android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
S Jaishankar:"તમારા હથિયારોથી ભારત પર હુમલા થાય છે",જયશંકરે યુરોપને બરાબરનું ઝાટક્યું
calendar_today June 12, 2026

S Jaishankar:"તમારા હથિયારોથી ભારત પર હુમલા થાય છે",જયશંકરે યુરોપને બરાબરનું ઝાટક્યું

વિદેશ મંત્રી એસ. જયશંકરે ફરી એકવાર વૈશ્વિક મંચ પર ભારતના રાષ્ટ્રીય હિતો અને વિદેશ નીતિને મજબૂત રીતે રજૂ કરી છે. ફિનલેન્ડમાં આયોજિત 'કુલતારંતા ટોક્સ' (Kultaranta Talks) દરમિયાન રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદવાના પશ્ચિમી દેશોના સવાલો પર વિદેશ મંત્રીએ યુરોપિયન દેશોની બેવડી નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે યુરોપ એવા દેશોને હથિયારો વેચે છે જેનો ઉપયોગ ભારત પર હુમલા કરવા માટે થાય છે અને આ સિલસિલો વર્ષોથી ચાલી રહ્યો છે.યુરોપના હથિયારો અને ભારતની સુરક્ષાપેનલ ચર્ચા દરમિયાન જ્યારે એક પત્રકારે ભારતની રશિયા પ્રત્યેની કથિત 'સહાનુભૂતિ' અને તેલ ખરીદવાની ઉત્સુકતા પર સવાલ ઉઠાવ્યો, ત્યારે જયશંકરે જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે યુરોપની ઐતિહાસિક અને નૈતિક વિસંગતતાઓ તરફ ઈશારો કરતા કહ્યું, "કોઈપણ યુરોપિયન દેશ પર ભારતીય હથિયારોથી ક્યારેય હુમલો થયો નથી. કાશ, હું યુરોપના હથિયારો અંગે પણ ભારત માટે આવું કહી શકતો હોત!" તેમણે ઉમેર્યું કે ભારતીયોએ ક્યારેય યુરોપના હિતોને જોખમમાં મૂકવાનું કામ કર્યું નથી, પરંતુ યુરોપ લાંબા સમયથી ભારતના દુશ્મનોને હથિયાર સપ્લાય કરતું આવ્યું છે.તેલ ખરીદી પાછળનું વ્યવહારુ ગણિતપોતાના કડક વલણને યથાવત રાખતા વિદેશ મંત્રીએ ઊર્જા સુરક્ષા (Energy Security) અને દેશના બજારની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું, "હું તેલની કિંમત અને તેની ઉપલબ્ધતાના આધારે ખરીદી કરું છું. તે સમયે બજારમાં રશિયન તેલ વધુ ઉપલબ્ધ હતું, કારણ કે યુરોપિયન દેશો પોતે મધ્ય પૂર્વ (Middle East) માંથી તેલ ખરીદી રહ્યા હતા, જે અમારો પરંપરાગત સપ્લાયર રહ્યો છે. પરિસ્થિતિએ અમને આ દિશામાં આગળ વધવા મજબૂર કર્યા હતા."અમેરિકાની નીતિઓ પર કટાક્ષવર્ષ 2022ની વૈશ્વિક પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરતા એસ. જયશંકરે અમેરિકાના વલણ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ખુલાસો કર્યો કે વૈશ્વિક બજારમાં તેલના ભાવ નિયંત્રણમાં રાખવા અને મોંઘવારી અટકાવવા માટે ખુદ અમેરિકાએ ભારતને રશિયન તેલ ખરીદવા પ્રોત્સાહિત કર્યું હતું. પરંતુ બાદમાં પશ્ચિમી દેશોએ પોતાના હિત સાધવા માટે પ્રતિબંધોની રમત રમી. જયશંકરે કટાક્ષ કરતા કહ્યું, "આવો કોઈ મોટો સિદ્ધાંત કે નૈતિકતા હોવાનો દેખાવો ન કરો. જ્યારે પોતાના માટે યોગ્ય હોય ત્યારે નીતિ લાગુ કરવી અને ન હોય ત્યારે હટાવી દેવી – અમે બધા સમજદાર છીએ અને આ રમત સારી રીતે સમજીએ છીએ."

Read Full Story arrow_forward
El-Nino: અલ નિનોના ખતરાથી PMનું રાજ્યોને એલર્ટ કર્યુ, કહ્યું તૈયાર રહો
calendar_today June 12, 2026

