ આપનાર દેશના ગોલ્ડન બોય અને ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય પિસ્તોલ શૂટર જસપાલ રાણાનું નિધન થયું છે. આ સમાચારથી રમતગમત જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. કોચ જસપાલ એશિયન ગેમ્સના ભૂતપૂર્વ સુવર્ણ ચંદ્રક વિજેતા છે અને સ્ટાર શૂટર મનુ ભાકરના કોચ રહી ચૂક્યા છે, જેણે બે વખત ઓલિમ્પિકમાં મેડલ જીત્યા છે.

Read Full Story arrow_forward
NEET UG પરીક્ષાના નિયમોમાં મોટો ફેરફાર, હવે મળશે 15 મિનિટનો વધારાનો સમય
calendar_today June 12, 2026

NEET UG પરીક્ષાના નિયમોમાં મોટો ફેરફાર, હવે મળશે 15 મિનિટનો વધારાનો સમય

દેશની સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UGની ફરીથી યોજાનારી પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA) તરફથી રાહતના સમાચાર આવ્યા છે. આગામી 21 જૂન 2026ના રોજ લેવાનારી આ પરીક્ષાને વધુ વિદ્યાર્થીલક્ષી અને અનુકૂળ બનાવવા માટે એજન્સી દ્વારા કેટલાક મહત્વપૂર્ણ વહીવટી અને માળખાકીય ફેરફારો કરવામાં આવ્યા છે. OMR શીટ માટે મળશે 15 મિનિટનો વધારાનો સમયસૌથી મોટો ફેરફાર પરીક્ષાના સમયગાળામાં કરવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે કુલ 195 મિનિટનો સમય મળશે. પૂર્વ નિર્ધારિત સમય અનુસાર આ પરીક્ષા બપોરે 2:00 વાગ્યે શરૂ થઈને સાંજે ૫:૧૫ વાગ્યા સુધી ચાલશે. આમાં ઉમેદવારોને ખાસ કરીને ઓએમઆર (OMR) શીટની વિગતો ખૂબ જ ચોકસાઈપૂર્વક અને શાંતિથી ભરવા માટે 15 મિનિટનો વધારાનો સમય ફાળવવામાં આવ્યો છે, જેથી ઉતાવળમાં કોઈ ભૂલ ન થાય. રફ વર્ક માટે હવે મળશે 4 પેજ, લેફ્ટ-હેન્ડેડ વિદ્યાર્થીઓને પણ રાહતઆ ઉપરાંત ભૌતિકવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાન જેવા વિષયોમાં ગણતરી કરવા માટે વિદ્યાર્થીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પ્રશ્નપત્ર પુસ્તિકામાં મોટો સુધારો કરાયો છે. પહેલા રફ કામ માટે માત્ર 2 પેજ મળતા હતા, જેને વધારીને હવે 4 પેજ કરી દેવામાં આવ્યા છે. એનટીએ એ સંવેદનશીલતા દર્શાવતા ડાબા હાથે લખતા (લેફ્ટ હેન્ડેડ) વિદ્યાર્થીઓની સુવિધા માટે બે રફ પેજ મુખ્ય સૂચના પૃષ્ઠની બરાબર પછી એટલે કે શરૂઆતમાં આપ્યા છે અને બાકીના બે પેજ પુસ્તિકાના અંતમાં રાખ્યા છે. NTAની અપીલ: એડમિટ કાર્ડની સૂચનાઓ ધ્યાનથી વાંચોરાષ્ટ્રીય પરીક્ષા એજન્સીના સત્તાવાર નિવેદન અનુસાર, આ નાના પણ વ્યવહારુ ફેરફારો પરીક્ષાની ગુપ્તતા, નિષ્પક્ષતા અને કડક સુરક્ષા વ્યવસ્થા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કર્યા વિના વિદ્યાર્થીઓનો તણાવ ઓછો કરવામાં મદદ કરશે. એજન્સીએ તમામ પરીક્ષાર્થીઓને અપીલ કરી છે કે તેઓ પરીક્ષા કેન્દ્ર પર જતા પહેલા પોતાના એડમિટ કાર્ડ પર આપવામાં આવેલી તમામ નવી માર્ગદર્શિકા અને સૂચનાઓ ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચી લે, જેથી પરીક્ષાના દિવસે કોઈ મુશ્કેલી ન નડે. આ પણ વાંચો-Unemployment : આ દેશના યુવાનો છે સૌથી વધુ બેરોજગાર, ભારત કયા નંબરે આવે છે?

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: હવે એક દિવસમાં 200 લીટરથી વધુ નહીં મળે ડીઝલ
calendar_today June 12, 2026

Gujarat Latest News Live: હવે એક દિવસમાં 200 લીટરથી વધુ નહીં મળે ડીઝલ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 12JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward