android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: કોહીનૂર સોસાયટીમાં ઘરફોડ ચોરી કરનાર રીઢો તસ્કર મધ્યપ્રદેશના ઉજ્જૈનમાંથી ઝડપાયો
calendar_today June 11, 2026

Surat: કોહીનૂર સોસાયટીમાં ઘરફોડ ચોરી કરનાર રીઢો તસ્કર મધ્યપ્રદેશના ઉજ્જૈનમાંથી ઝડપાયો

સુરતનું વરાછા મીની બજાર હીરાના અબજો રૂપિયાના વેપાર માટે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. અહીં આવેલી કોહીનૂર સોસાયટીમાં થોડા દિવસો પહેલાં એક બંધ મકાનને નિશાન બનાવીને અજ્ઞાત ચોર કરોડોની કિંમતના હીરા ચોરી કરી નાસી છૂટ્યો હતો. ડાયમંડ સિટીમાં હીરાની ચોરી થતાં જ પોલીસ વિભાગ હરકતમાં આવ્યો હતો. અશ્વિનીકુમાર પોલીસની જુદી-જુદી ટીમોએ સીસીટીવી (CCTV) અને હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સની મદદથી તપાસ શરૂ કરી હતી, જેમાં ચોરી કરનાર બીજું કોઈ નહીં પણ અગાઉ જેલમાં જઈ આવેલો રીઢો ચોર વિજય હોવાનું બહાર આવ્યું હતું.ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઉજ્જૈનમાંથી ઓપરેશન પાર પાડ્યુંચોરી કર્યા બાદ આરોપી વિજય ઉર્ફે જાડીયો સુરત છોડીને ભાગી ગયો હતો. પોલીસને બાતમી મળી હતી કે તે ધાર્મિક સ્થળે આશરો લઈને છુપાયો છે અને હીરાનો જથ્થો વગે કરવાના ફિરાકમાં છે. અશ્વિનીકુમાર પોલીસે તાત્કાલિક એક સ્પેશિયલ ટીમ મધ્યપ્રદેશના ઉજ્જૈન મોકલી હતી અને સ્થાનિક પોલીસના સહયોગથી વોચ ગોઠવી વિજય ઉર્ફે જાડીયાને દબોચી લીધો હતો. જ્યારે તેની ઝડતી લેવામાં આવી ત્યારે તેના કબ્જામાંથી ચોરીના તમામ 80 કેરેટ રફ તેમજ પોલીશ્ડ હીરા (કિંમત રૂ. 7.50 લાખ) અકબંધ મળી આવ્યા હતા.રેકી કરીને માત્ર બંધ મકાનો તોડતો હતોપોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી વિજયે પોતાની ચોરી કરવાની પદ્ધતિ (Modus Operandi) વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તે વરાછા અને કતારગામ જેવા ગીચ વિસ્તારોમાં એવી સોસાયટીઓ શોધતો હતો જ્યાં રાત્રિના સમયે કોઈ ખાનગી સિક્યુરિટી ગાર્ડ તૈનાત ન હોય. ત્યારબાદ સોસાયટીમાં ફરીને જે મકાનો બહારથી લોક (બંધ) હોય તેની રેકી કરતો હતો અને મધરાતે તાળાં તોડી કિંમતી ઘરેણાં કે હીરાની ચોરી કરી રફુચક્કર થઈ જતો હતો. આ પણ વાંચો: Ahmedabad: વરસાદ પહેલાં જ એસ.જી. હાઈવે પર પડ્યો મોટો ભૂવો, ગોતા-સોલા સર્વિસ રોડ કરાયો બંધ

Read Full Story arrow_forward
Vadodaraમાં ખુલ્લામાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનારાઓ સામે આરોગ્ય તંત્રની લાલ આંખ, તપાસ તેજ
calendar_today June 11, 2026

Vadodaraમાં ખુલ્લામાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનારાઓ સામે આરોગ્ય તંત્રની લાલ આંખ, તપાસ તેજ

