android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Morbi : હળવદના કોયબા ગામે રબર ફેક્ટરીમાં ફાટી નીકળી ભીષણ આગ, આકાશમાં ધુમાડાના ગોટેગોટાથી અફરાતફરી
calendar_today June 12, 2026

Morbi : હળવદના કોયબા ગામે રબર ફેક્ટરીમાં ફાટી નીકળી ભીષણ આગ, આકાશમાં ધુમાડાના ગોટેગોટાથી અફરાતફરી

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાંથી આગની એક અત્યંત મોટી ઘટના સામે આવી છે. હળવદના કોયબા ગામની સીમમાં આવેલી એક રબર બનાવતી ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે. આગ એટલી વિકરાળ છે કે ઘટનાને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો છે. રબરના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના વિસ્તારોમાં ભારે અફરાતફરી મચી ગઈ છે.આકાશમાં છવાયા કાળા ધુમાડાના ગોટેગોટા મળતી માહિતી મુજબ, ફેક્ટરીમાં રબરનો મોટો જથ્થો હોવાને કારણે આગ ખૂબ જ ઝડપથી આખી કંપનીમાં ફેલાઈ ગઈ હતી. આગની તીવ્રતા એટલી વધારે છે કે તેના કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા કેટલાય કિલોમીટર દૂરથી આકાશમાં સ્પષ્ટ જોઈ શકાય છે. ફેક્ટરીમાંથી ધુમાડા ઉડતા જ આસપાસના મજૂરો અને સ્થાનિક લોકો જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા હતા. જો કે, આગ કયા કારણોસર લાગી છે તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. 6 ફાયર ફાઈટરની ટીમ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે આગની ગંભીરતાને જોતા હળવદ અને આસપાસના વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડની ૬ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરી દેવામાં આવી છે. ફાયર ફાઈટરની ટીમો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ભયાનક દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતનો ઉચ્ચ વહીવટી કાફલો પણ દોડી ગયો છે અને બચાવ કામગીરીનું સીધું મોનિટરિંગ કરી રહ્યો છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.આ પણ વાંચો---    Gujarat Latest News Live: અલ નિનોના ખતરાથી PMનું રાજ્યોને એલર્ટ કર્યુ, કહ્યું તૈયાર રહો

Read Full Story arrow_forward
પ્લીઝ, અમને બચાવી લો....'જહાજ ડૂબી રહ્યું છે', USના હુમલા બાદ ભારતીય નાવિકોનો આવ્યો કોલ
calendar_today June 12, 2026

પ્લીઝ, અમને બચાવી લો....'જહાજ ડૂબી રહ્યું છે', USના હુમલા બાદ ભારતીય નાવિકોનો આવ્યો કોલ

ઓમાનના અખાતમાંથી એક અત્યંત ગંભીર અને ડરામણી ઘટના સામે આવી છે, જેમાં એમટી મેરિવેક્સ (MT Merivex) નામના ઓઈલ ટેન્કર પર મિસાઈલ હુમલો થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ હુમલા સમયે જહાજ પર સવાર તમામ ૨૪ ભારતીય ક્રૂ સભ્યોએ ભયભીત થઈને મદદ માટે SOS કોલ કર્યો હતો. ઓડિયોમાં ક્રૂ સભ્યની ચીસો સ્પષ્ટ સાંભળી શકાતી હતી, જે વારંવાર કહી રહ્યો હતો કે, "એન્જિન રૂમમાં હુમલો થયો છે, જહાજ ડૂબી રહ્યું છે, કૃપા કરીને મદદ કરો."જહાજ ઈરાની બંદર તરફ આગળ વધતા રોકવા કર્યો હુમલોઅહેવાલો અનુસાર, અમેરિકી સૈન્ય (સેન્ટકોમ) એ દાવો કર્યો છે કે જહાજ ઈરાની બંદર તરફ આગળ વધી રહ્યું હતું, જેને રોકવા માટે તેમણે પ્રિસિઝન ગાઈડેડ મ્યુનિશન્સનો ઉપયોગ કરીને તેના એન્જિન અને નેવિગેશન સિસ્ટમને નિશાન બનાવી હતી. આ હુમલાને કારણે જહાજના એન્જિન રૂમમાં ભારે નુકસાન થયું હતું અને જહાજમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું હતું, જે એક મોટી હોનારતનું સંકેત હતું.ભારતીય દરિયાઈ અધિકારીઓ તરત એલર્ટ મોડ પર આવ્યાઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુંબઈ સ્થિત મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર (MRCC) અને ભારતીય દરિયાઈ અધિકારીઓ તુરંત એલર્ટ મોડ પર આવી ગયા હતા. પરિસ્થિતિની તાત્કાલિકતા જોઈને ઓમાનની રોયલ એરફોર્સે માનવીય અભિગમ અપનાવ્યો હતો. મસીરાહ ટાપુથી હેલિકોપ્ટર મોકલીને એક વિશેષ બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સદનસીબે, તમામ ૨૪ ભારતીય ખલાસીઓને સમયસર બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.એક અઠવાડિયામાં બની ત્રીજી વાર ઘટનાછેલ્લા એક અઠવાડિયામાં આ ત્રીજી મોટી ઘટના છે, જેમાં ભારતીય ક્રૂ સભ્યો ધરાવતા જહાજો પર હુમલા થયા છે. અગાઉ 'જલવીર' ટેન્કર સાથે પણ આવી જ ઘટના બની હતી. આ સતત બની રહેલી ઘટનાઓએ આંતરરાષ્ટ્રીય જળસીમામાં દરિયાઈ સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ભારત સરકાર આ સમગ્ર મામલા પર નજીકથી નજર રાખી રહી છે અને ઘટનાની વિગતવાર તપાસ ચાલી રહી છે. હાલ તો તમામ ખલાસીઓ મસીરાહ ટાપુ પર સુરક્ષિત છે, પરંતુ આ ઘટનાએ આખા દેશમાં ચિંતાનું મોજું ફેલાવી દીધું છે. ભારત અને ઓમાનની ત્વરિત કામગીરીને કારણે એક મોટી માનવીય દુર્ઘટના ટળી છે.આ પણ વાંચોઃ PM Kisan Yojana: ખેડૂતો માટે ખુશખબર, જુલાઇમાં આ તારીખે આવી શકે છે 23મો હપ્તો!

Read Full Story arrow_forward
Indian Railways:દિલ્હી-લખનૌ શતાબ્દી એક્સપ્રેસ પર પથ્થરમારો કરનાર બે શખ્સની કરાઈ ધરપકડ
calendar_today June 12, 2026

Indian Railways:દિલ્હી-લખનૌ શતાબ્દી એક્સપ્રેસ પર પથ્થરમારો કરનાર બે શખ્સની કરાઈ ધરપકડ

રેલવે મુસાફરોની સુરક્ષાને લઈને ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. લખનૌથી નવી દિલ્હી જઈ રહેલી પ્રતિષ્ઠિત શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન પર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે રેલવે સુરક્ષા બળ (RPF) અને સરકારી રેલવે પોલીસ (GRP) એ સંયુક્ત રીતે ત્વરિત કાર્યવાહી કરીને બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.ફિરોઝાબાદ સ્ટેશન નજીક બની ઘટનામળતી માહિતી મુજબ, ટ્રેન નંબર 12003 લખનૌ-નવી દિલ્હી શતાબ્દી એક્સપ્રેસ ૧૧ જૂનની સાંજે આશરે ૭:૧૮ વાગ્યે પ્રયાગરાજ ડિવિઝન હેઠળના ફિરોઝાબાદ સ્ટેશન નજીક પહોંચી રહી હતી. આ દરમિયાન અચાનક અજાણ્યા બદમાશોએ ટ્રેનને નિશાન બનાવીને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ચાલતી ટ્રેન પર પથ્થરો વાગવાના કારણે ટ્રેનમાં સવાર મુસાફરોમાં ભારે ફફડાટ અને આક્રોશ ફેલાઈ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિના અહેવાલ નથી, પરંતુ ટ્રેનની બારીઓને નુકસાન થયું હોવાની આશંકા છે.CCTV ફૂટેજથી મળ્યો મોટો પુરાવોઘટનાની ગંભીરતાને જોતા આરપીએફ અને સ્થાનિક રેલવે પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. રેલવે ટ્રેક અને આસપાસના વિસ્તારના સીસીટીવી (CCTV) ફૂટેજની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી. આ ફૂટેજના આધારે પથ્થરમારો કરનારા બે શંકાસ્પદ યુવકોની ઓળખ કરીને તેમની અટકાયત કરવામાં આવી છે. હાલ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા બંને આરોપીઓની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ કૃત્ય પાછળ તેમનો હેતુ શું હતો.રેલવે પ્રશાસન એલર્ટ પરટ્રેનો પર પથ્થરમારાની વધતી ઘટનાઓને પગલે રેલવે પ્રશાસને યાત્રીઓની સુરક્ષા માટે સતર્કતા વધારી દીધી છે. રેલવે અધિકારીઓએ ખાતરી આપી છે કે આવી અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે આગામી સમયમાં વધુ કડક પગલાં લેવામાં આવશે અને દોષિતો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે.આ પણ વાંચો:Golden Shatabdi એક્સપ્રેસ પર પથ્થરમારો, RSS વડા મોહન ભાગવત હતા હાજર, માંડ માંડ બચ્યા

Read Full Story arrow_forward