El-Nino: અલ નિનોના ખતરાથી PMનું રાજ્યોને એલર્ટ કર્યુ, કહ્યું તૈયાર રહો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી. આ વર્ષની બેઠકનો વિષય "2047 સુધીમાં વિકસિત ભારત માટે સમાવિષ્ટ માનવ વિકાસ" હતો. 28 રાજ્યો અને પાંચ કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા મુખ્યમંત્રીઓ, ઉપરાજ્યપાલો અને વહીવટકર્તાઓએ ભાગ લીધો હતો. આ પહેલી વાર હતું જ્યારે તમામ 28 રાજ્યોના મુખ્યમંત્રીઓએ નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ભાગ લીધો હતો.પીએમ મોદીએ અલનીનોને લઇને આપી ચેતવણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અલ નીનો પરિસ્થિતિઓથી ઉદ્ભવતા જોખમો વિશે ચેતવણી આપી હતી અને મજબૂત જળ સંરક્ષણ પગલાં લેવાની હાકલ કરી હતી. તેમણે રાજ્યોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની તકો અને સાયબર છેતરપિંડી અને ડ્રગના દુરુપયોગ જેવા ઉભરતા સામાજિક પડકારોનો સામનો કરવા માટેના પગલાં વચ્ચે સંતુલન જાળવવા વિનંતી કરી હતી.નીતિ આયોગની બેઠકની કરી અધ્યક્ષતા નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરતા, પ્રધાનમંત્રી મોદીએ એમ પણ કહ્યું કે જ્યારે ઘણી મોટી અર્થવ્યવસ્થાઓ અનિશ્ચિતતા અને આર્થિક પડકારોનો સામનો કરી રહી છે, ત્યારે ભારતની વિકાસગાથા વિશ્વને પ્રેરણા આપી રહી છે. તેમણે આત્મનિર્ભરતા તરફ દેશના સંકલ્પને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને વૈશ્વિક સ્તરે અપનાવવામાં આવેલી શ્રેષ્ઠ પ્રથાઓને અપનાવવા અને અમલમાં મૂકવાના મહત્વ પર ભાર મૂક્યો.વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા સાથે મળીને કામ કરવુ- પીએમ મોદી ભારતના ઘણા દેશો સાથેના તાજેતરના વેપાર કરારોનો ઉલ્લેખ કરતા, પીએમ મોદીએ રાજ્યોને યુવાનો અને MSME માટે તકો ઊભી કરવા અને આ કરારોનો લાભ લેવા માટે હિસ્સેદારોને તૈયાર કરવા કહ્યું. તેમણે રાજ્યોને ભાગીદાર દેશોમાંથી રોકાણ આકર્ષવાની પણ સલાહ આપી. સરકારી નિવેદન અનુસાર, સહકારી સંઘવાદના મહત્વ પર ભાર મૂકતા, મોદીએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્યોએ 'વિકસિત ભારત' ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ. આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ? 

Read Full Story arrow_forward
PM Kisan Yojana: ખેડૂતો માટે ખુશખબર, જુલાઇમાં આ તારીખે આવી શકે છે 23મો હપ્તો!
calendar_today June 12, 2026

PM Kisan Yojana: ખેડૂતો માટે ખુશખબર, જુલાઇમાં આ તારીખે આવી શકે છે 23મો હપ્તો!

ભારત સરકાર દ્વારા દેશના કરોડો ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ' (PM Kisan Samman Nidhi) યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વર્ષમાં ત્રણ સમાન હપ્તા દ્વારા કુલ ₹6,000 ની નાણાકીય સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. દરેક હપ્તા પેટે ખેડૂતોને ₹2,000 ની રકમ આપવામાં આવે છે. હાલમાં દેશભરના ખેડૂતો આ યોજનાના ૨૩મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કુલ 22 હપ્તા સફળતાપૂર્વક જાહેર કરાયાઅત્યાર સુધીની સ્થિતિ પર નજર કરીએ તો, સરકાર દ્વારા આ યોજનાના કુલ ૨૨ હપ્તા સફળતાપૂર્વક જારી કરી દેવામાં આવ્યા છે. જેમાં સૌથી છેલ્લો એટલે કે ૨૨મો હપ્તો ૧૩ માર્ચ, ૨૦૨૬ ના રોજ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યો હતો. આ યોજનાની ખાસિયત એ છે કે સરકાર દ્વારા દરેક હપ્તો ચોક્કસ સમયાંતરે જારી કરવામાં આવે છે. નિયમ મુજબ, દર ચાર મહિનાના ગાળામાં એક હપ્તો ખેડૂતોને આપવામાં આવે છે.23મા હપ્તાને લઇને ખેડૂતો માટે સારા સમાચાર ૨૩મા હપ્તાની રાહ જોતા ખેડૂતો માટે સારા સમાચાર છે. માર્ચ મહિનામાં ૨૨મો હપ્તો મળ્યા બાદ, આગામી ચાર મહિનાનો ગાળો હવે જૂન મહિનાના અંતમાં પૂર્ણ થઈ રહ્યો છે. આ ગણતરી મુજબ, એવી પ્રબળ શક્યતા છે કે સરકાર ૨૩મો હપ્તો જુલાઈ મહિનામાં રિલીઝ કરી શકે છે. જોકે, સરકાર દ્વારા હજુ સુધી કોઈ ચોક્કસ તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. કૃષિ વિભાગ અને પીએમ કિસાન પોર્ટલના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, જે ખેડૂતોના કેવાયસી (e-KYC) અને જમીનના રેકોર્ડનું વેરિફિકેશન પૂર્ણ છે, તેમને જ આ હપ્તાનો લાભ મળશે.વેબસાઇટ પર જઇને સ્ટેટસ તપાસી લોતેથી, ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અધિકૃત વેબસાઇટ પર જઈને પોતાનું સ્ટેટસ તપાસી લે અને જો કોઈ વિસંગતતા હોય તો તેને વહેલી તકે દૂર કરી લે, જેથી હપ્તો જારી થતી વખતે કોઈ મુશ્કેલી ન નડે. ૨૩મા હપ્તા અંગેની કોઈપણ અધિકૃત જાણકારી માટે ખેડૂતોએ માત્ર સરકારી પોર્ટલ અથવા તેમના નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) ની મુલાકાત લેવી જોઈએ. આ યોજના ખેડૂતો માટે ખેતીના ખર્ચને પહોંચી વળવા માટે એક મજબૂત ટેકો સાબિત થઈ રહી છે.આ પણ વાંચોઃ Health: આ લક્ષણોને હલકામાં ન લો! નહીં તો થઇ શકે છો આ ગંભીર બીમારી....

Read Full Story arrow_forward