વડોદરા જિલ્લામાં 'સંદેશ ન્યૂઝ'ના અહેવાલની એક ખૂબ જ મોટી અને વ્યાપક અસર જોવા મળી છે. સાધલી-અવાખલ મેઈન રોડ પર જાહેર માર્ગ પર ખુલ્લામાં ફેંકવામાં આવેલા જોખમી બાયોમેડિકલ વેસ્ટ અંગે 'સંદેશ ન્યૂઝ' દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે અત્યંત ખતરનાક એવા આ વેસ્ટના સમાચાર વાયુવેગે પ્રસરતા જ વડોદરાનું સ્થાનિક આરોગ્ય તંત્ર તાત્કાલિક દોડતું થઈ ગયું હતું. અહેવાલના ગણતરીના કલાકોમાં જ તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું અને ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.ઝીણવટભરી તપાસ શરુ કરાઇ મળતી માહિતી અનુસાર, સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તાલુકા હેલ્થ ઓફિસરની વિશેષ ટીમે સાધલી-અવાખલ મેઈન રોડ પર પહોંચીને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.  ખાનગી હોસ્પિટલનોબાયો વેસ્ટ આરોગ્ય વિભાગની પ્રાથમિક તપાસમાં આ બાયોમેડિકલ વેસ્ટ કોઈ સરકારી હોસ્પિટલનો નહીં, પરંતુ કોઈ ખાનગી હોસ્પિટલ કે ક્લિનિકનો હોવાનું સપાટી પર આવ્યું છે. જવાબદાર ખાનગી તત્વો દ્વારા આ રીતે જાહેરમાં મેડિકલ કચરો ફેંકીને લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરવામાં આવ્યા છે. ગેરકાયદે વેસ્ટનું પંચનામું આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પર જ આ ગેરકાયદે વેસ્ટનું પંચનામું કર્યું હતું અને કચરો ફેંકનારા અસામાજિક તત્વોની ઓળખ કરવા માટે વધુ તપાસ શરૂ કરી છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા સ્થાનિક મામલતદાર અને પોલીસ તંત્રને પણ લેખિતમાં જાણ કરવામાં આવી છે. કાયદાનું ઉલ્લંઘન કરીને જાહેર માર્ગ પર જોખમી કચરો ફેંકનારા જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા માટે તંત્ર હાલમાં સક્રિય બન્યું છે. 'સંદેશ ન્યૂઝ'ની જાગૃત પત્રકારત્વની ભૂમિકાને કારણે એક મોટી સ્વાસ્થ્ય કટોકટી ટળી છે અને સ્થાનિક લોકોએ ચેનલનો આભાર માન્યો છે.આ પણ વાંચો----   Gujarat Latest News Live : અમદાવાદમાં એસજી હાઈવે પર વરસાદ પહેલાં જ રસ્તો ધસી ગયો, ગોતા-સોલા સર્વિસ રોડ બંધ

Read Full Story arrow_forward
Limbdi: વિવાદાસ્પદ શિક્ષકની મનમાની સામે ત્રીજા દિવસે પણ વાલીઓ-વિદ્યાર્થીઓનો ઉગ્ર બહિષ્કાર
calendar_today June 11, 2026

Limbdi: વિવાદાસ્પદ શિક્ષકની મનમાની સામે ત્રીજા દિવસે પણ વાલીઓ-વિદ્યાર્થીઓનો ઉગ્ર બહિષ્કાર

લીંબડી તાલુકાના અંતરિયાળ નળકાંઠા વિસ્તારના ભગવાનપર ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળા છેલ્લા ત્રણ દિવસથી શિક્ષણ કાર્ય વગર સુની પડી છે. શાળામાં નિયમિત આવતા માસૂમ બાળકો વર્ગખંડમાં બેસવાને બદલે બહાર વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા મજબૂર બન્યા છે. આ આખી આફત પાછળ શાળાના જ એક વિવાદાસ્પદ શિક્ષક જાદવભાઈ ડાભીનું વર્તન જવાબદાર હોવાના આક્ષેપો પંચાયત અને ગ્રામજનો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યા છે. વાલીઓનો આરોપ છે કે આ શિક્ષક શાળાને પોતાની જાગીર સમજીને દાદાગીરી કરે છે અને બાળકો પર ખોટો રોફ જમાવે છે.જૂનો વિવાદ અને તંત્રની લાચારીસ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, શિક્ષક જાદવભાઈ ડાભીની આવી જ મનમાની અને અસહ્ય વર્તનના કારણે ભૂતકાળમાં પણ મોટો વિવાદ થયો હતો, જેના પગલે વન વિભાગ અને શિક્ષણ વિભાગના દબાણ હેઠળ તંત્રએ તેની બદલી અન્ય જગ્યાએ કરી દીધી હતી. પરંતુ, આ શિક્ષકે કથિત રાજકીય વગ અથવા વહીવટી છટકબારીનો ઉપયોગ કરીને ટૂંકા જ સમયમાં ફરીથી ભગવાનપર પ્રાથમિક શાળામાં જ પોતાનું પોસ્ટિંગ કરાવી લીધું અને ફરજ પર હાજર થઈ ગયો. આ બાબતની જાણ થતાં જ વાલીઓનો પિત્તો ગયો હતો અને તેમણે પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા કરીને તેમને શાળાએ મોકલવાનું જ બંધ કરી દીધું છે.શિક્ષણ વિભાગની ટીમ દોડી, ગ્રામજનો આરપારના મૂડમાંગામના છેવાડાના બાળકોનું ભણતર બગડી રહ્યું હોવાના અહેવાલો વહેતા થતાં જ લીંબડી તાલુકા શિક્ષણ તંત્ર સફાળું જાગ્યું છે. તાલુકા કેળવણી નિરીક્ષક પોતાની ખાસ ટીમ સાથે ભગવાનપર ગામે શાળાની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે ગામના સરપંચ, અગ્રણીઓ અને વાલીઓ સાથે બેઠક યોજી હતી. તંત્ર દ્વારા આ મામલે એક સ્પેશિયલ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે, જે સમગ્ર રિપોર્ટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) ને સોંપશે. બીજી તરફ, ભગવાનપર ગામના લોકોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જ્યાં સુધી આ શિક્ષકની અહીંથી તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરવામાં નહીં આવે, ત્યાં સુધી એક પણ બાળક શાળાના પગથિયાં ચઢશે નહીં.આ પણ વાંચો: Surat: કોહીનૂર સોસાયટીમાં ઘરફોડ ચોરી કરનાર રીઢો તસ્કર મધ્યપ્રદેશના ઉજ્જૈનમાંથી ઝડપાયો

Read Full Story arrow_forward