android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gondal : હનીટ્રેપ ગેંગ પકડાઈ, ખેડૂતને ફસાવી 5 લાખ અને કાર પડાવનાર 4 આરોપીઓ જેલભેગા
calendar_today June 12, 2026

Gondal : હનીટ્રેપ ગેંગ પકડાઈ, ખેડૂતને ફસાવી 5 લાખ અને કાર પડાવનાર 4 આરોપીઓ જેલભેગા

ગોંડલ બી ડિવિઝન પોલીસે હનીટ્રેપમાં ફસાવી, ખેડૂતનું અપહરણ કરી અને બળજબરીથી પૈસા પડાવતી એક શાતિર ગેંગના ચાર આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. પકડાયેલા આરોપીઓમાં મહિલા સહિત ટોળકીના મુખ્ય સાગરીતોનો સમાવેશ થાય છે.સંગીતા નામની મહિલાએ ખેડૂતને પ્રેમ જાળમાં ફસાવ્યો મળતી વિગતો મુજબ, સંગીતા નામની મહિલાએ એક ખેડૂતને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને ગોંડલ બોલાવ્યો હતો. ખેડૂત જેવા ત્યાં પહોંચ્યા કે તરત જ પૂર્વ આયોજિત કાવતરા મુજબ ઇમરાન અને તેની માતા હસીનાબેન ત્યાં ધસી આવ્યા હતા. આ ટોળકીએ ખેડૂતને છરી બતાવી જાનથી મારી નાખવાની તેમજ ખોટા રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી એક રૂમમાં બંધ કરી દીધા હતા. ક્રેટા કાર પડાવીઆરોપીઓએ ખેડૂત પાસેથી તુરંત જ 4,000 રોકડા પડાવી લીધા હતા અને વધુ 5 લાખની ખંડણી માંગી હતી. ખેડૂત પાસે આટલી મોટી રકમ ન હોવાથી આરોપીઓએ તેમની₹4 લાખની કિંમતી ક્રેટા કાર બળજબરીથી પડાવી લીધી હતી.કોરા કાગળો પર બળજબરીથી સહીઓ કરાવી આટલેથી ન અટકતા, આ ટોળકીએ દશરથ નામના અન્ય એક આરોપીને બોલાવ્યો હતો. આ ચારેય જણાએ ખેડૂતનું તેમની જ ક્રેટા કારમાં અપહરણ કર્યું હતું અને રસ્તામાં ધમકાવીને કેટલાક કોરા કાગળો પર બળજબરીથી સહીઓ કરાવી લીધી હતી. આ ઘટનાની જાણ થતાં જ ગોંડલ બી ડિવિઝનના પીઆઈ જે.આર. ઝાલા અને તેમની ટીમે એક્શન મોડમાં આવી તપાસ શરૂ કરી હતી. પોલીસે ટેકનિકલ સોર્સ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના કલાકોમાં જ ચારેય આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસ તપાસ શરુ પોલીસે આરોપીઓ પાસેથી 4 લાખની ક્રેટા કાર, સીએનજી રીક્ષા, એક્ટીવા, 5 મોબાઈલ ફોન, છરી, રોકડા રૂપિયા અને લખાણના કાગળો સહિત કુલ 5,51,050/- નો મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસે જણાવ્યું છે કે જો અન્ય કોઈ નાગરિક પણ આ ગેંગનો ભોગ બન્યા હોય, તો તેઓ નીડર થઈને ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પર સંપર્ક કરી શકે છે. આ પણ વાંચો----    Gujarat Latest News Live: ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી, કેદારનાથ યાત્રા કરીને આવેલી ગાંધીનગરની મહિલાને કોરોના

Read Full Story arrow_forward
Rajkot: હિંગળાજનગરમાં વેસ્ટ ઝોન દ્વારા ડિમોલિશનની નોટિસથી સ્થાનિકોમાં રોષ, 15 દિવસમાં જગ્યા ખાલી કરવા આદેશ
calendar_today June 12, 2026

Rajkot: હિંગળાજનગરમાં વેસ્ટ ઝોન દ્વારા ડિમોલિશનની નોટિસથી સ્થાનિકોમાં રોષ, 15 દિવસમાં જગ્યા ખાલી કરવા આદેશ

રાજકોટ શહેરમાં સરકારી અને મનપા હસ્તકની અબજો રૂપિયાની જમીનોને દબાણ મુક્ત કરવા માટે કમિશનરના આદેશથી એસ્ટેટ અને વિજીલન્સ વિભાગ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કવાયતના ભાગરૂપે રાજકોટ વેસ્ટ ઝોન હેઠળ આવતા સ્માર્ટ અને પોશ વિસ્તાર એવા અમીન માર્ગ પર વર્ષો જૂના દબાણો પર બુલડોઝર ફેરવવાની આખરી નોટિસ ઇશ્યૂ કરવામાં આવી છે. હિંગળાજનગરમાં આવેલી કિંમતી સરકારી જમીન પર લાંબા સમયથી ખડકાયેલા અંદાજે 70 જેટલા ઝૂંપડાં અને કાચા બાંધકામો હવે રાજકોટ મહાનગરપાલિકાના રડારમાં આવ્યા છે.ટૂંક સમયમાં બુલડોઝર ગર્જશેઆગામી દિવસોમાં યોજાનારા મોટા ડિમોલિશનના પ્લાનિંગ માટે રાજકોટ મનપાની એસ્ટેટ શાખા અને કોર્પોરેશનની સ્પેશિયલ વિજીલન્સ પોલીસની ટીમે હિંગળાજનગર પ્લોટની સંયુક્ત મુલાકાત લીધી હતી. સરકારી રેકોર્ડ મુજબ પ્લોટની ચોક્કસ સરહદો નક્કી કરવા માટે ટીમે સ્થળ પર જઈને આખા લોકેશનનું 'ડિમાર્કેશન' (જમીનની માપણી અને સીમાકન) કર્યું હતું. આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તંત્ર દ્વારા તમામ 70 ઝૂંપડાધારકોને કાયદેસરની નોટિસ પાઠવીને ૧૫ દિવસમાં પોતાના સામાન સાથે જગ્યા ખાલી કરી દેવા અલ્ટીમેટમ આપી દેવાયું છે. જો મુદત પૂરી થયા બાદ જગ્યા ખાલી નહીં થાય તો મનપા જેસીબી (JCB) મશીનો સાથે ત્રાટકીને દબાણો તોડી પાડશે.શ્રમિક પરિવારો રસ્તા પર આવી જવાની ભીતિબીજી તરફ, મનપાની આ કડક કાર્યવાહી સામે હિંગળાજનગરના રહીશોમાં ભારે આક્રોશ અને રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે તેઓ અહીં કોઈ બે-ચાર વર્ષથી નહીં, પરંતુ છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી પેઢીઓથી વસવાટ કરી રહ્યા છે. અત્યારે રાજ્યમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ગમે ત્યારે ધોધમાર વરસાદ વરસી શકે છે. આવા અતિ કપરા સમયે તંત્ર દ્વારા ઘર ખાલી કરવાની નોટિસ અપાતા નાના બાળકો અને વડીલો સાથે તેઓ ક્યાં જશે તે મોટો સવાલ છે. આથી, સ્થાનિકો દ્વારા એવી ઉગ્ર માંગણી કરવામાં આવી છે કે તંત્ર દબાણ હટાવે તેની સામે વાંધો નથી, પરંતુ માનવતાના ધોરણે પહેલા તેમના પરિવાર માટે રહેણાંકની વૈકલ્પિક વ્યવસ્થા અથવા આવાસ યોજના અંતર્ગત મકાનની ફાળવણી કરી આપવામાં આવે.આ પણ વાંચો: Junagadh: ધરાનગરમાં સોપારી ખાવા જેવી બાબતે હિંસક બનેલા પતિએ પત્નીને માર મારી પતાવી દીધી

Read Full Story arrow_forward
Surat: દિલ્હી પાલમ કોલોનીના 4.82 કરોડના ફેક સ્ટોક ટ્રેડિંગ ફ્રોડમાં સુરત-તાપી કનેક્શન ખુલ્યું, 4 આરોપીઓ એરેસ્ટ
calendar_today June 12, 2026

Surat: દિલ્હી પાલમ કોલોનીના 4.82 કરોડના ફેક સ્ટોક ટ્રેડિંગ ફ્રોડમાં સુરત-તાપી કનેક્શન ખુલ્યું, 4 આરોપીઓ એરેસ્ટ

