android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad :  ચાંદલોડિયામાં બુલડોઝર એક્શનનો ભારે વિરોધ:, "વર્ષોથી વેરો ભરીએ છીએ તો ઘર કેમ તોડ્યું?", સ્થાનિકોના ધરણા
calendar_today June 11, 2026

Ahmedabad : ચાંદલોડિયામાં બુલડોઝર એક્શનનો ભારે વિરોધ:, "વર્ષોથી વેરો ભરીએ છીએ તો ઘર કેમ તોડ્યું?", સ્થાનિકોના ધરણા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલિશનની કામગીરી સામે ચાંદલોડિયા વિસ્તારમાં સ્થાનિક રહીશોનો ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. ચાંદલોડિયામાં છેલ્લા 4 દિવસથી એએમસીના એસ્ટેટ અને દબાણ હટાવ વિભાગ દ્વારા મોટા પાયે તોડફોડની કાર્યવાહી ચાલી રહી છે, જેનો સ્થાનિક લોકો રસ્તા પર ઉતરીને સખત વિરોધ કરી રહ્યા છે. ઘર વિહોણા બનેલા સેંકડો પરિવારોએ તંત્ર સામે મોરચો માંડીને ઘટનાસ્થળે જ ધરણા શરૂ કરી દીધા છે, જેને પગલે વિસ્તારમાં ભારે તણાવભર્યો માહોલ સર્જાયો છે. મેગા ડિમોલિશન ડ્રાઈવ મળતી માહિતી મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાંદલોડિયા વિસ્તારમાં ૧૨ મીટરના ટીપી રોડને ખુલ્લો કરવા માટે આ મેગા ડિમોલિશન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જોકે, સ્થાનિક રહીશોનો દાવો છે કે તેઓ આ જગ્યા પર કોઈ ગેરકાયદે ઘૂસણખોરી કરીને નથી રહેતા, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી અહીં વસવાટ કરે છે. તંત્ર અત્યાર સુધી વેરો કેમ લેતું હતું? વિરોધ કરી રહેલા લોકોએ આક્ષેપ કર્યો છે કે, તંત્ર વર્ષોથી તેમની પાસેથી નિયમિતપણે પ્રોપર્ટી ટેક્સ (વેરો) વસૂલતું આવ્યું છે. જો આ મકાનો ગેરકાયદેસર હતા, તો તંત્ર અત્યાર સુધી વેરો કેમ લેતું હતું? તેમને 'ઘર સામે ઘર' આપવામાં આવે પીડિત રહીશોની મુખ્ય માંગણી છે કે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે તેમને 'ઘર સામે ઘર' આપવામાં આવે, જેથી આ કાળઝાળ ગરમીમાં મહિલાઓ અને બાળકોને રઝળવાનો વારો ન આવે. પુનઃવસનની કોઈ ચોક્કસ ખાતરી ન મળવાને કારણે સ્થાનિકોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે. તંત્ર નડતરરૂપ તમામ દબાણો હટાવવા પર મક્કમ બીજી તરફ, એએમસીના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે કાયદાકીય પ્રક્રિયા આગળ ધપાવી રહ્યા છે અને રોડ લાઈનમાં નડતરરૂપ તમામ દબાણો હટાવવા પર મક્કમ છે. વિકાસના નામે ગરીબોના આશિયાના છીનવાઈ જવાની આ ઘટના અત્યારે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બની છે.આ પણ વાંચો----     Gujarat Latest News Live : સુરતના સારોલી ટેક્સટાઈલ માર્કેટમાં કાપડના વેપારીએ 7મા માળેથી કૂદી જીવન ટૂંકાવ્યું

Read Full Story arrow_forward
Surat: બગુમરા ગામે પાળી પર બેઠેલા યુવકને બેકાબૂ ટેમ્પોએ કચડ્યો, રાજુ કોટે નામના યુવકનું કમનસીબ મોત
calendar_today June 11, 2026

Surat: બગુમરા ગામે પાળી પર બેઠેલા યુવકને બેકાબૂ ટેમ્પોએ કચડ્યો, રાજુ કોટે નામના યુવકનું કમનસીબ મોત

સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના હાઈવે અને સ્ટેટ હાઈવે પર બેફામ દોડતા ભારે વાહનો જાણે નિર્દોષ નાગરિકો માટે કાળ બનીને ભમી રહ્યા છે. પલસાણા તાલુકાના બગુમરા ગામમાંથી પસાર થતા હલદરું રોડ પર આજે એક હૃદયદ્રાવક ઘટના બની છે. રાજુ ભીખા કોટે નામનો એક સ્થાનિક યુવક હલદરું રોડની સાઈડમાં બનેલી એક સિમેન્ટની પાળી પર સામાન્ય રીતે બેઠો હતો. તે સમયે તેને અંદાજ પણ નહીં હોય કે પૂરપાટ ઝડપે આવી રહેલો એક ટેમ્પો તેનો કાળ બનીને આવી રહ્યો છે.પાળી તોડીને યુવકને કચડી નાખ્યો, લાઈવ કરુણતાસામે આવેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, ટેમ્પો ચાલકે પોતાના વાહન પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલો ટેમ્પો રોડ છોડીને સીધો સાઈડમાં ઉતરી ગયો હતો અને જ્યાં રાજુ કોટે બેઠો હતો તે પાળી સાથે ધડાકાભેર અથડાયો હતો. ટેમ્પોની સ્પીડ અને ટક્કર એટલી જોરદાર હતી કે રાજુને સંભળવાનો કે ત્યાંથી ભાગવાનો કોઈ મોકો જ ન મળ્યો અને તે ટેમ્પોની અડફેટે આવી જતાં ગંભીર રીતે કચડાઈ ગયો હતો. માથા અને શરીરના ભાગે જીવલેણ ઈજાઓ થવાના કારણે રાજુ ભીખા કોટેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.ટેમ્પો મૂકીને ડ્રાઈવર ભાગ્યોઅકસ્માત સર્જાયા બાદ આસપાસના લોકો અને ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ભીડ એકઠી થતી જોઈને શાતિર ટેમ્પો ચાલક પોતાનો ટેમ્પો ઘટનાસ્થળે જ અધવચ્ચે મૂકીને રાતોરાત અંધારામાં ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પલસાણા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને મૃતક યુવકના શબને પોસ્ટમોર્ટમ (PM) અર્થે મોકલી આપ્યો છે. પોલીસે અકસ્માત સર્જનાર ટેમ્પોનો કબજો લઈ લીધો છે અને સીસીટીવી ફૂટેજ તેમજ વાહનના રજીસ્ટ્રેશન નંબરના આધારે ફરાર થઈ ગયેલા ખૂની ટેમ્પો ચાલકને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Sabarkantha: વદરાડ નજીક કાર અને મોપેડ વચ્ચે ભયાનક ટક્કર, યુવકનું કમકમાટીભર્યું મોત

Read Full Story arrow_forward
Madhya Pradesh : પૈસા બમણા કરવાની લાલચમાં 200 મહિલાઓ બની કંગાળ! જાણો શું છે આખો મામલો?
calendar_today June 11, 2026

Madhya Pradesh : પૈસા બમણા કરવાની લાલચમાં 200 મહિલાઓ બની કંગાળ! જાણો શું છે આખો મામલો?

મધ્યપ્રદેશના રીવા જિલ્લામાંથી છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં આશરે ૨૦૦ જેટલી નિર્દોષ મહિલાઓને પૈસા બમણા કરવાની લાલચ આપીને કરોડો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી છે. પીડિત મહિલાઓનો આરોપ છે કે એક ખાનગી શાળાની માલિક અકાલા સુલતાના ઉર્ફે નંદા અને તેના પતિ અસલમે મિલકત, એલઆઈસી (LIC) અને સોનાની આકર્ષક યોજનાઓમાં રોકાણ કરાવવાના બહાને તેમની પાસેથી મોટી રકમ ઉઘરાવી હતી. આરોપી દંપતીએ મહિલાઓને માત્ર ત્રણ મહિનામાં જ રકમ બમણી કરી આપવાનું વચન આપ્યું હતું, પરંતુ હવે તેઓ કરોડો રૂપિયા લઈને ફરાર થઈ ગયા છે.પોલીસની નિષ્ક્રિયતા સામે SP કચેરીમાં ન્યાયની ગુહારલાંબા સમયથી ફરિયાદો કરવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા, આખરે રીવાના સમન પોલીસ સ્ટેશન વિસ્તારની બાણસાગર કોલોનીની ડઝનબંધ મહિલાઓ ન્યાય માટે પોલીસ અધિક્ષક (SP) ની કચેરીએ પહોંચી હતી. પીડિતોએ જણાવ્યું કે આરોપીઓએ તેમનો વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં કેટલાક ચેક અને કાયદેસરના કરારો પણ કરી આપ્યા હતા, જેથી મહિલાઓએ પોતાના ઘરના દાગીના અને જમીન ગીરવે મૂકીને અથવા વ્યાજે પૈસા લઈને રોકાણ કર્યું હતું. હવે નવ મહિના વીતી જવા છતાં પણ હજુ સુધી કોઈ એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવી નથી.વ્યાજખોરોનો ત્રાસ અને રાજકીય આશ્રયના આરોપમહિલાઓએ ભારે આક્રોશ સાથે જણાવ્યું કે, "અમે ખૂબ જ વિશ્વાસ સાથે અમારા પૈસા રોક્યા હતા. હવે આરોપીઓ ગાયબ છે અને જેમની પાસેથી અમે લોન લીધી હતી, તે ધિરાણકર્તાઓ (લેણદારો) અમને અને અમારા પરિવારને સતત ધમકીઓ આપી રહ્યા છે." પીડિતોએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે આરોપીઓ વિસ્તારના પ્રભાવશાળી લોકો અને અગ્રણી રાજકારણીઓના નામનો ઉપયોગ કરીને મહિલાઓને જાળમાં ફસાવતા હતા, જેના કારણે તેમને રાજકીય આશ્રય હોવાની આશંકા છે. જોકે, આ મામલે કથિત નેતાઓએ પોતાની સંડોવણી નકારી કાઢી છે. આ છેતરપિંડીનો વ્યાપ માત્ર રીવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ સતના, જબલપુર, છતરપુર અને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ સુધી ફેલાયેલો છે.પોલીસ અધિક્ષકે આપ્યા તપાસના આદેશSP ની સત્તાવાર પ્રતિક્રિયા: આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા રીવાના પોલીસ અધિક્ષક ગુરકરણ સિંહે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું કે, "મહિલાઓએ રોકાણના નામે નાણાં પડાવ્યા હોવાની અને બમણી રકમની લાલચ આપી હોવાની ફરિયાદ કરી છે. કેટલાક દસ્તાવેજો અને ચેક પણ રજૂ કરવામાં આવ્યા છે. સમગ્ર કેસની વિગતવાર તપાસ સીએસપી (CSP) ને સોંપવામાં આવી છે. તમામ કાગળોની ચકાસણી કર્યા બાદ કાયદા મુજબ કડક પગલાં લેવામાં આવશે." હાલમાં પોલીસ તપાસ ચાલુ છે, પરંતુ પીડિત પરિવારો વ્યાજખોરોના ત્રાસથી બચવા અને પોતાના જીવનભરની કમાણી પાછી મેળવવા માટે વહેલી તકે ન્યાયની આશા રાખી રહ્યા છે.આ પણ વાંચોઃ Strait of Hormuz બંધ, ભારતમાં ગંભીર ઇંધણનું સંકટ! આ 4 વસ્તુઓ પર પણ પડશે અસર!

Read Full Story arrow_forward