android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mehsana: સિંગર કાજલ મહેરિયાના નામે મહેસાણા કોર્ટમાં છૂટાછેડાની નકલી અરજી
calendar_today June 11, 2026

Mehsana: સિંગર કાજલ મહેરિયાના નામે મહેસાણા કોર્ટમાં છૂટાછેડાની નકલી અરજી

ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયાને લઈને એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. મહેસાણા ફેમિલી કોર્ટમાં કાજલ મહેરિયાના નામે કોઈ અજ્ઞાત શખ્સ દ્વારા છૂટાછેડા ની નકલી અરજી દાખલ કરવામાં આવતા કાયદાકીય આલમ અને ગ્લેમર જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ સમગ્ર મામલાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે કાજલ મહેરિયા અને તેના પતિ અલ્પેશ ઠાકોરને કોર્ટ તરફથી છૂટાછેડાની નોટિસ મળી હતી. આ નોટિસ જોતા જ બંનેના હોશ ઉડી ગયા હતા, કારણ કે તેમણે આવી કોઈ અરજી કોર્ટમાં કરી જ નહોતી.કાજલ છેલ્લા 12 મહિનાથી તેમના પિયરમાં રહેતા હોવાનો દાવો આ નકલી અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે કાજલ છેલ્લા 12 મહિનાથી તેના પિયરમાં રહે છે, જે તદ્દન ખોટો અને પાયાવિહોણો સાબિત થયો છે. આ કેસમાં જે વકીલોના નામ અને સનદ નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે વકીલોએ પણ કોર્ટ સમક્ષ ખુલાસો કર્યો છે કે આ અરજીમાં તેમની સહી નથી. કોઈ અજાણ્યા ભેજાબાજે વકીલના સનદ નંબરનો દુરુપયોગ કરીને આ નકલી દસ્તાવેજ કોર્ટમાં રજૂ કર્યો છે. અરજદારે પોતે રજિસ્ટ્રાર સમક્ષ હાજર થવું પડે છે આ ઘટનાએ કોર્ટની કાયદાકીય પ્રક્રિયા અને સુરક્ષા સામે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે. નિયમ મુજબ, જ્યાં સુધી અરજદાર પોતે રજિસ્ટ્રાર સમક્ષ રૂબરૂ હાજર ન થાય ત્યાં સુધી કેસ દાખલ થઈ શકતો નથી, તો પછી આ કેસ કોર્ટ સુધી કેવી રીતે પહોંચ્યો તે એક મોટી બેદરકારી દર્શાવે છે. તપાસ કરવા માગ આ ગંભીર છેતરપિંડી બહાર આવ્યા બાદ, કાજલ મહેરિયાના વકીલે આ શંકાસ્પદ અને નકલી અરજી મામલે ઊંડી તપાસ કરવા માટે કોર્ટના રજિસ્ટ્રાર સમક્ષ લેખિત માંગ કરી છે. લોકપ્રિય સિંગરને બદનામ કરવાના ઈરાદે કે અંગત અદાવતમાં આ કૃત્ય આચરવામાં આવ્યું છે કે કેમ, તે દિશામાં હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.આ પણ વાંચો----    Gujarat Latest News Live : સુરતના સારોલી ટેક્સટાઈલ માર્કેટમાં કાપડના વેપારીએ 7મા માળેથી કૂદી જીવન ટૂંકાવ્યું

Read Full Story arrow_forward
Gandhinagar: ગુજરાતમાં નકલી ખાતર-બિયારણના કારોબારીઓ પર દરોડા, 54 લાયસન્સ સસ્પેન્ડ
calendar_today June 11, 2026

Gandhinagar: ગુજરાતમાં નકલી ખાતર-બિયારણના કારોબારીઓ પર દરોડા, 54 લાયસન્સ સસ્પેન્ડ

ગુજરાતના ખેડૂતો ખરીફ અને રવિ સિઝન દરમિયાન વાવણીની તૈયારીઓ કરતા હોય છે ત્યારે જ કેટલાક લેભાગુ તત્વો નકલી ખાતર અને ખરાબ બિયારણ પધરાવીને ખેડૂતોનો આખો પાક નિષ્ફળ બનાવી દેતા હોય છે. ખેડૂતોની આ આર્થિક પાયમાલી અટકાવવા માટે ગાંધીનગર કૃષિ ભવન દ્વારા એક અત્યંત કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. રાજ્યભરમાં સક્રિય થયેલી 85 વિજિલન્સ ટીમોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાના કુલ 3,526 એકમો પર આકસ્મિક દરોડા પાડીને ચકાસણી હાથ ધરી છે. આ ઉપરાંત, સબસિડીવાળા સરકારી યુરિયા ખાતરનો ઉદ્યોગોમાં ગેરકાયદેસર વપરાશ અટકાવવા માટે ટેકનિકલ ગ્રેડ યુરિયા વાપરતા 74 ઔદ્યોગિક એકમોનું પણ કડક ઓડિટ કરવામાં આવ્યું છે.બિયારણ અને દવાના 1060 નમૂના લેબોરેટરીમાંદરોડા દરમિયાન અધિકારીઓએ શંકાસ્પદ ગુણવત્તા ધરાવતા ખાતર અને જંતુનાશક દવાઓના 1,060 જેટલા નમૂનાઓ સીલ કરીને સરકારી લેબોરેટરીમાં એનાલિસિસ માટે મોકલી આપ્યા છે. જો આ સેમ્પલ સબ-સ્ટાન્ડર્ડ કે ફેઇલ જાહેર થશે તો સંબંધિત એગ્રો સેન્ટર અને મેન્યુફેક્ચરિંગ કંપની સામે ગુનો નોંધાશે. કાયદાકીય શરતોનો ભંગ કરવા બદલ અત્યાર સુધીમાં 752 વિક્રેતાઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે ગંભીર ક્ષતિઓ બદલ ૪૨ ખાતર વિક્રેતાઓના પરવાના (લાયસન્સ) કાયમી ધોરણે રદ કરી દેવાયા છે.PBM એક્ટ હેઠળ કડક ગુનો નોંધાશેસરકારની આ વખતની મોડસ ઓપરેન્ડી ખૂબ કડક છે. સામાન્ય દંડ કરવાને બદલે આ વર્ષે કાળાબજાર અને ભેળસેળ કરનારા તત્વો સામે 'પ્રિવેન્શન ઓફ બ્લેકમાર્કેટિંગ (PBM) એક્ટ' હેઠળ ગુનો નોંધવાની મંજૂરી અપાઈ છે. આ કાયદા હેઠળ પકડાનારા તત્વોને જામીન મળવા પણ મુશ્કેલ બને છે. કૃષિ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતોને છેતરતા કોઈપણ વેપારી કે કંપનીને બક્ષવામાં આવશે નહીં અને આ તપાસ આગામી દિવસોમાં તાલુકા કક્ષાએ વધુ તેજ કરવામાં આવશે.આ પણ વાંચો: Limbdi: વિવાદાસ્પદ શિક્ષકની મનમાની સામે ત્રીજા દિવસે પણ વાલીઓ-વિદ્યાર્થીઓનો ઉગ્ર બહિષ્કાર

Read Full Story arrow_forward
Mahisagar: ચાલુ એસ.ટી. બસમાં મુસાફરને હાર્ટ એટેક આવતા મોત, ડ્રાઈવરે બસ હોસ્પિટલ દોડાવી પણ જીવ ન બચી શક્યો
calendar_today June 11, 2026

Mahisagar: ચાલુ એસ.ટી. બસમાં મુસાફરને હાર્ટ એટેક આવતા મોત, ડ્રાઈવરે બસ હોસ્પિટલ દોડાવી પણ જીવ ન બચી શક્યો

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કારણે મોતના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આવી જ એક હૃદયદ્રાવક ઘટના મહીસાગર જિલ્લામાં બની છે, જ્યાં એક નિર્દોષ મુસાફરે ચાલુ બસમાં જ પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જંબુસરથી ઉપડીને કડાણા ડેમ તરફ જઈ રહેલી ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (GSRTC) ની બસ પોતાના નિયત રૂટ પર દોડી રહી હતી. બસ જ્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા પંથક નજીક પહોંચી ત્યારે તેમાં સવાર એક મુસાફરને અચાનક છાતીમાં અસહ્ય દુખાવો શરૂ થયો હતો અને તે પોતાની સીટ પરથી નીચે ઢળી પડ્યો હતો.બસના મુસાફરો અને સ્ટાફની દોડધામચાલુ ગાડીએ મુસાફર બેભાન થઈ જતાં બસમાં સવાર અન્ય મુસાફરોમાં ભારે ગભરાટ અને અફરાતફરી મચી ગઈ હતી. કંડક્ટરે તાત્કાલિક આ અંગે ડ્રાઇવરને જાણ કરી હતી. પરિસ્થિતિની ગંભીરતા અને કટોકટી સમજીને એસ.ટી. બસના ડ્રાઇવરે જરાપણ સમય બગાડ્યા વિના કે ૧૦૮ એમ્બ્યુલન્સની વાટ જોયા વિના, માનવતાના ધોરણે આખી પેસેન્જર બસને હાઈવે પરથી સીધી લુણાવાડા શહેરની સરકારી સિવિલ હોસ્પિટલ તરફ વાળી દીધી હતી અને નોન-સ્ટોપ દોડાવી મૂકી હતી.પરિવારના આક્રંદથી હોસ્પિટલ ગુંજી ઊઠીડ્રાઇવરે બસને સીધી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં લાવીને ઉભી રાખી હતી અને એસ.ટી. સ્ટાફ તેમજ સાથી મુસાફરોની મદદથી દર્દીને તુરંત જ ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ કરીને જ જણાવ્યું હતું કે હોસ્પિટલ પહોંચતા પહેલા જ મુસાફરનું હૃદય બંધ થઈ ગયું હતું, જેથી તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ દુઃખદ સમાચાર મળતા જ મૃતકના પરિવારજનોમાં આભ ફાટી પડ્યું હતું. ઘટનાની જાણ થતાં જ લુણાવાડા સ્થાનિક પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને મૃતદેહને પીએમ (Post Mortem) અર્થે ખસેડીને કાયદેસરની કાગળિયા કાર્યવાહી હાથ ધરી છે. ભલે પ્રવાસીનો જીવ ન બચ્યો, પણ મુસાફરનો જીવ બચાવવા માટે એસ.ટી. બસના ડ્રાઇવરે કરેલા અથાણ પ્રયાસની હોસ્પિટલ સ્ટાફ અને લોકો દ્વારા ભારે પ્રશંસા થઈ રહી છે.આ પણ વાંચો: Gandhinagar: ગુજરાતમાં નકલી ખાતર-બિયારણના કારોબારીઓ પર દરોડા, 54 લાયસન્સ સસ્પેન્ડ

Read Full Story arrow_forward