સુરત અને તાપી જિલ્લાના ભોળા અને મધ્યમવર્ગીય યુવાનોને નોકરીની લાલચ આપીને સાયબર ગુનાના 'ટૂલ' (સાધન) તરીકે વાપરતી એક અતિ શાતિર આંતરરાજ્ય ગેંગની કડીઓ શોધવામાં દિલ્હી પોલીસને સફળતા મળી છે. નવી દિલ્હીના પાલમ કોલોની વિસ્તારમાં રહેતા એક રોકાણકારને શેરબજાર અને સ્ટોક ટ્રેડિંગમાં મોટો નફો કરાવવાની લાલચ આપી, નકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને 4.82 કરોડ પડાવી લેવાયા હતા. આ ગુનાની તપાસ દરમિયાન દિલ્હી સાયબર સેલને જે બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર થયા હતા, તેના લોકેશન દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી જિલ્લાના હોવાનું જાણવા મળ્યું હતું.કર્ણાટકમાં 15 દિવસની કથિત ટ્રેનિંગનો માસ્ટરપ્લાનપોલીસની પ્રાથમિક તપાસમાં આ સ્કેમ પાછળ ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. આ કેસના મુખ્ય સૂત્રધારે સુરત જિલ્લાના બારડોલી અને તાપી જિલ્લાના સોનગઢના બેરોજગાર યુવાનોનો સંપર્ક કર્યો હતો. તેમને કર્ણાટક ખાતે એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સારી સેલરી વાળી નોકરી અપાવવાનો વાયદો કરવામાં આવ્યો હતો. આ લાલચમાં આવીને ચારેય યુવાનો કર્ણાટક ગયા હતા. ત્યાં મુખ્ય સૂત્રધારે તેમને જણાવ્યું કે કંપનીના પ્રોટોકોલ મુજબ 15 દિવસની ઓફિશિયલ ટ્રેનિંગ લેવી પડશે અને સેલરી જમા કરાવવા માટે નવી બેંકમાં ખાતા ખોલાવવા પડશે.ખાતાધારક 4 યુવાનોને દબોચી લીધાયુવાનોના નામે અલગ-અલગ બેંકોમાં કરન્ટ અને સેવિંગ એકાઉન્ટ ખોલાવ્યા બાદ, ચાલાક માસ્ટરમાઇન્ડે ટ્રેનિંગના બહાને આ તમામ ખાતાના કંટ્રોલ, નેટ બેંકિંગ આઈડી, પાસવર્ડ અને રજિસ્ટર્ડ સિમ કાર્ડ પોતાની પાસે રાખી લીધા હતા. ત્યારબાદ આ જ મ્યુલ એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને દિલ્હીના ભોગ બનનાર વ્યક્તિ પાસેથી ફ્રોડ કરાયેલા 4.82 કરોડ ટુકડે-ટુકડે આ ખાતાઓમાં ટ્રાન્સફર કરાવીને સગેવગે કરી દેવામાં આવ્યા હતા.બારડોલીથી દિલ્હી સુધી કાયદાનો સિકંજોદિલ્હી સાયબર સેલની ટીમે ટેકનિકલ એનાલિસિસના આધારે સુરત અને તાપી જિલ્લામાં સ્થાનિક પોલીસની મદદથી દરોડા પાડ્યા હતા અને કૌભાંડમાં વપરાયેલા ખાતાધારક 4 યુવાનોને દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓ પૈકી ત્રણ બારડોલી પંથકના અને એક સોનગઢનો હોવાનું ખુલ્યું છે. આ તમામ આરોપીઓને સુરત જિલ્લાની બારડોલી સબ-જેલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે ગુનાના મુખ્ય માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા અને નાણાંની હેરફેરની કડીઓ મેળવવા માટે આરોપીઓની કસ્ટડી માંગી હતી, જેના આધારે નામદાર કોર્ટે 4 આરોપીઓના 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા છે. દિલ્હી પોલીસ હવે ચારેયને દિલ્હી લઈ ગઈ છે, જ્યાં આંતરરાષ્ટ્રીય સાયબર સિન્ડિકેટના મુખ્ય કિંગપિન અને અન્ય ભોગ બનનારાઓ વિશે મોટા ખુલાસા થવાની સંભાવના છે.આ પણ વાંચો: Rajkot: હિંગળાજનગરમાં વેસ્ટ ઝોન દ્વારા ડિમોલિશનની નોટિસથી સ્થાનિકોમાં રોષ, 15 દિવસમાં જગ્યા ખાલી કરવા આદેશ

Read Full Story arrow_forward