android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gold Silver Price Today: સોના ચાંદીની ચમક વધી કે ઘટી? જાણી લો 10 ગ્રામનો રેટ
calendar_today June 12, 2026

Gold Silver Price Today: સોના ચાંદીની ચમક વધી કે ઘટી? જાણી લો 10 ગ્રામનો રેટ

છેલ્લા બે દિવસથી સોના ચાંદીના ભાવમાં ઘટાડો થઇ રહ્યો હતો. પરંતુ 12 જૂને સોના ચાંદીના ભાવમાં ચમક જોવા મળી છે. યુએસ ડોલરની ચાલ, વ્યાજ દરના વલણો, વૈશ્વિક તણાવ અને રોકાણકારોની માંગ સોના અને ચાંદીના ભાવને સીધી અસર કરે છે. બુલિયન બજારમાં તાજેતરની અસ્થિરતા મધ્ય પૂર્વમાં તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટને કારણે પણ થઈ છે. 12 જૂને શું છે સોના ચાંદીના ભાવવૈશ્વિક ફુગાવો, વ્યાજ દરમાં વધારાની સંભાવના અને મધ્ય પૂર્વના તણાવને કારણે બુલિયન બજાર દબાણ હેઠળ છે. જોકે, ભાવ હવે થોડો સુધારો દર્શાવે છે. અહેવાલો અનુસાર, ભારતમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1.50 લાખથી ₹1.60 લાખની આસપાસ ટ્રેન્ડિંગમાં છે. દરમિયાન, 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1.35 લાખથી ₹1.45 લાખની આસપાસ છે. ચાંદી પ્રતિ કિલો ₹2.3 લાખથી ₹2.5 લાખની આસપાસ ટ્રેડિંગ કરી રહી છે.દેશના મોટા શહેરોમાં સોનાનો ભાવ (12 જૂન)શહેર 24 કેરેટ (પ્રતિ ગ્રામ) 22 કેરેટ (પ્રતિ ગ્રામ)  નવી દિલ્હી₹149,740 ₹137,262મુંબઇ₹150,000 ₹137,500પટના ₹149,920 ₹137,427અમદાવાદ₹148,630 ₹136,257ખરીદતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી બાબતોસોનું ખરીદતી વખતે હંમેશા BIS હોલમાર્ક તપાસો. વધુમાં, જ્વેલર્સ વચ્ચે મેકિંગ ચાર્જ અલગ અલગ હોય છે, તેથી તમારા ખરીદીના નિર્ણયને ફક્ત સોનાના દર પર આધારિત ન રાખો. ચાંદી ખરીદતી વખતે, ખાતરી કરો કે તમે તેની શુદ્ધતા ચકાસો છો અને બિલ મેળવો છો.આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ? 

Read Full Story arrow_forward
Ahmedabad Plane Crash: કાળજાના કટકા ગુમાવવાનું અસહ્ય દુઃખ, સ્મૃતિચિહ્નો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા પરિવારો
calendar_today June 12, 2026

Ahmedabad Plane Crash: કાળજાના કટકા ગુમાવવાનું અસહ્ય દુઃખ, સ્મૃતિચિહ્નો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા પરિવારો

સમગ્ર દેશને હચમચાવી દેનારી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ દુઃખદ ઘટનામાં જીવ ગુમાવનાર 260 દિવંગત આત્માઓને આજે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ અવસરે પીડિત પરિવારો અને નાગરિકોની આંખો ભીની થઈ ગઈ હતી.બી.જે. મેડિકલ કોલેજમાં પ્રાર્થના સભા દુર્ઘટનાની પ્રથમ વરસી નિમિત્તે બી.જે. મેડિકલ કોલેજ ખાતે ખાસ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી દર્શનાબેન વાઘેલા, સાંસદ દિનેશ મકવાણા, મેયર હિતેશ બારોટ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ તબીબી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. વ્હાલસોયાઓને યાદ કરી આંખો ભીની આ દુર્ઘટનામાં 15 વર્ષીય આકાશ પટણીનું અવસાન થયું હતું, જે તે સમયે પોતાની માતાને ટિફિન આપવા માટે ઘટનાસ્થળ પર હાજર હતો. આજે પરિવારજનોએ આકાશને યાદ કરીને ગમગીન વાતાવરણમાં શ્રદ્ધાંજલિ આપી હતી. વિદેશી પરિવારે પણ ક્રેશ સાઈટની મુલાકાત લીધી આ ઉપરાંત, એક વિદેશી પરિવારે પણ ક્રેશ સાઈટની મુલાકાત લીધી હતી. તેઓ પોતાના દીકરાનો ફોટો અને ડાયરી સાથે લાવ્યા હતા, જે જોઈને ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ હતી. તપાસ એજન્સીઓ પર વિશ્વાસ આ દુર્ઘટના અંગે પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રુપાણીનાપુત્ર ઋષભ રૂપાણીએ પણ પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "આ એક અત્યંત દુઃખદ ઘટના છે. તપાસ એજન્સીઓ પર અમને પૂરો વિશ્વાસ છે અને તપાસના અંતે જે રિપોર્ટ આવશે, તેના આધારે સત્ય બહાર આવશે." મુખ્યમંત્રીએ પણ શ્રદ્ધાંજલી અર્પી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ દુઃખદ ઘટનામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી છે. આખું શહેર આજે પણ તે કાળા દિવસને યાદ કરીને શોક વ્યક્ત કરી રહ્યું છે. આ પણ વાંચો----     Gujarat Latest News Live: ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી, કેદારનાથ યાત્રા કરીને આવેલી ગાંધીનગરની મહિલાને કોરોના

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી, કેદારનાથ યાત્રા કરીને આવેલી ગાંધીનગરની મહિલાને કોરોના
calendar_today June 12, 2026

Gujarat Latest News Live: ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી, કેદારનાથ યાત્રા કરીને આવેલી ગાંધીનગરની મહિલાને કોરોના

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 12JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward