android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live :  અમદાવાદના ચાંદલોડિયામાં ડિમોલિશનનો વિરોધ, સ્થાનિકોએ ધરણા કરી રોષ વ્યક્ત કર્યો
calendar_today June 11, 2026

Gujarat Latest News Live : અમદાવાદના ચાંદલોડિયામાં ડિમોલિશનનો વિરોધ, સ્થાનિકોએ ધરણા કરી રોષ વ્યક્ત કર્યો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 11JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Rajkot: જામનગર રોડ પર 74 કરોડના ખર્ચે બનેલો હાઇટેક 'સાંઢિયા પુલ' લોકાર્પણ માટે તૈયાર
calendar_today June 11, 2026

Rajkot: જામનગર રોડ પર 74 કરોડના ખર્ચે બનેલો હાઇટેક 'સાંઢિયા પુલ' લોકાર્પણ માટે તૈયાર

રાજકોટ સ્માર્ટ સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં વધુ એક નવું છોગું ઉમેરાવા જઈ રહ્યું છે. જામનગર રોડ પરથી પસાર થતી વખતે વર્ષોથી વાહનચાલકો જે રેલવે ક્રોસિંગ અને ટ્રાફિક જામની સમસ્યાથી ત્રસ્ત હતા, તેમાંથી મુક્તિ આપવા માટે રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા ૭૪ કરોડ રૂપિયાના માતબર ખર્ચે નવો સાંઢિયા બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. આ બ્રિજની કામગીરી નિર્ધારિત સમય મર્યાદામાં પૂરી થાય તે માટે તંત્ર છેલ્લા કેટલાક મહિનાઓથી ડે-નાઇટ કામ કરી રહ્યું હતું, જે આખરે હવે પૂર્ણાહુતિ તરફ છે.ઉચ્ચ કક્ષાની ટીમે લીધી ઓન-ગ્રાઉન્ડ મુલાકાતબ્રિજનું લોકાર્પણ નજીકના દિવસોમાં વીઆઈપી (VIP) હસ્તે કરવાનું આયોજન હોવાથી, પ્રોજેક્ટમાં કોઈ કચાસ ન રહી જાય તે માટે રાજકોટના નવનિર્વાચિત મેયર ડૉ. નેહલ શુક્લ અને મ્યુનિસિપલ કમિશનર સંયુક્ત રીતે સ્થળ પર પહોંચ્યા હતા. તેમની સાથે કોર્પોરેશનના ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, દંડક તેમજ શાસક પક્ષના નેતા સહિત આખું રાજકીય અને વહીવટી તંત્ર બ્રિજ પર નિરીક્ષણ માટે હાજર રહ્યું હતું. નેતાઓએ એન્જિનિયરો સાથે રહીને પુલના સ્લેબ, કનેક્ટિવિટી રોડ, સ્ટ્રીટ લાઈટ્સ અને કલરકામની ઝીણવટભરી તપાસ કરી હતી.તમામ તકનીકી ખામીઓ કરાઈ દૂરમુલાકાત દરમિયાન મેયર અને કમિશનરે અગાઉ સામે આવેલી નાની-મોટી ત્રુટિઓ અને ફિનિશિંગના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. અધિકારીઓએ ખાતરી આપી છે કે બ્રિજની તમામ ત્રુટિઓ અને સિવિલ ડિફેક્ટ્સને સંપૂર્ણપણે સુધારી લેવામાં આવ્યા છે અને હવે બ્રિજ લોડ ટેસ્ટિંગ માટે સજ્જ છે. આ પુલ શરૂ થવાથી માધાપર ચોકડી, જામનગર હાઈવે અને ગોંડલ રોડ તરફ કનેક્ટ થતા વાહનોને નોન-સ્ટોપ કનેક્ટિવિટી મળશે, જેનાથી ઈંધણ અને સમય બંનેની મોટી બચત થશે. આગામી અઠવાડિયામાં મુખ્યમંત્રી અથવા મંત્રીશ્રીની તારીખ મળતા જ આ બ્રિજને જનતાના ચરણોમાં સમર્પિત કરી દેવાશે.આ પણ વાંચો: Mahisagar: ચાલુ એસ.ટી. બસમાં મુસાફરને હાર્ટ એટેક આવતા મોત, ડ્રાઈવરે બસ હોસ્પિટલ દોડાવી પણ જીવ ન બચી શક્યો

Read Full Story arrow_forward
Sabarkantha: વદરાડ નજીક કાર અને મોપેડ વચ્ચે ભયાનક ટક્કર, યુવકનું કમકમાટીભર્યું મોત
calendar_today June 11, 2026

Sabarkantha: વદરાડ નજીક કાર અને મોપેડ વચ્ચે ભયાનક ટક્કર, યુવકનું કમકમાટીભર્યું મોત

પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામ નજીક હાઈવે પર કાળજું કંપાવી દેનારો એક માર્ગ અકસ્માત સર્જાયો છે. રોડ પરથી પસાર થઈ રહેલા એક મોપેડ સવાર યુવકને પૂરપાટ ઝડપે અને બેદરકારીપૂર્વક હંકારાઈને આવતી એક કારે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા.શરીરના કુરચેકુરચા ઉડી ગયા, લાઈવ દ્રશ્યો કેદઆ ગોઝારા અકસ્માતના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે, જે નબળા કાળજાના લોકો જોઈ ન શકે તેવા ભયાનક છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે મોપેડ સવાર યુવક પોતાના રસ્તે જઈ રહ્યો હતો ત્યારે જ સામેથી ધસમસતી આવેલી કારે તેને અડફેટે લીધો હતો. કારની સ્પીડ એટલી વધારે હતી કે ટક્કર વાગતાની સાથે જ મોપેડના ફુરચા ઉડી ગયા હતા અને યુવક હવામાં કેટલાય ફૂટ ઊંચો ઉછળીને રોડ પર પટકાયો હતો. આ ગંભીર અકસ્માતમાં કમનસીબ યુવકનો એક હાથ શરીરથી કપાત થઈને દૂર જઈ પડ્યો હતો. ગંભીર રીતે લોહીલુહાણ થયેલા યુવકે તડપી-તડપીને ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.પોલીસે ગુનો નોંધી કારચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરીઅકસ્માતની જાણ થતાં જ સ્થાનીય લોકો અને રાહદારીઓ બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા, પરંતુ યુવકનું પ્રાણપંખેરૂ ઉડી ચૂક્યું હતું. ઘટનાની માહિતી મળતા જ પ્રાંતિજ પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક યુવકના શબને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે અને તેના પરિવારજનોને આ અંગેની કરુણ જાણ કરી છે. પોલીસે ઘટનાસ્થળની આસપાસથી સીસીટીવી ફૂટેજ પોતાના કબ્જામાં લીધા છે અને આ લાઈવ પુરાવાના આધારે ગુનો નોંધીને અકસ્માત સર્જનાર કારચાલક વિરૂદ્ધ કાયદાનો સકંજો કસવા આગળની ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Rajkot: જામનગર રોડ પર 74 કરોડના ખર્ચે બનેલો હાઇટેક 'સાંઢિયા પુલ' લોકાર્પણ માટે તૈયાર

Read Full Story arrow_forward